બીજો પ્રેમ
બીજો પ્રેમ


તમન્ના પોતાના લગ્ન જીવનથી કંટાળી ચૂકી હતી .હવે તે ફરી ક્યારેય કોઈને પ્રેમ નહિ કરે એવો નિર્ણય લઈ ચૂકી હતી. તે થોડી ડિપ્રેશનમાં ચાલી ગઈ. અચાનક એક દિવસ એણે કોઈનો કોલ રિસીવ કર્યો અને તે પોતાની જ્ઞાતિનોજ હતો. તે એની સાથે વાત કરતી.
સામે વાળી વ્યક્તિ પણ પ્રથમ પત્નીથી વિખૂટો પડી ગયો હતો. હવે તે વિડિયો કોલ પણ કરે છે. છોકરો તેને ધીમે ધીમે વિશ્વાસમાં લે છે. હવે તેઓ ફાઈવ્ સ્ટાર હોટેલમાં મળવા જાય છે. આમ ને આમ બંને પ્રેમમાં પડે છે. બંને આજે ખૂબજ સમજ અને એકતા સાથે એકબીજાને સમજીને જીવન વિતાવે છે. તમન્નાને એહસાસ થાય છે કે બીજીવાર પણ સારી રીતે પ્રેમ થઈ શકે છે.