અધૂરો ઘડો
અધૂરો ઘડો


મહેશભાઈ ઝડપમાં ઘરે આવ્યા અને બૂમ મારી કહું છું સાંભળે છે ?
રમાબેન :હા હવે કઈ બેરી નથી થઇ ગઈ.
મહેશભાઈ :રાજસ્થાનથી એક જમીનના નિષ્ણાંત આવ્યા, એ સમજાવતા હતા કે સીતાફળના પાન, ગાયનું છાણ ને ગોળથી સરસ ખાતર બને, આપણે બનાવીએ, ખૂબજ ઉત્પાદન થાય છે.
રમાબેન :પણ આપણે યુરિયા નાખીએ જ છીએ ને ઉત્પાદન પણ થાય છે ને?
મેં તને કામ કરવા કીધું સલાહ આપવા નહિ.
ચાલ હવે છાણ ભેગું કર ને પાન તોડી રાખ.
મહેનત કરી ખાતર બનાવે પણ ફાયદાને બદલે નુકશાન થાય છે. કારણ કે યોગ્ય પ્રમાણ અને રીત આવડી નહિ.
મહેશભાઈ :કવ છું સાંભળે છે?
રમાબેન :ના બેરી થઇ ગઈ બોલો હવે?
મહેશ :આપણે નીંદવા માટે આટલા મજૂર કરીએ એના કરતા દવાનો પમ્પ મારી દઈએ એટલે ખડ સુકાઈ જાય.
રમાબેન :અરે આ બધું રસાયણ નુકશાન કરે. આ મહેનતથી જ જમીનની ફળદ્રુપતા વધે.
મહેશભાઈ :અરે તને શું બુદ્ધિ હોય? મારે આ જ કરવું છે. આવી મોટી જાણે કોઈ વૈજ્ઞાનિક કેમ હોય ! 15 વર્ષ સુધી દવા જ છાંટ્યા કરે પછી શું હાલત થાય.? જોઈએ...
મહેશભાઈ :સાહેબ અમારી જમીનમાં ઉત્પાદન નથી થતું, જરાં જુઓને?
કૃષિ મેનેજર :જુઓ તમારી જમીનમાં દવાનો ઓવરડોઝ હોય ખૂબ જ નુકશાની થઇ છે. હજુ દસ વર્ષ આ જમીનમાં પાક થશે નહિ.
મહેશભાઈ સુસાઇડ નોટ લખી ગળે ફાસો ખાઈ લે છે.
"હું ખરેખર અધૂરો ઘડો હતો, મારી જીદ અને અહંકારે આ મારાં હસતા રમતા પરિવારને બરબાદ કરી દીધો. હવે હું મારું જીવન ટૂંકાવું છું. બની શકે તો મને માફ કરજો. કોઈપણ વસ્તુના પૂરા જ્ઞાન વિના અખતરા ના કરાય. આ વાત બધા સમજજો.
અને અનેક પરિવારને બરબાદ થતા બચાવી લેજો. ક્યારેક પત્નીની વાતનેય માનજો. આવજો, તમારા પરિવારને બચાવજો.