બંધનમુક્ત
બંધનમુક્ત
વાત છે એ દિવસની જ્યારે તુલસીનો જન્મ થયો. જન્મતાવેત એની વાણી છીનવાઈ ગઈ. માતાનું દૂધ પણ નસીબમાં ન હતું .ખૂબ જ નબળાઈ હતી. ના કોઈ રમાડે, ના કોઈ સાહસ કરવા દે. છ વર્ષ પછી એ તોતડાઈ ને બોલવા લાગી. લોકોની વચ્ચે બોલશે તો બધા હસશે એમ માની એને બોલવા ન દેવામાં આવે.
તુલસી ભણવામાં હોશિયાર પણ ઘરેથી ફોર્સ બોલવાનુ નહિ. અઢાર વર્ષ વિતે એ કોલેજમાં જાય પણ ડર કે એનાથી કંઈ નહિ થાય. તુલસી એકવર્ષ સૂનમૂન થઈ લેક્ચર ભરે અને ઘરે જાય .અચાનક એક સ્પર્ધા આવી જેમાં દરેક વિદ્યાર્થી એ એક પેજ ફરજિયાત બોલવાનુ હતું. એ બોલે છે અને સમગ્ર કોલેજમાં પ્રથમ નંબર આવે છે. એને થાય છે કે ના મારામાં શક્તિ છે. એ પોતાની નકારાત્મકતા, ડર, શરમ વગેરેની હાથકડી જે એના વિકાસમાં બંધનરૂપ હતી એ તોડી નાખે છે .આમ તે આગળ વધવા પ્રયત્ન કરે છે.
જેવી ઘરે જાય તરત નકારાત્મકતાની બેડીઓ એના હાથ
પર બંધાય જાય. આ રીતે તે પચીસ વર્ષ પૂર્ણ કરે છે. એના લગ્ન થાય. એને થાય કે આ વ્યક્તિ તો પોઝિટિવ વિચારધારાનો હશે. પણ એ પણ તારાથી કઈ નહિ થાય તું બુદ્ધુ છે જેવી નકારાત્મક વાતો કરે છે. આ બંને અલગ થાય. પોતાની અંદર પડેલી તમામ અવ્યક્ત વાતો તે લખવાનુ ચાલુ કરે છે. એક દિવસ તે શૈક્ષણિક પુસ્તક બનાવી તમામને આપે. કહેવાય છે કે હીરાની કિંમત તો ઝવેરીજ કરી જાણે અવર ન કરે કોઈ. આ ન્યાયે એ જ્યારે નોકરીના છટ્ઠા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે એના તાલીમ ભવનના પ્રોફેસર એ પુસ્તક વિમોચન કરી વિવિધ પોસ્ટ ધરાવતા વ્યક્તિઓને આપે છે. ત્યાં રહેલ કવિહૃદય એને એક વોટ્સ એપ ગ્રુપમાં જોડે. તે ગ્રુપમાં લખે. ઘણી બધી સ્પર્ધાઓમાં ભાગ લે અને લખે. વારંવાર જીતે. હવે તેની અંદરથી ડર, સંચય શરમ અને નકારાત્મકતા રૂપી બેડીઓ તે તોડી નાખી વર્લ્ડ રેકોર્ડ તોડી પોતાના સ્વપ્નનું આસમાન આંબી લે છે.