Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

અશ્ક રેશમિયા

Drama Romance


3  

અશ્ક રેશમિયા

Drama Romance


અધૂરા અરમાનો-૨૭

અધૂરા અરમાનો-૨૭

5 mins 332 5 mins 332

    

    ખૂનનો જુઠ્ઠો આરોપ ઉપાડીને સૂરજ જેલની બિસ્માર કાળકોટડીની દિવાલે માથું પટકીને રડ્યા કરતો.

   કાજલ ખુશ હતી. સ્વર્ગનું રાજ મળ્યું હોય એટલી આનંદિત હતી. કારણ કે એને એના પ્રેમની લૂંટારણ પૂનમને સદા માટે સ્વધામે પહોંચાડી દીધી હતી, ને છતાંય પોતે નિર્દોષ! તેમ છતાં એના હૈયામાં ઊંડે ઊંડે એક દુ:ખ તો હતું જ. જનમટીપની સજા વેળાએ સૂરજ અને સેજલ જે રીતે ભાંગી પડ્યા હતા, દર્દથી કણસીને જે આંખ ભરી ભરીને રુદન કરતાં હતાં એ દ્રશ્ય નજર સમક્ષ તરી આવતા એ રડી પડતી. કિન્તું પાષાણરદયી એણે કયારેય એવું ન વિચાર્યું કે મારા લીધે થઈને આ બેય બરબાદ, બદનામ થઈને ટળવળી રહ્યા છે તે હું ગુનો કબૂલ કરી લઉં? એ તો સઘળું વિસારે પાડીને પ્રિતને પોતાનો કરવા નીકળી પડી હતી. પ્રિત પણ કેવો નિર્દયી? હજું તો પૂનમના સ્વર્ગવાસ થયાને માંડ દસ દિવસ થયા હતાં ને એ ભૂલી જઈને કાજલના ગળાનો હાર બની બેઠો હતો. 

 સૂરજ જેલમાં પડ્યો પડ્યો સેજલ માટે તડપતો હતો. જ્યારે સેજલ પોતાને ઘેર આકુળવ્યાકુળ થઇને અડધી થઈ રહી હતી. દરરોજ સવાર પડે ને એ રાજસ્થાન જવા જીદ કરતી.

 એકવાર રાત્રિના એકાંતમાં ઊંઘ ન આવવાના કારણે સેજલ પોતાના બે દિવસના પ્રવાસને વાગોળી રહી હતી. અચાનક એના હાથમાં એ વિડીયો કેમેરા આવ્યો, જે આબુ પર સંતાકૂકડી રમતી વેળાએ ચાલુ કરીને ઝાડની એક ડાળી પર લટકાવી રાખ્યો હતો.


 સુંધાના ડુંગરોના, ઝરણાંના, આબુ પર્વત પરના ચઢાણ વખતના દ્રશ્યો અને વાસંતી પ્રભાતના ગુંબજવાળા દ્રશ્યો નિહાળીને એ મલકાઈ રહી હતી. નકી તળાવમાં બોટીંગ કરતી વખતે સુરજ સાથેના ચુંબનનું દ્રષ્ય જોયું અને એને સૂરજ સાંભરી આવ્યો. એણે કેમેરાને આઘો હડસેલ્યો. રડી પડી. હિબકે ચડી. જિંદગી વેરાન લાગી. પણ અચાનક જ સૂરજને જોવાની લાલસાએ કેમેરો હાથમાં લીધો. નકી તળાવ પછીના દ્રશ્યને જોઈને અચરજમાં ગરકાવ થઈ ગઈ. એને પૂનમનું સાચું હત્યારું મળી ગયું હતું. અચરજના આગોશમાં ખુશખુશાલ થઈ ઉઠી. એ એવી તો ગેલમાં આવી ગઈ કે સઘળા દુઃખ-દર્દ વિસરી ગઈ. એ રાત્રે આખી રાત એ જાગી. પરોઢિયે ચાર વાગ્યાના સુમારે પપ્પાની તિજોરીમાંથી રૂપિયા બે લાખ લઈને ભાગી છૂટી.


 આઠ દિવસનું કહી ગયેલો સૂરજ દસ-દસ દિવસ થવા છતાં ઘેર પાછો ન ફર્યો. સૂરજના ઈન્તેઝારમાં એના પરિવારજનો વિમાસણ કરવા લાગ્યા. ફોન લગાવે તો સ્વીચ ઓફ બોલે છે. દસ દિવસ છતાં એકવાર પણ એનો ફોન ન આવ્યો. એ કઈ દિશાની સફરે ઉપડ્યો છે એવું એ કહીને નહોતો ગયો. એની ભાળ મેળવવી તો હવે કેવી રીતે મેળવવી? એના પરિવારજનોને ચિંતા ઘેરી વળી.

 આ તરફ સૂરજ પણ હવે જિંદગી જીવવાના અરમાન બાળી બેઠો હતો. પોતાના પરિવાર અને સેજલને છેલ્લીવાર મળવાના, જોવાના અરમાનોની પોટલી બાંધીને એમના આવવાનો આખરી ઈંતજાર કરીને બેઠો હતો. જેલની ભયંકર વિટંબણાઓ વચ્ચે એણે અન્નજળનો ત્યાગ કરી દીધો હતો.

 પ્રભાત ખીલ્યું.


 કોર્ટના દરવાજા ઊઘડે એ પહેલા તો સેજલ કોર્ટના દરવાજે આવીને ઉભી રહી. વકીલોના કાફલામાંથી એણે એક લાયક વકીલને બે લાખ રોકડા આપીને રોકી રાખ્યો. એ વીડીયો કેમેરો વકીલને સોંપ્યો. કોર્ટ ભરાઈ અને જોતજોતામાં સૂરજ જેલમાંથી બાઈજ્જત છૂટી નીકળ્યો. એ વખતે સેજલ અને સૂરજના પ્રેમમિલનને જોઈને ત્યાં હાજર વકીલો અને લોકોના આંખમાંથી પ્રેમની સરવાણીઓ ફૂટી નીકળી.


આ સાથે જ રાત્રિનો ત્રીજો પ્રહર પૂરો થયો. ને સાથે જ સૂરજનું અતીતવનનું સોહામણું સપનું પૂરું થયું. કેવી કેવી ભયંકર વેદનામાંથી સેજલે એને ઉગાર્યો હતો! એ સ્મરણ થયું. સવાર ઊઘડવાને રાત્રિનો ચોથો પ્રહર બાકી હતો. જરાય ખળભળાટ કર્યા વિના એણે ખાટલો છોડ્યો. સૌને ભરનીમદરમાં મેલીને સેજલ ભણી ચરણ ચલાવ્યા.

"હું ભાન ભૂલ્યો ક્યારેક પ્રેમમાં, તો;

ક્યારેક પાગલ થયો સનમના અભાવમાં!"

 ગોઝારી રાત ડંખી રહી હતી. સેજલના જીગરના ટૂકડે ટુકડા થઈ રહ્યાં હતાં. સૂરજના દીદારના દીપક જલાવી બેઠી હતી. આખી રાતના ઉજાગરાથી એની આંખો ટામેટા જેવી થઈ ગઈ હતી. ને એના પર અંધારા ઓળા લઈ રહ્યાં હતાં. પરવાળા જેવા હોઠ સુકાઇને ફાટી ગયા હતા. સેજલની આવી દયનીય હાલતથી શિલ્પાબેન અને અંજલી ચૂલો પેટાવ્યા વિના બેઠા હતાં. એવામાં અચાનક ડોરબેલ રણકી ઊઠી. આંસુ લૂંછીને અંજલીએ દરવાજો ખોલી જોયું તો એના પપ્પા કિશોરીલાલ હતાં. જે બે દિવસ માટે કંઈક કારણોસર મુંબઈ જઈ આવ્યા હતા.

"પપ્પા, તમે આવી ગયા?"

" હાં, બેટા! હું હેમખેમ આવી ગયો હો!"

 બન્ને બાપ-દીકરી વાતો કરતા-કરતા અંદરના ઓરડામાં પ્રવેશ્યા.

 "સેજલ ક્યાં છે?" અધીરાઈથી ધીમા સાદે કિશોરીલાલે પૂછ્યું.

 "એ હજું ઘેનમાં છે. વળી પાછું શું થઈ ગયું છે તે ખાટલો છોડતી જ નથી." શિલ્પાબેનને ધીરજથી કહ્યું.

 કિશોરીલાલ સેજલના રૂમમાં આવ્યા. એને ઢંઢોળી. 'સેજલ.. સેજલ..' આંખ ખોલ તો, જો કોણ આવ્યું છે?'


જાગતી જ પડેલી સેજલે આંખો ખોલી. આકળવિકળ બની આખા ઓરડામાં નજર ઉડાવી. એનો સાહ્યબો સૂરજ ના દેખાયો એટલે ઝટ આંખો મીંચી દીધી. 

'એને તો સૂરજ જોઈએ છે? એના વિના હવે એ જંપવાની નથી. સૂરજ વિના એ જીવ ત્યાગી દેશે કિન્તું એનો ઈંતજાર નહી છોડે!'

 સૂરજનું નામ સાંભળતાં જ કિશોરીલાલે દાંત ભીસ્યા. કહેવા માંડ્યું:'ભલે આમને આમ મહિના લગી પડી કિન્તું સૂરજનું કોઈ નામ લેશો નહીં. અને એ નૂગરો અહીં આવે તો મને ઝટ જાણ કરજો. બેટમજીની ખોડ ભૂલાવી દઉં.' 


 શિલ્પાબેન બિચારા લમણે હાથ દઈને બેસી રહ્યાં. એમને ખબર હતી કે સૂરજના આવવાથી જ તો એ સાજી થઈ હતી. અને એના જવાથી જ આની આવી હાલત થઈ છે. 

એવામાં અંજલી 'ચા' નો કપ લઇ આવી. કિશોરીલાલ ચા ગટગટાવી ગયા. દુકાને જવા રવાના થઇ ગયા.

 શિલ્પાબેન કરુણાભરી આંખે એમને જતા જોઈ રહ્યાં. હવે શું કરવું એ કંઈ સૂઝતું નહોતું. ગમે તેમ તોય માં! દીકરી ગમે તેવી ભૂલ કરે તોય એને સમજાવે, સાચા માર્ગે વાળવાની કોશિશ કરે, હંમેશા પુત્રીની કાળજી રાખનાર માતા જ હોય છે પુત્રની પણ એટલી જ! દીકરીની આવી હાલત જોવા છતાં જેને જરાયે લાગણી નથી એવા કિશોરીલાલ તો ચાલી ગયા કિન્તુ શિલ્પાબેન બિચારા થઇ શોકમગ્ન બેસી રહ્યાં. એમનાથી સેજલની હાલત જોઈ નહોતી જવાતી.


 ઘણીવાર પછી દિલમાં ઊથલપાથલ કરી અંજલીને બોલાવી. સૂરજનો ફોન નંબર ડાયલ કર્યો. સૂરજ ચાલતો - ચાલતો હાઇવે પર આવી ગયો હતો. એણે ફોન રિસીવ કર્યો.

 "હેલ્લો!"

     "સુરજ, શિલ્પાબેન બોલું છું." આટલું બોલતા તો એમનાથી ગળગળા થઈ જવાયું. સૂરજ સમજી ગયો. એ જ્યાં હતો ત્યાંથી મુઠ્ઠીવાળીને દોટ મૂકી. સીધો જ એ સેજલના રૂમમાં પ્રવેશ્યો. સામે જ આંખોમાં આંસુઓના દરબાર ભરીને શિલ્પાબેન બેઠા હતાં. એમને જોઈ એ પલંગ પર બેઠક લેતા અટક્યો. એ ત્યાં જ થંભી ગયો. એને અટકી ગયેલો જોઈને શિલ્પાબેને ઉભા થઇને મીઠો આવકાર આપ્યો. એ આવકારમાં ખુશી હતી કે ઉદાસી હતી એ કળી શકાયું નહીં. એમણે સૂરજનો હાથ ઝાલ્યો, પકડીને સેજલના હાથમાં આપી દીધો. સેજલના રૂમમાં લઈ ગયા. સેજલ ઉઘાડી આંખે સૂરજનો અસહ્ય ઈન્તજાર કરતી પડી હતી. સૂરજને જોઈને એને બાથ ભરી લીધી. વેલની જેમ વીંટળાઈ વળી. અને એ જ ઘડીએ સેજલનો ફોન રણક્યો. સેજલ સૂરજના મિલનમાં ગળાડૂબ હતી. એનું ધ્યાન ફોન તરફે જરાય ગયું નહી. ઉપરાઉપરી ફોન આવવાથી એણે ફોન રિસીવ કર્યો.

    અજાણી યુવતીનો મીઠો અવાજ એના કાને ઊતર્યો:

"હેલ્લો...સેજલ?"

"હા, હું સેજલ! તું કોણ?"

"હું કોણ છું એ પછી જાણજે, પરંતું અબઘડી એ જાણી લે કે તું મારી સૌતન છે."

"હું અને એની સૌતન?" સેજલને કંઈ ગતાગમ પડી નહીં. મનમાં બબડતી એ સૂરજને તાકી રહી. 


         

 ક્રમશ:


Rate this content
Log in

More gujarati story from અશ્ક રેશમિયા

Similar gujarati story from Drama