STORYMIRROR

CA AANAL GOSWAMI VARMA @dilki.batein30

Romance Classics

4  

CA AANAL GOSWAMI VARMA @dilki.batein30

Romance Classics

અધૂરો પ્રેમ - ૭

અધૂરો પ્રેમ - ૭

5 mins
240

:આ નોવેલ માં આવતા પાત્રો , જગ્યા અને બનાવ બધું જ લેખકની કલ્પના છે અને વાસ્તવિકતા સાથે એને સંબંધ નથી.

ભાગ-૬માં આપણે જોયું કે સિદ્ધાર્થ ઓફિસે પહોંચી જાય છે અને તારા સાથે અઘટિત થતું રોકી લે છે. હવે તારા સિદ્ધાર્થની સાથે છે. કમલેશ હજી ઓફિસમાં જ છે. સિદ્ધાર્થ આજે પોતાના પ્રેમને સ્વીકારશે ? શું તારા પોતાના પ્રેમને સ્વીકારશે ?

ચાલો ત્યારે વાંચીએ...

સિદ્ધાર્થ કમલેશ જેવો ન હતો. એ દરેક સ્ત્રીને આદર આપનાર એક સમજુ પુરુષ હતો. પોતે પુરુષ હોવાથી સ્ત્રીની આગળ છે અને સ્ત્રીને જયારે ઈચ્છે ત્યારે દબાવી શકે છે એવી એની માનસીકતા ન હતી. તારા, જે એનું સર્વસ્વ હતી એની સાથે કમલેશ નું આવું વર્તન સિદ્ધાર્થ માટે અસહનીય હતું પણ કદાચ અત્યારે કમલેશને પાઠ ભણવાનો સમય ન હતો. હાલના સમય અને સંજોગોમાં તારાની સલામતી સિવાય અગત્યનું બીજું કંઈ જ ન હતું સિદ્ધાર્થ માટે. કમલેશ પણ આટલા વખતથી સિદ્ધાર્થને જાણતો હતો. એને ખબર હતી કે જો સિદ્ધાર્થ તારાના પક્ષમાં હશે તો એનો ખરાબ સમય હવે શરૂ થઇ ચુક્યો છે ! 

પોતાની જગ્યા પર પહોંચતા જ તારા રડવા લાગે છે પણ સિધાર્થ એને ખભાથી પકડી એની જગ્યા પર બેસાડે છે અને તારાની બાજુમાં એવી રીતે ઉભો રહે છે કે કમલેશ તારાનેના જોઈ શકે. જયારે તારા PC બંધ કરતી હોય છે ત્યારે સિધાર્થ કમલેશને એવી રીતે જુવે છે કે જાણે ચેતવણી આપતો હોય કે તારાની સામે જોતા પણ વિચારજે.

સિદ્ધાર્થ તારાને લઈને ઓફિસની બહારનીકળે છે. એની પાસે કાર તો નથી એટલે એ cab બુક કરે છે. કંપનીની ઓફિસ દૂર હોવાથી કેબને આવતા પણ વાર લાગે અને એટલે જ જેને કામ માટે રોકવા નું હોય એ પોતે કાર લઈને આવતા. પણ આજે તો એ શક્ય ન હતું. cab માટે રાહ તો જોવી પડે એમજ હતું પણ હવે સિદ્ધાર્થ તારાને આ બિલ્ડીંગથી દૂર લઇ જવામાંગતો હતો. એ વિચારે છે કે main gate પાસે pick up point પર પહોંચી જાય. ખુલ્લી હવામાં તારાને પણ સારું લાગશે. 

ઘણી corproates હવે શહેરથી દૂર પોતાની ઓફિસ પસંદ કરતી હોય છે. શહેરની દૂર હોવાથી ઘણી મોટી જગ્યા નજીવી કિંમતમાં મળે. શહેર થી દૂર હોવાથી કર્મચારી એ પણ સ્ટાફ બસ નો ઉપયોગ કરવો પડે એટલે સમયસર ઓફિસેમાં પહોંચી જવાય. કર્મચારી ઓના રહેઠાણ શહેરમાં હોય એટલે એમને ઓફિસ પહોંચવા માટે સ્ટાફ બસ વાપરવી પડે. બધા કર્મચારી એક જ સમયે ઓફિસ પહોંચે. ઓફિસ દૂર નિર્જન સ્થળે હોવાથી બપોરના સમય એ પોતાનું વ્યક્તિગત કામ પતાવા જવાનું કારણ પણના રહે.વળી આવી જગ્યાએ આજુ બાજુ બીજું કંઈના હોય, નિર્જન વગડા જેવું જ હોય એટલે lunchના fix સમય પછી પોતાના કામ પતાવવા ઓફિસના કલાકો વાપરવાનું નું પણ શક્યના બને.

થોડો નિર્જન વિસ્તાર હોવાથી સિદ્ધાર્થ તારાની સલામતીને લઈને એકદમ સજાગ હોય છે. એ તારા નો હાથ પકડી જ રાખે છે. ત્યાં એક બીજી વ્યક્તિ જેને એ લોકો જાણતા નથી હોતા એ ત્યાં આવીને ઉભી રહે છે અને તારાને જુવે છે. તારા થોડી conscious થઇ જાય છે. આ વાત સિદ્ધાર્થ notice કરે છે અને એ તારાની આગળ એવી રીતે ઉભો રહી જાય છે કે પેલો માણસ તારાનેના જોઈ શકે. ત્યાંજ કેબ આવી જાય છે.

 સિદ્ધાર્થ તારાની જોડે પાછળની સીટ પર જ વચ્ચે જગ્યા રાખીને બેસે છે. એના હાથ માં હજી પણ તારા નો હાથ છે. cab તારાના ઘર તરફ જવામાંડે છે. તારાને એના હાથ પર થોડું ભીનું લાગે છે. એ સિદ્ધાર્થ સામે જુવે છે. સિદ્ધાર્થ એની સામે જ જોતો હોય છે આંસુ ભરી આંખો એ. એ સિદ્ધાર્થ નું આંસુ જ હતું જે તારાના હાથને ભીંજવી ગયું. એ તારાને કહે છે કે જો તારાને કંઈ થયું હોત તો એ પોતાને માફના કરી શકત.તારા સિદ્ધાર્થની આંખોમાં પોતાના માટે એ પ્રેમ જુવે છે, જેને એ શોધતી હતી. એને જે ખૂટતું હતું એ આજ હતું.

"મારામાં ખૂટતું કૈક ,

તારામાં જડી આવશે ,

તું જોને, તારામાં ખૂટતું એ કંઈક,

મારા કોઈ ખૂણા માં મળી જ આવશે "

તારા સિદ્ધાર્થને પૂછે છે કે કેમ ? એને જવાબ ખબર જ છે પણ એને સિદ્ધાર્થના મોઢે સાંભળવું છે. હવે એનાથી રાહ જોવાય એમ નથી.સિદ્ધાર્થ તારાને કહે છે " I LOVE YOU, હા આ દુનિયામાં સૌથી વધારે પ્રેમ કરું છુ તને અને કરતો રહીશ. તારી હંમેશા રક્ષા કરીશ. તારાના હૃદયના ધબકારા વધી જાય છે આ સાંભળીને. એ સમજી જ નથી શકતી કે એ કેવી રીતે react કરે. કદાચ સિદ્ધાર્થને પણ એના ધબકારા સંભળાતા હોય છે. એ તારાના ખૂબ જ પ્રેમ થઇ પૂછે છે કે તું બરાબર છેને ? 

સિદ્ધાર્થ તારાને કહે છે કે એ આ વિષય પરના વિચારે. એને કોઈ જ વિશેષ અપેક્ષા ઓ નથી. એ તારાની પરિસ્થિતિથી વાકેફ છે. એને સમજે પણ છે. એ પોતાના પ્રેમના બદલામાં કંઈજ નથી ઈચ્છતો તારા પાસેથી. એ કહે છે કે એને બહુ પ્રયત્ન કર્યો તારા સામે આ વાતના લાવવાનો પણ એ મજબૂર છે પોતાના પ્રેમથી અને એ તારાને કહ્યા વગર મરવા નથીમાંગતો. તારા એના મોઢા પર હાથ મૂકી દે છે. તારા કંઈ બોલે એ પેહલા સિદ્ધાર્થના મોબાઈલમાં ફોન આવે છે. 

તારા આ મનમાં વિચારોના ચક્રવ્યૂ ચાલતા હોય છે. એ હવે જાણે છે કે સિદ્ધાર્થ એના માટે શું વિચારે છે. એ ખુશ છે કે એ સાચી હતી સિદ્ધાર્થની પોતાના માટેની લાગણીને લઈને. એ ખુશ છે કે એને હવે એનો રાજકુમાર મળી ગયો છે. પોતાના હાથમાં રહેલો સિદ્ધાર્થ નો હાથ એને દુનિયામાં સર્વસ્વ પામી લીધું હોય એવું અભિભૂત કરાવતું હોય છે. ત્યાંજ કાર રોકાય છે. સિદ્ધાર્થ નો ફોન પતે અને એ તારા સાથે વાત કરે એ પેહલા તારા નું ઘર આવી જાય છે. એ તારા સાથે વાત નથી કરી શકતો.

 તારા ઉતરવા જતી હોય છે તો સિદ્ધાર્થે પકડેલો એનો હાથ ખેંચાય છે. બંને ફરી એક વાર એક બીજા સામે જુવે છે અને તારા પોતાના ઘર તરફ જાય છે. જ્યાં સુધી એ દેખાતી બંધ નથી થતી ત્યાં સુધી સિદ્ધાર્થ ત્યાંજ રાહ જુવે છે.

હવે કેબ સિદ્ધાર્થના ઘર તરફ જાય છે.

સિદ્ધાર્થ એમ વિચારે છે કે એને કદાચ તારાને પોતાની લાગણી વ્યક્ત નોહતી કરવાની. એ પણ કદાચ આ રીતે. એને પોતાના પર ગુસ્સા આવે છે. તારાને જોવા માટે અને એની સાથે વાત કરવા માટે હવે સોમવાર સુધી રાહ જોવી પડશે એ વિચારતા જ એ બેચેન થઇ જાય છે.

 શું તારા પણ પોતાના પ્રેમ નો સ્વીકાર કરશે ? વાંચો આગળ

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Romance