Zala Rami

Inspirational

3  

Zala Rami

Inspirational

સ્નેહના સમીકરણ

સ્નેહના સમીકરણ

4 mins
11.8K


નરેશભાઈ: "અરે રમેશભાઈ તમે ! બોલો કેમ છો ? શું ચાલે છે? તમારો દીકરો શું ભણે છે ? અરે હા... યાદ આવ્યું એતો ગુજરાતી માધ્યમમાં ભણે નહિ ? સરકારી સ્કૂલમાં. ખંધુ હસતા નરેશભાઈ બોલ્યા. મારો દીકરો તો ઇન્ઈં ગ્લીશ મીડીયમમાં ભણે છે. દસ લાખ ભર્યા, દસ લાખ..... ફટાફટ અંગ્રેજી બોલે અને હા.. ખુબ જ હોશિયાર છે ખૂબ જ ગર્વથી બોલે છે. 

રમેશભાઈ:  વાહ નરેશ ભાઈ, એ તો બહુ સરસ કહેવાય.સારું ત્યારે.. હું નીકળું. ભાભીને મારી યાદ આપજો..

નરેશભાઈ:   શિવમ બેટા દિલ્હીની બેસ્ટ સ્કૂલમાં તારું એડમિશન લીધું છે. તારે ખૂબ મહેનત કરવાની છે..

મીનાબેન: હા ,અને ખૂબ મોટો માણસ થાજે, ધ્યાનથી જજે બેટા. જો બેગમાં સાઈડ પર લાડૂનો ડબ્બો મૂકું છું.ખાસ તારા માટે બનાવ્યા છે.

શિવમ: ઓહ મો...મ ? ત્યાં બધું મળે છે. પપ્પા.. પ્લીઝ.. મોમને સમજાવોને.

નરેશભાઈ: બેટા તું રાખી લે. તારી મોમ કેટલા પ્રેમથી, તારા માટે બનાવી રાખ્યા છે.

 શિવમ:ઓકે, મોમ ડેડ બાઈ... મિસ યુ...

***

રમેશભાઈ: આરવ બેટા, અમદાવાદમાં ધ્યાનથી ભણજે હો.

સુમનબેન: હા બેટા, તને ખબર છે ને ? આજે, તારી સ્કૂલ ફી શાકભાજી વેચીને..

આરવ:  હા મમ્મી મને યાદ છે. હું મન દઈને ભણીશ હો. તું ચિંતા ના કર. હું કંઈ નથી ભૂલ્યો. 

ભૂલી તો તું ગઈ મા !તારા હાથના, બનાવેલા લાડુ. મને ખૂબ ભાવે, તું બનાવી આપીસને, ત્યાં જઈશ પછી તારા હાથનાં લાડું નહિ મળે.

સુમનબેન: હા હા બનાવી ને તૈયાર રાખ્યા છે. દીકરા.

રમેશભાઈ: જા બેટા ..તારું ધ્યેય પૂરું કરવા આગળ વધ...

***

નરેશભાઈ: શિવમ. કેટલો સરસ લાગે છે તું આ શૂટમાં !

શિવમ:(ડેડને જોઈ ખુશ થવાને બદલે ગુસ્સે  થાય છે.) અરે ડેડ તમે, અહીં કેમ આવ્યા ?  

નરેશભાઈ: તને જોવા અને મળવા.

શિવમ:અરે ડેડ મારાં હાઈ ફાઈ મિત્રો સામે તમને મળતા મને શરમ લાગે છે. 

(દીકરાના અપમાનજનક શબ્દો સાંભળી દુઃખ થાય પણ કડવા ઘૂટડા ગળી જઈ :)

નરેશભાઈ: બેટા તારી માએ તારા માટે લાડું મોકલ્યા છે.

શિવમ:ઓહ ! મોમ પણ સુધરતી નથી ખબર નથી પડતી કે મારો સ્વાદ બદલાય ગયો છે ? 

લાડુ માય ફૂટ.... રસ્તે બેઠેલા ભિખારી સામે ડબ્બો ફેંકે.

(નરેશભાઈનું હૃદય દ્રવી ઉઠે છે ...). 

નરેશભાઈ: બેટા તારી માની લાગણીને પ્રેમને આમ રસ્તે ભિખારીને...(ભારે હૈયે ઘરે જાય છે)

***

રમેશભાઈ:  આટલી વિશાળ કોલેજમાં આરવ ને શોધવો ક્યાં ? અરે ! હા તું આરવનો મિત્ર...તો નઈ ?બેટા, જરા આરવને બોલાવી દે ને ?

મિત્ર: આરવ ...તારા મમ્મી પપ્પા આવ્યા...બોલાવે....

(મા બાપ મળવા આવ્યા એ સાંભળી આરવ હરખમાં આવી ગયો. માતા પિતાને દોડીને ભેટ્યો)..

રમેશભાઈ: બેટા તબિયત પાણી તો સારા છે તને ફાવી તો ગયુંને અહી શહેરમાં ?

આરવ: હા...પપ્પા, પાપા સારૂ કર્યું તમે આવ્યા. મમા તારા હાથના લાડુ લાવી કે નહિ ? 

સુમનબેન: હા હા બેટા, આટલે દૂર તને મળવા આવું અને લાડું વિના કેમ આવું ?

આરવ: હું ખૂબ યાદ કરતો હતો. 

સુમન બેન : કોને મને કે લાડુને ?

આરવ: બંને ને

સુમનબેન: હા હા હું કેમ ભૂલું ? 

મારા દીકરા માટે લાડું, મારો દીકરો શહેરમાં આવીને પણ સંસ્કાર નથી ભૂલ્યો.

***

નરેશભાઈ: હેલ્લો ,હા બોલ શિવમ બેટા..

શિવમ: હેલો ડેડ મોમ બે દિવસ પછી મારે ઓફિસમા પાર્ટી છે તમારે આવવાનું છે.

નરેશભાઈ: જો મીના આપણા દીકરા એ પાર્ટી માટે બોલાવ્યા.

મીનાબેન: ક્યારે જવાનું છે આપણે ?

નરેશભાઈ: કાલે જવાનું છે.

***

નરેશભાઈ: અરે! મારા દીકરાએ કેટલી પ્રગતિ કરી છે. આજે મને ગર્વ થાય છે.

મીનાબેન: હા, સાચું કીધું તમે મને પણ ગર્વ થાય છે મારા દીકરા પર ...

શિવમ:લેડિઝ એન્ડ જેન્ટલમેન થૅન્ક્સ અ લોટ ! આપ સર્વ એ અહીં પધારી મારો પ્રસંગ રૂડો 

બનાવ્યો. આજે મારાં જીવનમાં મહત્વના કોઈને ઈન્ટ્રોડ્યૂસ કરવા માગું છું સો લેડીઝ એન્ડ જેન્ટલમેન મોસ્ટ વેલકમ ! માય બેહાલ્ફ માય  મોસ્ટ બ્યુટીફૂલ વાઈફ મિસિસ આરોહી શિવમ.

મીનાબેન:મારા દીકરાના જીવનમાં મારાથી વધારે મહત્વનું ?હે ભગવાન શું કચાશ રહી ગયેલી અમારી પરવરિશમાં ! આ.... આ....આ..,.

નરેશભાઈ: અરે! મીના શું થયું તને ? હેલ્લો ...એમ્બ્યુલન્સ..

મીના....મને આમ અધવચ્ચે છોડીને.....(કરુણ દૃશ્ય સર્જાય છે.) 

***

શિવમ: ડેડ તમે તમારો રસ્તો શોધી લ્યો આ બધી જ મિલકત હવે મારી છે. 

નરેશભાઈ: અરે ! દીકરો થઈ આ તે શું કર્યું...?

રમેશભાઈ  લાખ રૂપિયા ભરી મારાં દીકરાને ભણાવ્યો મારાં દીકરાએ  એ લાખના બદલે મારા સપનાઓ, અરમાનો બાળીને રાખ કર્યા.

રમેશભાઈ : નરેશભાઈ ! આપણી માતૃભાષામાંજ બાળકોને યોગ્ય મૂલ્યશિક્ષણ આપી શકાય, ત્યાં મગજ તો વિકાસ પામે પણ હૈયાનો વિકાસ તો માતૃભાષામાંજ થાય. જય જય ગરવી ગુજરાત.

***

શિવમ : જો આરોહી !આજથી બધી મિલકત આપણી છે..

આરોહી: 'જા શિવમ જા, તું તારા તારા જન્મદાતાંનો ના થયો તો મારો શું થવાનો હતો. આજથી આપણા બંનેના રસ્તા અલગ.

***

(આરવ અને આરોહી ધીમે ધીમે મળે છે.)

આરવ: આરોહી હું તને પસંદ કરું છું. તારા જેવી ગુણિયલ અને માવતર માટે ઉંચા ખ્યાલ રાખનાર વ્યક્તિ સાથે લગ્ન કરીશ. હું કાલે જ આપણા બંને માટે વાત કરું છું.

આરોહી: આરવ હું તો ફક્ત એટલું જ માનું કે સૌથી પહેલા માવતરની સેવા પછી બીજી વાત. તારા માતા પિતા ખુશ હશે તો જ હું લગ્ન કરીશ.

આરવ: મા પપા હું આરોહી સાથે લગ્ન કરવા  માગું છું....જો તમારી હા હોય તો.

રમેશભાઈ: અમે તારા અને આરોહિના સબંધથી ખુશ છીએ. ખૂબ જલ્દી ધૂમધામથી તમારા લગ્ન કરાવીશું.

સુમનબેન: આરોહી જેવી ગુણિયલ સ્ત્રી મળે એ તો સદ્ભાગ્યની વાત છે. અમે તમારા લગ્ન માટે ખુશ છીએ.

***

બંનેના લગ્ન થાય છે. દસ વર્ષ ખુશીથી નીકળે છે. અચાનક એક ફોન આવે છે. હેલ્લો મિસિસ આરોહી એક કાર એક્સીડન્ટમાંઆરવનું મૃત્યુ થયું છે. આરોહીને ખૂબ આઘાત લાગે છે.

આરોહી: આરવ  મને અને નિલને એકલા છોડીને ક્યાં ગયા. 

***

હવે ૩૦ વર્ષ પછી એક ઘટના બને છે .

શાલોની: આવો મા. આજ તમારા જન્મ દિવસે તમારી પ્રિય દાલબાટી આ નાના એવા ઢાબામાં. આજે હું અને નીલ તમને અમારા હાથે જમાડીશું.


આ બાજુ શિવમના દીકરા વહુ  દગાથી મિલકત પડાવી એને કાઢી મૂકે છે. જે આરોહીને મળે છે.

શિવમ: મારાં દીકરાએ. દગાથી મિલકત પડાવી મને કાઢી મૂક્યો..

(આરોહી તેને જમવા આપે છે.)

આરોહી: મારાં દીકરા વહુ મારાં જન્મદિવસે મને જમવા લઇ આવ્યા. તમે પણ જમીને જજો.

શિવમ: હું મારાં પાપની સજા ભોગવી રહ્યો છું.

આરોહી: અને હું મારા પૂણ્યનું ફળ ભોગવી રહી છું.

***

નેરેટર: જિંદગી એ રમત એવી રમી... ખેલાનારા ક્યાં વિખરાય ગયા ખ્યાલ ના આવ્યો. સ્નેહના સમીકરણ આ ખેલમાં બદલાય ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational