Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

અશ્ક રેશમિયા

Romance Tragedy


3  

અશ્ક રેશમિયા

Romance Tragedy


અધુરા અરમાનો-૫

અધુરા અરમાનો-૫

6 mins 714 6 mins 714

જમ્યો ન જમ્યો ને સૂરજ ઊભો થઈ ગયો.  હંમેશની આદત મુજબ માં-બાપ સંગ થોડીક વાતો કરીને એણે ચોપડી ખોલી, વાંચવા માટે જ. પરંતું આ શું ? ચોપડીમાં નજર નાખતા જ સેજલના દિવ્ય દીદાર ! વાહ રે પ્રણયદેવ,  તારી લીલા વાહ ! પુસ્તકના પાનામાં ને લખાણમાંય એને તો સેજલ દેખાવા માંડી. એ હસીને જાણે કહી રહી હતી કે

'સૂરજ આવ, અને મને તારામાં સમાવી લે. તારી બાહોમાં ભરી લે. ' અને આવા ખુબસૂરત આભાસી ખયાલે એ ચોપડીને ચુંબનોથી નવડાવી મૂકે છે.

બીજા દિવસે સૂરજ શાળામાં સૌથી વહેલા આવી ગયો. રોજ ઝાંઝાવાડાથી વહેલો આવીને પુસ્તકાલયમાં વાંચવા પહોંચી જતો સૂરજ આજે કોઈના અસહ્ય ઈંતજારે ક્યારનોય દરવાજા પર મીટ માંડીને બેબાક ઊભો હતો. એને જોતાં જ બાહોમાં ભરીને હેતથી હરજીવને પૂછ્યું: "ઓહ, ડિયર સૂરજડા ! રાત્રે નીંદ આવી હતી કે દેશવટે મોકલી દીધી હતી ?"

"શું કરૂં યાર! રોજ સમય પર આવી જતી વહાલી ક્યાંય સુધી પાપણેથી દૂર ભાગતી રહી. અને એની જગ્યાએ સેજલના ઓળાઓ રાતભર આંખોને સતાવતા રહ્યાં. જરાક પાંપણ મળે ને સેજલના ખયાલો એને વેગળી કરી જતા. " હસીને સૂરજે વાત કરી.

"સૂરજ ! આ તો શરૂઆત છે. શરૂમાં આવા અનેક ઊભરા આવશે. પછી ધીમે ધીમે શાંત પામશે. " સૂરજના હાથમાં હાથ ભેરવીને વિજયે કહ્યું.

ચારેય મિત્રો પગથિયા પર ઊભડક ઊભા હતાં. એવે વખતે સેજલે દિવ્ય દેખા દીધી ! ને ભાવાવેશમાં તણાઈને સૂરજ સફાળે બે પગથિયા નીચે ઊતરી ગયો. સેજલને ભેટી પડવાને મન લલચાયું. કિન્તું એણે સંયમની લીલી શાલ ઓઢી. ફરી એકવાર બેતાબ બે હૈયાની નજરો એક થઈ. સેજલના ખુબસૂરત ચહેરા પર શરમની શેર ફૂટી. એ શીતળ શેરોએ સૂરજને ભીંજવી ભીનોભઠ્ઠ કરી નાખ્યો. આવા મધુર યોગને દૂરથી માણતા નોટીએ નજીક આવતા શાયરીને શીતળ શાદ આપ્યો:

"તું દિવાનો થયો એમાં વાંક નથી કંઈ તારો,

તુંજ પર સેજલનો ગજબ ઉપકાર થયો છે. "

પ્રેમમાં પડેલી, આશિકીમાં ઓળઘોળ અને લાગણીમાં લથબથ થયેલ વ્યક્તિની જીંદગી જ કંઈ ઑર હોય છે. જગતમાં કંઈ કેટલાય લોકોએ પ્રેમ અને એની મોઘમ અસરો વિશે ઘણુંય લખ્યું છે. પરંતું ભાગ્યે જ કોઈ પ્રેમના સાચા અનુંભવને વર્ણવી શક્યું હશે! કારણ કે પ્રેમની લાગણીને, શીતળ સ્નેહની શ્પર્શને માત્ર અનુભવી જ શકાય છે, મહેસૂસ જ કરી શકાય છે. લખી કે વર્ણવી નથી શકાતી. જ્યાં લખી કે વર્ણવી શકાય એ તો માત્ર એનો આછો અંચળો જ હોય છે. એના ભીતર સુધી પહોંચવું તો એક કઠિન તપસ્યા છે, કઠિન સાધના છે. પ્રેમ એ તો સંસારનું, અરે ઓલ્યા સ્વર્ગનું એવું અમૃત ઝરણું છે કે એ ભાગ્યશાળી આત્માને જ નસીબ થાય છે. પ્રેમને પામવો એ સરળ નથી જ.

આમ કરતા લગભગ સપ્તાહ વીતી ગયું. સૂરજ અને સેજલ પ્રેમના મેઘધનુષી રંગોથી બરાબરના રંગાઈ ચૂક્યા છે. છતાં હજું સુધી રૂબરૂ થઈ શક્યા નથી. સૂરજ હવે વધારે ને વધારે પ્રેમના દરિયામાં ગરકાવ થઈ રહ્યો છે.

એક દિવસ સૂરજ એના ભાઈબંધો સાથે લીમડાના ઘટાદાર ઝાડ નીચે બેઠો હતો એ વેળાએ ધર્મેશે હળવેકથી કહ્યું:"સૂરજ યાર,  એક વાત સાંભળ. આટલા દિવસોથી તું સેજલના ખયાલોમાં ઝુરી રહ્યો છે. અને ભણવામાં પણ બેધ્યાન રહે છે તો પછી સેજલને પ્રપોઝ આપી દે ને!"

"આ પ્રપોઝ વળી કંઈ બલાનું નામ છે ? એ વળી કંઈ રીતે આપવાનો ?મારી પાસે આવું કંઈ છે જ નહી!" થોડું ઉત્સુકતામા અને થોડું અજાણતામાં સૂરજે પૂછ્યું. અને સૌ મિત્રો સૂરજની અગ્નાનતા પર બરાબરના દાંત કાઢ્યા.

"અલ્યા મૂરખા ! આટલો મોટો ઢગા જેવો થયો ને પ્રપોઝ વિશે નથી જાણતો? આજકાલ તો નાના-નાના ટેણીયાઓ પણ એનાથી અજાણ નથી ને તું?" સૂરજને બરાબરો હલાવતા હરજીવને ઉચ્ચાર્યું. ફરી સૌ હસ્યા.

"અરે પણ એમાં આમ હસવાનું ક્યાંથી આવે છે ? નથી તો જાણતો તો નથી જ જાણતો! બોલો હવે શું કરવાનું?"

"કંઈ નહી, ઢાંકણીમાં પાણી લઈ લેવાનું!" સૂરજનો કાન આમળતા પ્રકાશે મણકો મૂક્યો.

સૂરજે પણ રમુજ ઉત્તર વાળ્યો, "આવી નાની સરખી બાબતમાં આવું તે અમથું કરાય યાર!"

"તો સાંભળ. . . પ્રપોઝ એટલે કે તું સેજલને ચાહે છે એ,  તારા હૈયાની ઉછાળા મારતી લાગણીની લથબથ વાત સેજલને કહેવાની અને અંતમાં એનો હાથ ઝાલીને, બહું જ નરમાઈથી, મીઠા પ્રેમથી 'આઈ લવ યું સેજલ!' બસ, આટલું કહેવાનું એટલે પ્રપોઝ!" પ્રેમમાં માહેર ધર્મેશે સૂરજનો ક્લાસ લીધો.

"અરે યાર. . . " કહેતા સૂરજ ઊભો થયો. હાથમાં હતું એ તરણું વિખેરતા આગળ બોલ્યો, "એમાં વળી કહેવાનું શું હોય યાર ! મારી સેજલને ક્યાં ખબર નથી કે હું એને હૈયાના રાજસિંહાસન બિરાજમાન કરી ચૂક્યો છું ! ઉલટાની એણે પણ કેવો પાંપણ પાથરીને મને એના અંતરના આંગણે વાસંતી આવકાર આપ્યો છે ! મારા પર નજર પડતાં જ એ હરીણી કેવી શરમીલી બની જાય છે ! બસ, યારો એ જ તો પ્રેમ છે." કહીને એણે સ્વર્ગસમાં વર્ગ તરફ પ્રયાણ કરવા માંડ્યું. સૌએ એનું અનુંસરણ કર્યું.

પાછળથી સૂરજની પીઠ પર મીઠો ધબ્બો ચોટાડતા હરજીવને કહેવા માંડ્યું:"પણ ભલાઆદમી, એકવાર તું એને પૂછી તો જો. એનું કહેવું છે શું ? એ ભલે તારી સામે જોતી હોય. પ્યારી પાંપણથી ભલે પ્રેમના ગુલામી પૈગામ પાઠવતી હોય પરંતું એકવાર એકરાર કરવો જરૂરી છે. એ હા પાડે એટલે પછી તો જલસો જ જલસો!" સૂરજનો હાથ હાથમાં લેતા વાત આગળ વધારી, "પછી તો સૂર્યા, તમે રોજ મળશો, મીઠી વાતો કરશો, હાથોમાં હાથ લઈને મેળાની મોજ માણશો, ચુંબનો ભરશો ! અરે, મજા પડી જશે મજ્જા! પછી તો સૂરજ યાર, તું અમને પણ ભૂલી જઈશ. રિશેષ પડશે ને સેજલને મળવા તું બેબાકળો બનીને દોડવા માંડશે. "

"અરે પણ યાર.... તમે બધા એ કેમ ભૂલી જાઓ છો કે પ્રેમ એ કરવાની કે કહેવાની ચીજ નથી!" એની આંખ સામે સેજલનો માસૂમ ચહેરો ઉપસી આવ્યો. હવામાં જ ખ્વાબ જોતાં એણે આગળ વધાર્યું, "આ પ્રેમને તો બસ મસ્ત બનીને માત્ર મહેસૂસ જ કરી શકાય છે. પ્રેમ એ દિલની, લાગણીની, ઊર્મિની અને આંખોની મીઠી ભાષા છે. એને તો ફક્ત હૈયું અને આંખો જ વાંચી શકે. અને અમે એકમેકને જોઈએ છીએ ને દિલમાં આનંદની ઊર્મિઓ સાથે મીઠા વસંતસમાં સ્મિત આપીએ છીએ એ અમારા માટે બહું છે.

એકમેક તરફનો પ્રેમનો અહેસાસ જ મિલન-મુલાકાત બરાબર છે. "

"સૂરજ, સેજલ પણ તને મળવા અને હૈયાની ઘેલી વાત કરવા કાજે તડપતી હશે. એ તારી કને આવવા માટે આતુર હશે, પરંતું એ છોકરી છે. અને છોકરી કોઈ દિવસ સામે ચાલીને પ્રેમનો એકરાર કરતી નથી. એનો સ્વભાવ જ એવો હોય છે કે ઉરમાં લાખ કૉડ હોય તો પણ એ શરમથી કશું કહી શકતી નથી. સૂરજ તું એને મળ, એના હૈયાને હળવું કર." અત્યાર સુધી ચૂપ શીવરામે વાત પૂરી કરી.

"શીવરામ, ભલે અમે મળી ન શકીએ, વાતો કરી ન શકીએ કિન્તું અમારા સીનામાં, હોઠો પર તથા નયનોમાં જે લાગણી છે, જે ચાહત છે એ અમારા માટે બરાબર છે. વળી, જેમ દૂર રહીએ એમાં જ મજા છે. જો મળીશું ને વાતો કરીશુ તો સ્નેહમાં સ્વછંદતા પ્રવેશશે. એના કરતાં તો નજીકની દૂરી જ સારી છે.

"યાર સૂરજ,  હવે તને ફાવે એમ જ કર. તારુ મન જેમ તને કહે એમ જ કર. વળી, પેલી કહેવત છે ને કે હાંભળવું સૌનું પણ કરવું તો મમનું જ. નિર્ણય તારે લેવાનો છે. જીંદગી તારી છે. સવાલ પ્રેમનો છે એટલે વિચારીને આગળ વધ. " ધર્મેશે આટલું કહ્યું અને બેલ વાગ્યો.

દિવસ કરતા દિવસ અને મહિનો ક્યારે વીતી ગયો એની ખબર જ રહી નહી!

પ્રેમની સફર બહું જ તેજ હોય છે.

સઘળું હેમખેમ ચાલતું હતું ને એક દિ' અચાનક વિદાય વિકરાળ બનીને આવી પહોચ્યો. ખુશિયોથી છલકતાં, આનંદથી ઊછળતાં અને પતંગિયાની માફક ઊડતા હૈયાઓ પર ઉદાસીના હિમાલય ઊગી ગયા. પરંતું કરવું જ શું ?

વિદાય એ તો પ્રકૃત્તિનો અફર નિયમ છે. સૃષ્ટિનો સ્વભાવ છે. પ્રકૃત્તિના દરેકે દરેક તત્વોએ સઘળા સંબંધો છોડીને એક દિવસ તો વિખૂટા થવું જ પડે છે. કોઈ વસ્તું કે પરિસ્થિતિ કાયમ માટે ક્યાંય ટકતી નથી. વિદાયની ઘટના પ્રસંગોપાત છે. એક સત્ય ઘટના છે. છતાંય એનો પ્રભાવ તો જુઓ! એની અસર કેવી! લાગણીના લથબથ સંબંધો બંધાયા પછી જ્યારે વિદાય થવાની પળ આવે છે ત્યારે ભલભલાના હાંઝા ગગડી જાય છે, અસ્તિત્વના કાંગરા ખરવા લાગે છે. પાષાણસમાં હૈયાઓ પણ ખળભળી ઉઠે છે.  જાણે ભૂપ્રપાત થયો ન હોય !

એક ક્ષણના પણ લાગણીભર્યા સંબંધોમાં ગજબની તાકાત હોય છે.

લાગણીના એ સંબંધો અને પ્રભાવ છોડીને આખરે વિદાય તો થવું જ પડતું હોય છે.

વિદાય એ કપટી ઘટના નથી શું ? આ ઘટનાનો ભોગ સઘળો સંસાર શાને બનતો હોય છે! પણ કોની વિદાય? સેજલની? સૂરજની? કે પછી અન્ય કોઈની?

વાંચો આગળના રોમેંટીક પ્રકરણમાં. . . . !

ક્રમશ:


Rate this content
Log in

More gujarati story from અશ્ક રેશમિયા

Similar gujarati story from Romance