Shaimee Oza

Drama

2  

Shaimee Oza

Drama

અધુરી તરસ ભાગ 2

અધુરી તરસ ભાગ 2

5 mins
486


 


         જયારે જીવતાં ઈચ્છા પુરી ન થાય,ત્યારે માણસ નો આત્મા પોતાની અધુરી ઝંખના પુરી કરે છે, અને આત્મા ને મોક્ષ મળતો નથી અને તે પોતાની અધુરી ઇચ્છા ને પુરી કરવા મથે છે,એવું જ આ ઈશા ની આત્મા સાથે પણ થાય છે,ઇશા ને દહેજ નામનો રાક્ષસ ભરખી જાય છે, આવી કેટલીય ઇશાઓ હોમાઇ હશેે, તેના સાસુ સસરા એવું બહાર પાડે છે કે ઇશા તેના પ્રેમી સાથે નાસી ગઇ,ત્યારે તેનાં પપ્પા એના પ્રેમી ને ઠપકો આપવા અર્થે જાય છે. તેનો પ્રેમી આ વાત નો ઇન્કાર કરે છે કે તે ઇશા ને પ્રેમ કરે છે પણ ઇશા તેને ત્યાં નથી પણ તેનાં પપ્પા આ વાત માનવા તૈયાર નથી. તે જબરજસ્તી ઘુસી જાય છે, તેનાં ઘર માં તપાસ કરે છે,ત્યાં પણ ન આવી રીતે તેમને 5છોકરીઓને મારી હોય છે. દહેજ નાં નામે મારી હોય છે. હવે તેમનો હવે તેમનો અંત નિશ્ચિત હોય છે.તેના પ્રેમી ને ત્યાં ઇશાનો આત્મા આવે છે, ત્યારે તેનાં પ્રેમી નું મગજ ઇશાને આ હાલત માં જોઇને કામ કરવાનું બંધ કરે છે, ઈશા તેની સાથે બનેલી ઘટના કહે છે અને કહે છે હું ઇશાનો આત્મા છું. તને વિશ્વાસ ન હોય તો તું મને સ્પર્શી શકે છે.ત્યારે તે રડી પડે છે અને કહે છે કે ઇશા તારા પપ્પા આવ્યા હતા અહિયાં તારી તપાસ માટે અને અહિયાં તને જોશે તો તારા અને મારા માટે સંકટ બની જશે,ત્યારે ઇશાનો આત્મા દિવાલ માંથી પળભર માં અદ્રશ્ય થઇ જાય છે, અને તેનો પ્રેમી શોધતો રહે છે.


   તેના માં બાપ ને તો મન એમ જ છે કે તેમની ઇશા જીવે છે.જ્યારે ઇશાને સફેદ સાડી માં જુવે છે,ત્યારે તેનાં મમ્મી પપ્પા હેબતાઇ જાય છે, તેને ના બોલવાનુ બોલી બેસે છે,ત્યારે ઇશા તેના મમ્મી પપ્પા ને આ વાત કહે છે,અને કહે છે કે તે અમે આપેલા સંસ્કારો નો બહુ સારો બદલો વાળ્યો . તને આ માટે ભણવા મોકલી હતી કે અમારું નામ બોળી શકે તું, ઇશા પોતા‌ની આ વાત કરે છે, પહેલા તમારી પાસે થી હું પૈસા લઈ ગઈ હતી,પણ એનાથી આ લાલચી લોકો નું મન ના ભરાયું તો હવે કાર ની માંગણી કરી અને તમારી હાલત ની વાત કરી,તો તેમને યોજના બનાવી અને મને કુલદેવી ના દર્શન ના નામે મને મોત ને ઘાટ ઉતારી,તે બિચારી બહુ રડી પોતાની જાન ની ભીખ માંગી પણ એ હેવાન કયાં છોડે તેમ ન હતા,તેને સળગાવી મારી.અને લાશ ને જમીન માં દાટી દીધી.અને તેને ચારિત્ર હીન ભાગી ગઇ મારા દિકરાને છોડીને પણ જ્યારે આ હકિકત ની ખબર પડી ત્યારે તે લોકો ના આંસુ ઓ રોકાતા નથી,પણ ખુબ મોડુ થઇ જાય છે ત્યારે તેમને દિકરી ની જીંદગી બગાડ્યાનો પછતાવો થાય છે. પણ હવે શું થઇ શકે, તેમની મૃતદિકરી પરત તો આવવાની નથી . હવે રડી ને શું પહેલા દિકરી ને જોર જબરજસ્તીથી પરણાવી ત્યારે ભાન નહતુ સાલાઓ ને હવે રડે છે. ‌‌‌‌‌‌


   દિકરી ને પોતાની પસંદથી લગ્ન કરાવ્યા હોત તો આપણી દિકરી જીવતી હોત આપણી સામે પણ હવે શું આતો બધું રાંડ્યા પછી નું ડાહાપણ છે.જયારે આ વાત સાંભળે પછી એના મા બાપ પોતાની દિકરી ના હત્યારા પોતાને ઠેરવી ને રડે છે અને માફી માંગે છે, બિચારી ઈશા તો પોતાની જાન થી હાથ ધોઈ બેસી હોય છે.


  તેના હત્યારા ને કેવી રીતે પાઠ ભણાવવો તેમા લાગી જાય છે,તેની યોજના બનાવવા લાગી જાય છે તે મૃતક દિકરી ને ન્યાય અપાવશે તેવું વચન આપે છે, અને ઈશા ને દિલાસો આપે છે, ઇશા નો આત્મા તેના પ્રેમી સામે પ્રગટ થાય છે.ત્યારે બંને યોજના પ્રમાણે કરવામાં આવે છે.


   તેનો પ્રેમી પુરો સાથ સહકાર આપે છે, તે મુજબ ઇશા તેની સાસરી માં પહોંચી જાય છે. તેના પતિ અને સાસુ સસરા ને ડરાવે છે,તેમને હેરાન કરે છે પછી તેની સૌતન ને ડરાવે છે તે બેભાન થઇ જાય છે. તે સાસુ સસરા ને ઘર બહાર લઈ જાય છે, તેમને દોડાવે છે,અને પછી ઇશાનો પ્રેમી સાસુ સસરા ને બાંધી દે છે, પછી ઈશા તેના પતિ અને શૌતન બંને સુતા હોય છે, ત્યારે તે બંને ને ડરાવે છે,હેબતાઈ જાય છે, તે અદ્રશ્ય રુપે હોય છે, માટે કોઇ પાડોશી પણ આ વાત નો વિશ્વાસ નથી કરતા,કે તમારી વહુ ના તો અમે બેસણા માં આવ્યા હતા,તે જીવતી ભુત થાય એવુ અમે કેમ માનીયે,બધા એ લોકો ને માનસિક રોગી ઠેરાવે છે,તો કોઈ પાગલખાને જવા ની રાય આપે છે, તેની સૌતન તેની સામે રડે છે પોતાને છોડી દેવા વિનંતી કરે છે, તેના પતિ નું મન હવે આ નવી પત્ની પણ મોત ને ઘાટ ઉતારવા નો પ્લાન બનાવે છેતાકી દહેજ વધુ મળે બીજા લગ્ન ની યુકિત બનાવે છે, પણ ઈશા તેની સૌતન ને આનો બનાવ નો ભોગ નથી બનવા દેવા માંગતી જે તે પોતે બની હતી,માટે તે તેની પાસે અદ્રશ્ય રુપે ઉભી હોય છે.તેનો પતિ જ્યારે તેની નવી પત્ની ને મારે છે ત્યાં ઈશા તેને ન બોલવા નું બોલે છે,ઈશા એના રાક્ષસ પતિ ને નથી દેખાતી, પછી ઇશા તેની સૌતન આ વાત બતાવે છે,આવી રીતે મારા જેવી કેટલાય બાપ ની દિકરી ખાઇ ગયા,કાલે હું હતી આજે તું છે,કોઇ નવી નો જીવ ન લે માટે તારે આ લોકો સામે લડવું પડશે,હું તારી સાથે છું ,તે સૌતન આ વાત માનવા તૈયાર નથી તો ઇશા નો આત્મા તે જગ્યા એ લઈ જાય છે, જે જગ્યાએ તેનું શબ દાટેલુ હોય છે,ત્યારે તે આ જોઇ ને પોતાના લગ્ન ના લીધેલા આ નિર્ણય પર રડે છે, ઇશા કહે છે, કે હવે તારો પણ વારો છે,એવી પ્લાન બનાવ્યો છે,તું સંભાળી ને રહેજે.

ઈશા ની સૌતન ડરી જાય છે, તે ઈશા ની આત્મા પાસે જીવ બચાવવા રડે છે, આજીજી કરે છે.


  તેનો પતિ તેની નવી પત્ની ની હત્યા ને પણ અંજામ આપવાની તૈયારી કરે છે,તેને પણ એજ મંદિર પાસે લઈ જવા પ્રયત્ન કરે છે, જે મંદિર ની ટોચે થી ઈશા ને મારી નાંખી હતી,પણ ઈશા નો આત્મા સાથેજ હોય છે,તેની સૌતન ને દુધ માં ગોળી નાંખી લઈ જવા માટે પ્રયાસ કરે છે ત્યારે ઈશા એના દુધમાંથી એ ગોળી ની અસર ખતમ કરી નાંખે છે.


  હવે ન્યાય તોલાવાનો સમય છે,કુદરત તો ન્યાય બહુ સાચો હોય છે, તમે જેવું કરો છો તેવું જ ભોગવો છો. આમા પણ આવું જ થાય છે.ત્યારે જેવી તેની સૌતન પર પેટ્રોલ નાંખી સળગાવવા જાય છે, ત્યારે ઈશા નો આત્મા તેજ પેટ્રોલ તે સાસુ સસરા અને પતિ પર નાખી તે લોકો ની સામે પ્રગટ થાય છે ત્યારે તે લોકો ને નવાઈ લાગે છે ઇશાને જોઇ પણ એ લોકો જેવા પાછળ પાછળ જાય છે. ઇશાથી બચવા તો તે ખીણ માં પળી જાય છે.ઇશા નો પતિ તેની નવી પત્ની નું ગળું દબાવવા જાય છે ત્યારે ઇશા તેના પતિ ને ખતમ કરી નાંખે છે ત્યારે તેના આત્મા નો ક્રોધ શાંત પડે છે, તેની સૌતન ઈશા નો આભાર માને છે, અને ગેર વર્તણુક ની માફી માગે છે.

   

   ઈશા નો પ્રેમી ભાવુક થાય છે કારણકે હવે તેની ઈશા આત્મા સ્વરૂપે હતી પણ આજે તેની પ્રેમિકા હવે તેને છોડી કાયમ માટે જવાની છે,ત્યારે ઇશા તેની સૌતન એની બહેન એટલે એની સૌતન નો હાથ તેના પ્રેમી ના હાથે સોપી ચાલી જાય છે. તેના આત્મા ને મુક્તિ મળી જાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama