યુગોના સંભારણા
યુગોના સંભારણા


તમન્ના આમ તો રોજ સાદગીથી જીવતી. તે એક સરકારી કર્મચારી હતી. તે રોજ શાળાએથી ઘર અને ઘરથી શાળા. બસ નોર્મલ જીવતી હતી. એમનો એ જન્મદિવસ હતો. એમણે શાળામાં પાણીપૂરીની પાર્ટી આપી. એણે જાતે પાણીપૂરી બનાવવા લાગી. બધા બાળકોને પોતાના હાથે પીરસી. તે ખૂબ જ ખુશ હતી .
ક્લાસમાં ગઈ ત્યારે બાળકોએ એના પર ફૂલોની વર્ષા કરી. એક એક બાળકે એને કૈંક ને કૈક બનાવીને ભેટ સ્વરૂપે આપ્યું. બધાએ સંસ્કૃત શ્લોક ગાનથી એને અઢળક શુભકામનાઓ આપી. એમનું ઉપનામ પાડવામાં આવ્યું. એની પ્રથમ રચના લેવામાં આવી.એણે આ બધીજ યાદ કેમેરામાં કેદ કરી લીધી અને એ એને યુગો યુગો સુધી સાચવવા માંગતી હતી. આ એની જિંદગીનો શ્રેષ્ઠ દિવસ હતો.