Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Jay D Dixit

Drama Fantasy

4.4  

Jay D Dixit

Drama Fantasy

અલભ્યલોક

અલભ્યલોક

4 mins
726


(આ વાર્તામાં દર્શાવેલા સ્થળ, નામ, સંસ્થા, ઘટના વગેરે, બધું જ કાલ્પનિક છે. એને વાસ્તવિકતા સાથે કોઈ જ સીધો કે આડકતરો સંબંધ નથી.)


"આ શું થઇ રહ્યું છે?"

"I don't know sir."

"Please control Rahul."

"I cant control now, our pressure system and communication system is failed."

"How? we have checked all things, in which layer we are?"

"I cant say anything sir, but as per my view we crossed the second layer, means out of the gravity orbit."


રાહુલ ખન્ના અને નિકેત સિંહ બંને વચ્ચે વાત થઇ જ રહી ત્યાં અચાનક ધડામ કરતો અવાજ આવ્યો અને સ્પેસ શટલની ડાબી બાજુએ પાછળ એક મોટો ડેંટ (ગોબો) પડ્યો.

"Sir, its pressure difference."

"Try to contact control room."

"No signals, communication failed."

ઈસરોના બંને એન્જીનીઅર્સ, રાહુલ અને નિકેતને ખ્યાલ આવી ગયો હતો કે એ બંને મોટા સંકટમાં ફસાયા છે. સ્પેસશટલ જયારે ધરતી પરથી ટેકઓફ થયું હતું ત્યારે બરાબર કાર્ય કરી રહ્યું હતું અને એ વાતને વીસ મિનીટ ઉપર થઇ ગઈ હતી પણ અચાનક એમનો સંપર્ક કંટ્રોલ રૂમ સાથે તૂટી ગયો હતો અને શટલના સેન્સર્સ પણ કામ કરતા મોટાભાગે બંધ થઇ ગયા હતા. એમને તો માત્ર સ્પેસમાં આવેલા એક સેટેલાઈટમાં થોડું રીપેરીંગ કરવા જ જવાનું હતું, જે કામ ગણતરી મુજબ પાંચ મિનિટથી પણ ઓછું હતું. પણ આ નાનકડા મિશનમાં એ બરાબરના ફસાયા હતા.

બંને જણ હજી કંઈક વિચારે એ પહેલા જ, શટલે એનો કાબુ ગુમાવ્યો અને ઝડપ વધી ગઈ, નિકેતે ઘણો પ્રયત્ન કર્યો પણ થોડીક જ ક્ષણમાં શટલ ધડાકાભેર પટકાયું. અંદર બધું જ અસ્તવ્યસ્ત થઇ ગયું. નિકેત અને રાહુલને કંઈ જ ખબર ન હતી કે એ લોકો ક્યાં પહોંચ્યા છે? બસ, એટલો વિશ્વાસ હતો કે એ ધરતી પર તો નથી જ. બંનેના જીવ તાળવે ચોંટી ગયા હતા. વળી, અધૂરામાં પૂરું એન્જીન પણ સ્ટાર્ટ નહોતું થતું, અંતે નિકેતે હિંમત કરીને બહાર જવાનો વિચાર કર્યો. રાહુલે ઘણો પ્રયત્ન કર્યો એને રોકવા માટે પણ નિકેતે એને સમજાવ્યો કે કોઈ જ ઉપાય નથી એમની પાસે, જો એન્જીન સ્ટાર્ટ કરવું હશે તો બહાર જવું જ પડશે અને બહાર જઈને પણ કંઈક નુકશાન થયું હોય તો જોવું તો પડશે જ. અંતે સ્પેસશુટ પહેરીને નિકેત બહાર ગયો અને શટલને જોવા લાગ્યો. રાહુલની નજર એના પર જ હતી. આસપાસનું દ્રશ્ય મેદાન પ્રદેશ જેવું હતું, થોડી ઝાડીઓ, રેતાળ પ્રદેશ અને દૂર ઊંચા પર્વતો. નિકેતને લાગ્યું કે આ ધરતી જેવો જ કોઈ ગ્રહ છે, પણ એની હિંમત ન હતી કે મોઢું ખુલ્લું કરે, કારણ આબોહવા માટે એ હજી પણ અસમંજસમાં હતો.

ત્યાં જ આસપાસથી બે ચાર માણસ જેવા દેખાતા જીવ આવ્યા, જાણે પાષાણયુગના માણસો. વાળ-દાઢી વધેલા, હાથમાં લાકડાના હથિયાર, ચામડાનો પોષક અને અગ્નિવાળું એક લાકડું હાથમાં, શું આ માનવીઓ છે? ક્યાં છે એ લોકો? અહી આવા જંગલી આદિવાસી કે આ પ્રજા હજી છે? કે આ અલગ ગ્રહના માનવી છે? ઘણા સવાલો એના મનમાં આકાર લેવા લાગ્યા, પહેલાતો ઘર્ષણ જ થયું. નિકેતે હિંમત કરીને સહુને દૂર કર્યા, પોતાનું મોઢું ખુલ્લું કરીને જોયું, આબોહવા ધરતી માફક જ હતી. ઈશારા અને ન સમજાય એવા અવાજોની ભાષામાં એ લોકો વાત કરતા હતા અને નિકેતને દુશ્મન સમજી રહ્યાં હતા. રાહુલ પણ આ જોઇને બહાર આવી ગયો, રાહુલને જોતા જ એ પરગ્રહવાસીઓ બંને પર તૂટી પડ્યા, નિકેત અને રાહુલે પણ બરાબર બાથ ભીડી, અંતે સહુ અલગ અલગ થઇ ગયા. ક્યાંકથી કોઈ ઉંચો, એમના જેવો જ પરગ્રહવાસી આવ્યો અને બધું શાંત થઇ ગયું. એ સહુ ત્યાંથી ચાલ્યા ગયા, નિકેત અને રાહુલને થયું કે બધું શાંત થઇ ગયું છે, ડરેલા બંને એન્જીનીઅર્સ સમારકામમાં લાગ્યા, હાથ ધ્રુજતા હતા, શ્વાસ ફુલતો હતો, બંનેને વિશ્વાસ થઇ ગયો કે આ પૃથ્વી નથી, એમના પ્રયત્નોથી એન્જીન સ્ટાર્ટ થયું અને ત્યાં જ કન્ટ્રોલરૂમનું સિગ્નલ પણ આવી ગયું. બંને જણ ઊભી પુંછડીએ ત્યાંથી ભાગતા જ હતા ત્યાં પરગ્રહવાસીઓનું મોટું ઝૂંડ એમને પોતાના તરફ આવતું દેખાયું, એ વધારે ગભરાયા, હવે જો અટક્યા તો મોત નિશ્ચિત જ હતું. જેમતેમ એ ઝૂંડ આવે એ પહેલા બંને ભાગ્યા અને કન્ટ્રોલરૂમના સંપર્કમાં રહી પરત આવી ગયા.

બધું શાંત થયું, બંને જીવતા હતા એનો આનંદ સહુ કોઈને હતો. નિકેતે આવતાની સાથે જ મોનીટર મેનેજરને પૂછ્યું,

"અમે ક્યાં હતા?"

"પૃથ્વી પર જ..."

"વોટ?"

"લોકેશન તો એ જ બતાવે છે. પેસેફિક મહાસાગરનો કોઈ દ્વીપ હતો."

"How is it possible?"

"કેમ શું થયું?"

નિકેત ઇસરોનો એન્જીનીયર હતો, એ સાયન્સ અને ટેકનોલોજીથી ઓતપ્રોત હતો, એનું મગજ સ્વીકારતું જ ન હતું કે હજી પૃથ્વી પર પુરાતનકાળના માનવીઓ છે, એમનું અસ્તિત્વ છે, જંગલી પ્રજા હજી છે. વિશ્વભરમાં વિજ્ઞાન છે છતાં કોઈક ખુણામાં આવું પણ જીવન છે.

સમય વીતતો ગયો, એ પોતાના ઉપરીઓને આ વાત કરતો ગયો પણ કોઈએ એને સાથ ન આપ્યો. કોઈને મિશન નિષ્ફળ સાબિત કરવાનો ડર હતો તો કોઈ આ સ્વીકારતું ન હતું, ટેકનીકલ ખામીને લઈને ઓપરેશનમાં આવેલી નિષ્ફળતા સહુ કોઈ ભૂલવા માંગતા હતા. નિકેતના મનમાંથી એ કિસ્સો જતો ન હતો.

એ સમય આવ્યો જયારે નિકેત એટલો સક્ષમ થયો કે એ જુના દસ્તાવેજોમાંથી લોકેશન શોધી શકે, એણે શોધ્યું અને વ્યક્તિગત રીતે એ અલભ્ય ટાપુ, અલભ્ય સંસ્કૃતિ અને અલભ્યલોકની સફર શરુ કરી.



Rate this content
Log in

More gujarati story from Jay D Dixit

Similar gujarati story from Drama