STORYMIRROR

અશ્ક રેશમિયા

Drama Romance

3  

અશ્ક રેશમિયા

Drama Romance

અધુરા અરમાનો -૭

અધુરા અરમાનો -૭

6 mins
666


અધુરા અરમાનો-૭
"એય, અજય સ્ટાઈલ! જરા સાઈડમાં આવી જાઓ, નહી તો....!"
"નહી તો શું પ્રેમ કરી બેસીશ??" કિંજલ એનું વાક્ય પૂરૂ કરે એ પહેલા વચ્ચે જ ધર્મેશે રમૂજી મણકો મૂક્યો.એ સાંભળીને એના મિત્રો ડરના માર્યા હલી ગયા.ને કેટલાંય દિવસથી ધર્મેશના પ્રેમમાં પાગલ કિંજલ એને "હા" કહેતા જ ધર્મેશને ભેટી પડી.
ધર્મેશના મિત્રોનો ડર પળમાં ઉમંગમાં ઓળઘોળ બની ગયો.
કિંજલ પહેલી જ નજરે ધર્મેશના અજય સ્ટાઈલ વાળની દિવાની બની ગઈ હતી.અને સ્ટાઈલના દિવાનાપણામાં ને દિવાનાપણામાં એ ક્યારે દિલના દરબારમાં ધર્મેશનો રાજ્યાભિષેક કરી બેઠી એ એને ખુદને પણ જાણ રહી નહી.આખરે એ ધર્મેશને પામી જ રહી.
એવામાં એમના મખમલી મુલાયમી પ્રેમની સૌરભ આખા વર્ગમાં,શાળામાં અને ભેગી ગામમાં પણ ફેલાઈ ગઈ! જે લોકોએ આ વાત સાંભળી એમના મનને નફરતની આગ સળગાવા માંડી.આખરે ચોફેર એમના પ્રેમની બદનામીના ફટાકડા ફોડવા માંડ્યા.પ્રણયના દુશ્મનોએ બદનામ કરવામાં કંઈ જ બાકી ન રાખ્યું.
જગતમાં ઘણાંય એવા છે જે પ્રેમની અવિરત પૂજા કર્યા કરે છે.અરે,એ લોકો પ્રેમીઓની સાચી શ્રદ્ધા ભાવે અર્ચના કરતા હોય છે.પ્રેમદિવાનાઓને હેમખેમ મંઝીલ મળી જાય એ જ એમની પ્રાર્થના હોય છે.કિન્તું આવા પ્રણયને સાથ આપતા લોકોનેય જગત છોડતું નથી જ.
આજે દુનિયામાં જેટલા માણસો પ્રેમના પૂજારી છે એનાથી ત્રણેક ઘણાં તો પ્રેમના દુશ્મનો છે!
રસ્તાની ધૂળમાંથીયે દુશ્મનો ઊભા થઈ જતા હોય છે!
બે મળેલા જીવને,એમની ઓળઘોળ લાગણીને,ખુશને જમાનો શીદને જોઈ શકતો નથી?
"દિવાનાઓ તરફ દિવાનગી કોઈ રાખતું નથી,
મિલાપ કાજે કોઈ નહી ને તડપાવવામાં સઘળો સંસાર છે!"
શનિવારનો સમય હતો.શાળાએથી છૂટ્યા બાદ દુશ્મનોની કાતિલ નજરોથી આબાદ બચીને ધર્મેશ અને કિંજલ વીરબાપજીને ડુંગરે પહોંચી ગયા.એમના ગયાની કોઈનેય જાણ નહોતી.ત્યાં સુધી કે ધર્મેશના ભાઈબંધોને પણ નહી.
છતાંય કોઈ તો એવું હતું જે બાજ નજરે એમનો પીછો કરી રહ્યું હતું.
મધ્યાહ્ન બરાબર જામ્યો હતો.આખી ટેકરી પર નરી નીરવતા નાચી રહી હતી.આકરો તાપ તનને તપાવી રહ્યો હતો.ભગવાનના દીદાર કર્યા.ભવોભવ સંગે રહેવાના અફર વચન-વાયદાઓની આપ-લે થઈ.ત્યારબાદ મહોબ્બતની રંગીન મસ્તીભરી વાતે વળગ્યા.ક્યાંય સમ ખાવાનેય પંખી નહોતું તો માણસ તો ક્યાથી નજરે પડે! પરંતું દુશ્મનો બહું ચકોર હોય છે.હંમેશા આપણી જાણ બહાર આપણી સાથે જ હોય છે.
ઘણીવાર વ્યક્તિને ખુદને ખુદની ખબર નથી હોતી કે ક્યાં જવાનું છે અને ક્યારે જવાનું છે. કિન્તું આપણા દુશ્મનોને એની આગોતરી જાણ થઈ જતી હોય છે.
બન્યું પણ એવું કે જ્યારે ધર્મેશ અને કિંજલ પ્રણયપ્રચુર વાતોમાં મશગૂલ બનીને આલિંગનની અફલાતૂન મોજ માણી રહ્યાં હતાં ત્યારે એમની જાણ બસાર જ એમના ઉપર વિડિયો રેકોર્ડીભગ ગોઠવાઈ ચૂક્યું હતું!
પછી તો સબૂત હાથ લાગતાં જ એમની બરબાદી ને બદનામી આમતેમ હડફેટે ચડવા-પીસાવા લાગી.
આ બંને દિવાનાઓને લોકોએ એવા તો ભયંકર રીતે બદનામ કર્યા હતાં કે એમની જગ્યાએ કોઈ કાચા પોચા દિલના માણસને તો હાર્ટએટેક જ આવી જાય!
કિન્તું એક વાસ્તવિકતા એય છે કે વ્યક્તિ ભલે સાવ પોચા હ્રદયનો હોય પરંતું જ્યારે એ પ્રેમના પવિત્ર રંગે રંગાય છે ત્યારે સઘળા સંસારને બાથ ભીડવાની એનામાં નૈતિક તાકાત આવી જાય છે.બીજું કે સત્ય હંમેશા સત્ય જ રહે છે.એ જંગ જીતે છે.છતાંય ઘણા એવા સાચા દિલના પ્રેમીઓ છે કે એ સંસારની બદનામીને પી ને અન્ય જગ્યાએ ચાલી જતાં હોય છે.કિન્તું આ તો ધર્મેશ! એનો પવિત્ર પ્રેમ! પ્રેમની સત્યતાનો પરમ પૂજારી. એ કેમ કરીને આવા કાયર પગલા ભરે! એ નિર્દોષ અને એમનો પ્રેમ પણ નિર્દોષ.
ભલે જગત પ્રેમને ગુનો માનતું હોય પરંતું સાચા મનનો પ્રેમ એક પૂજા છે,યગ્ન છે.જગત જાણે છે કે સાચા પ્રેમીઓ વિકટ પરિસ્થિતિમાંય હસીને જીવતા હોય છે.જીવનના દરેક સિતમોને એ પ્રેમથી સહન કરી લેતા હોય છે.
અચાનક ધર્મેશને એ ગોઝારી બીના સાંભરી અને એનું હૈયું હીબકું ભરી ઊઠ્યું.
હેમખેમ પાર ઊતરેલ પરીક્ષાની ખુશીમાં જેમ સૂરજ અને એના મિત્રોએ મિલનની મહેફિલ માણી એમ સેજલ પણ ભારેખમ લાગેલી પરીક્ષાનો હળવોફૂલ ભાર ખંખેરીને ફૂંદા જેવી હળવીફૂલ બની ગઈ હતી.
હવે એને એક જ ગમ હતો: સૂરજના અસહ્ય વિયોગનો!
પળ પળ સૂરજની યાદ એને ભમરીની માફક કોરી ખાતી.હંમેશ સૂરજના દીદારે મખમલી હરિયાળી પામતી એવી એની આંખો હવે વિયોગે ભડભડ બળવા લાગતી.ઘણીવાર તો પોપચાય ભેગા થવાનું વીસરી જતાં.
જુદાઈમાં જબરો જાદું છે.
વિયોગમાં વૈયાઓ એકમેકની વધારે નજદીકી ભોગવતા હોય છે.જુદાઈમાં માત્ર શરુર જ અળગા હોય છે બાકી હૈયા તો એકમેકના અસ્તિત્વના ઓેળામાં જ રમમાણ હોય છે.
ઉનાળો આગ લઈને અવની પર ઊતરી આવ્યો હતો.ચૈત્રને વેદના આપીને

એના પર વૈશાખ ચડી બેઠો હતો.લાંબા અને ગરમીથી લથબથ દીવસો સારા જગતને અકળાવી રહ્યાં હતાં.સૂર્યના પ્રખર તાપમાં સૃષ્ટિ બળું-બળું થઈ રહી હતી.ચોફેર 'લું' નું સામ્રાજ્ય છવાઈ ચૂક્યું હતું.ઊંચે આકામાં ધૂળની ગરમ ડમરીઓ ઊડી રહી હતી.હજું તો હમણાં જ વૈભવશાળી વસંતમાં વહાલથી મ્હોરેલ કૂમળા બચ્ચા સમાં માસૂમ પાંદડા હવામાં ભડકે સળગી રહ્યાં હતાં.છતાંય પોતાના પરોપકારના ગુણોને ખીલવી રહ્યાં હતાં.આવા ધોમ તાપમાં ગામડાગામમાં કુલર તો ક્યાંથી હોય! તેમ છતાં લોકો દશ-દશ એરકૂલરસમાં ઘટાદાર ઝાડ નીચે આરામની મીઠી સૉડ તાણી રહ્યાં હતાં.

આવી ભીષ્ણ ગરમીમાં ગામડાની એક વાત ખાસ નોંધવા જેવી હોય છે.એ વાત એટલે કે સૂર્યની આગ ઝરતી ગરમીથી ત્રસ્ત જગત જ્યારે છાંયડામાં આરામ ફરમાવી રહ્યું હોય છે ત્યારે પેલાં ભોળા બાળકો !!!! એ બાળકોને ઠંડી શું ને શું ગરમી? એમને તો બસ રમત જ રમવી.બાળકો કશાનીય પરવા કર્યા વિના સવારથી લઈ છેક સાંજ સુધી બાળપણની મસ્ત ધૂનમાં આળોટતા રહેતા હોય છે.એમને તાપ કે તડકાની ખબર ન પડે.એમને તો બસ રમવાની મજા જ પડે.વાડીમાં, ફળિયામાં કે ખેતરોમાં જઈ આમલી-પીપળી કે પછી સંતાકૂકડી રમી આવે.કેટલાંક બાળકો વૃક્ષોના તિતરછાયામાં પણ લખોટીઓ રમતા થાકતા જ નથી.પગમાં ચંપલ ન હોય તોય દોડે! જાણે કે પાણી ભરેલા ખેતરમાં દોડતા ન હોય!
ઉનાળામાં આવા ત્રાસદાયક દિવસો સેજલ અને સૂરજ માટે યુગો સમા બની રહ્યાં હતાં.
સૂરજ હરપળ સેજલના વિરહી ઈંતજારમાં એકલતાના ઉતુંગ મિનારા પર બેસીને પોકે-પોકે રડ્યા કરતો.ક્યારેક ગામમાં આવેલી આવેલી પોતાની માતૃશાળામાં જઈને સંતાકૂકડી રમતા બાળકોને જોઈ બેસી રહેતો તો વળી, ક્યારેક મોડી સાંજ સુધી ઘરની સામે જ આવેલી ટેકરી પર સૂનમૂન બેસી રહેતો.સવારે ઊગતા સૂર્ય સાથે પરોઢની અને સાંજે આથમતા અજવાળા સાથે રાતની શુભ શરૂઆત થતી.
આમ કરતા બેચાર દિવસો વહી ગયા.હવે કેમેય કરીને સૂરજને સેજલનો વિરહ સહન થતો નથી.
"હવે કાલથી સેજલના દીદાર એ જ આપણી પરમ ભક્તિ." મનમાં બબડતા સૂરજે પ્રતિગ્ના લીધી.
બીજા દિવસે આંખ ઊઘાડતાં જ એણે પાલનવાડાની વાટ પકડી.આ સિલસિલો હંમેશની ટેવમાં પરિણમ્યો.
એક દિવસ ભરબપોરે ટેક્સી ન મળવાથી સૂરજ બળતી સડક પર ચૌદ કી.મી પગે ચાલીને પાલનવાડા પહોચ્યો.સવારે નીકળેલો સૂરજ પાંચના સુમારે સેજલ નામની સાજનાની ગલીમાં એવી રીતે વળ્યો જાણે સ્વર્ગમાં પ્રવેશ્યો ન હોય! સેજલના ઘરની નજીક પહોંચતાં જ ઉરનો ઉતુંગ ઊમળકો ઉદાસીમાં ફેરવાયો.એ થંભ્યો.ભેગુ હ્રદય પણ.એણે જોયું તો સેજલના ઘરના દરવાજે જાપાની તાળું લાગેલું હતું.એ સીધો પરબ સુધી પહોચ્યો.ઉદાસી એના આયખાને ઘેરી વળી હતી.બજારમાં ગુજરતી એકેક યુવતીમાં એને સેજલ જ દેખાતી હતી.પરંતું સેજલ હોય તો દેખાય ને! એણે પરબ પર બેઠક જમાવી અને નજરોને સેજલની ગલીની વાટે વળગાડી.પળવારના અસહ્ય ઈંતજાર બાદ સેજલે દેખા દીધી.એ બાઘાની માફક સેજલને તાકી રહ્યો.સૂના ચરણોમાં જોમ ઊભરાયું.દોડીને સેજલને ભેટવા મન આતુર થયું.આંખોમાં હર્ષના આંસું ઊભરાઈ આવ્યા.એ વિના ઢોલે માય ને માય નાચી ઉઠ્યો.
સેજલ સૂરજને જોઈ શકી નહી.એ પણ બેબાક બની ચોફેર સૂરજને ગોતી રહી હતી.એવામાં પવનની લહેરની માફક સેજલની અડોઅડ આવીને ઊભો રહી ગયો.સેજલ શાકભાજી ખરીદવામાં મશગૂલ હતી.એ જ ટાણે બસનું હોર્ન વાગ્યું અને સહસા સેજલે એ તરફ ડોક ફેરવી.જોયું તો મન માણીગર મોરલાની જેમ કળા કરતો ઊભો હતો.એણે આંખો ઉઘાડબંધ કરી.એને ખાતરી થઈ કે હકીકતનો એનો સાહ્યબો છે.એ મનોમન બબડી:'આહ! મારા સૂરજ! સૂરજ તું અત્યારે આટલો મોડો કેમ?ક્યાં ખોવાયો હતો સવારનો? કેમ કંઈ બોલતો નથી? સૂરજ આવ,ભરી લઉં તને મારી સૂની બાહોમાં!' મનમાં આવા અસંખ્ય ખયાલોમાં નાચવા લાગી.જેમ કોઈ કન્યા લગનની પહેલી રાતે પતિદેવને જોઈને સોનેરી શમણાઓમાં ખોવાઈ જાય એમ સેજલ સ્વપ્નાના સોનલવરણા મહેલમાં વિહરવા લાગી.થોડીવાર રહીને જ્યારે એણે સૂરજનો હાથ પકડવા પોતાનો હાથ લંબાવ્યો એ જ વખતે એની મમ્મી સેજલનો હાથ પકડી ચાલતી પકડી.
સેજલના ઉલાળા ઉમળકા રસ્તે રઝળતા થયા.
સૂરજ એને આંખ ભરીને જોઈ રહ્યો.સેજલ આગળ વધતી જાય એમ વારે વારે પાછળ ડોકિયું કરતી જતી હતી.
આંખ સામે સાયબો હતો અને એને મળ્યા વિના જ પાછું ફરવું કેટલી ગોજારી ઘટના કહેવાય.
સેજલ જઈ રહી હતી પરંતું એનું હૈયું જાણે સૂરજના ચરણે મૂકી આવી હતી.
ગલીના વળાંકે વળતાં જ સેજલે છેલ્લીવાર પોતાના પ્રાણપ્રિયને જોવા ડોક ફેરવી.પણ આ શું? પાછળનું દશ્ય જોતાં જ એ તમ્મર ખાઈ ગઈ.મમ્મીનો હાથ છોડાવતાં જ એણે આંધળી દોટ મૂકી.દોડતા પટકાણી.ફરી ઊભી થઈ.સૂરજ ઊભો હતો ત્યાં જઈ જોયું તો સૂરજ ત્યાં નહોતો.એ જે જગ્યાએ ઊભો હતો એ જગ્યાએ લોહીના ડાઘ ચળકતાં હતાં.
ક્રમશ:

સૂરજને એવું તો શું થઈ ગયું કે એ જે જગ્યાએ ઊભો હતો એ જ જગ્યાએ લોહીના ડાઘ જામી ગયા હતાં.
એ જાણવા વાંચો આવતો અંક..!


Rate this content
Log in

Similar gujarati story from Drama