અશ્ક રેશમિયા

Romance Others

5.0  

અશ્ક રેશમિયા

Romance Others

અધુરા અરમાનો-૨૮

અધુરા અરમાનો-૨૮

5 mins
413


સેજલ સૂરજને એવી રીતે બાથમાં ભરીને બેઠી હતી, જાણે એ હવે સૂરજને ક્યાંય જવા દેવા  જ નહોતી માગતી. ક્ષણના વિલંબ બાદ શિલ્પાબેને ઉમળકાભેર સેજલના માથે હાથ ફેરવ્યો. સૂરજના ગાલોને પંપાળ્યા. વહાલી દીકરીને છાતીએ છૂપાવીને બોલ્યા: "દીકરી સેજલ ! અબઘડીધી તારો આ સૂરજ હંમેશ તારી નજરે જ રહેંશે. તારી મધુર જીંદગીમાં ચાંદ-સિતારા બનીને જગમગાટ કરતો રહેંશે. હું એક મા તને- મારી દીકરીને તારા આશિકને ઘેર વળાવી આપું છું. શાયદ, આ પ્રથમ ઘટના હશે કે એક જનની એની સગી દીકરીને એના પ્રેમીને સંગ ખુશી ખુશી વળાવે છે."

મમ્મીના મોઢે પહેલીવાર આવું સાંભળીને એ દડાની માફક ઉછળવા માંડી. એની જાનમાં જાન આવી ગઈ. પ્રિય પાત્રને પામવાની કેટલી ઘેલછા ! કિન્તું સૂરજના ચહેરા પર કોઈ જ ભાવ ન જોઈને સેજલ થડકાઈ. એ બાઘાની માફક શિલ્પાબેનના મમતાભર્યા વદનને તાકી રહ્યો. એવામાં ફરી સેજલનો ફોન વાગ્યો. એણે નંબર ઓળખ્યો. કમને ઉઠાવ્યો.


"હેલ્લો કોણ બોલો છો ?" સેજલે સવાલ કર્યો.

"કોણ છું, એ જાણ્યા પહેલા એ બતાવ કે મારો સૂરજ ક્યાં છે ?" જાણે સૂરજ પર એક પોતાનો જ અધિકાર છે એમ અવળચંડાઈ ભર્યા અવાજે સામેવાળી યુવતીએ સવાલ છોડ્યો.

 "મારી જોડે મારી પ્યારી બાહોમાં, મારી આંખ સામે ઝૂમી રહ્યો છે."

"મારો પતિ, મારી જાન, મારો સૂરજ તારી બાહોમાં ? અશક્ય ! મારો સૂરજ આવ કરી ન શકે ! કેવી રીતે આવું કરી શકે ? એને કહે કે તારી પ્રિય પત્નિ શિવન્યાનો ફોન છે." 

સેજલ ઊભી થઈ. સુરજ સામે જોઈને કહેવા માંડી; "અરે ઓ પતિવાળી ! તારું ફરી તું નથી ગયું ને ! કોણ બોલે છે એ કહે એટલે તને તારા પતિને તારું બધું યાદ દેવડાવી દઉં, સમજી !"

"અરે ડિયર સેજલ ! આમ ભડકાવવાની કોઈ જરૂર નથી. ધીરજ ધર. શાંતિ રાખ બકા. આપણે એકમેકની સૌતન થઈએ છીએ."

"રહેવા દે, રહેવા દે. હું તને ઓળખું છું સૌતનવાળી ! શું હાલી નીકળી છે ? ફોન મૂકી દે ને બીજી વખત આવી ગુસ્તાખી કરવાની કોશિશ કરતી નહિ, નહિતર તારે ઘેર આવીને કાસળ કાઢી નાખતા વાર નહીં થાય મારાથી !" સેજલની ઉગ્રતાથી અચકાઈને એણે ફોન મૂકી દીધો.


ને એ જ ઘડીએ ભયંકર યુદ્ધ શબ્દોના સમરાંગણમાં સમેટાઈ ગયું. સૂરજ, અંજલી અને શિલ્પાબેન વિફરેલી વાઘણ જેવી સેજલને તાકી રહ્યા. અને શિવન્યા સૂરજને આપેલી ધમકી મુજબ એનું કશું જ નહીં બગાડી શકવા બદલ ભયંકર અફસોસમાં ઊતરી. સાથે જ મનમાં બબડી: 'વાહ! સૂરજ, વાહ ! ધન્ય છે તારી સેજલને કે એ તારા પર જરાય વહેમાઈ નહીં ! ને તને પણ બેહદ ધન્ય છે કે તું તારી જ સેજલને આટલો ભરપૂર ભરોસાપાત્ર પ્રેમ આપી શક્યો. અફસોસ કે મને તારો પ્રેમ નસીબ ના થયો.'


શિલ્પાબેન સૂરજ પાસે આવ્યા. એના માથા પર હેતાળ હાથ ફેરવ્યો. કહ્યું: "બેટા સૂરજ! આટલા સૂનમૂન કેમ છો ? જરા હોઠ મલાકાવો. હસીન જીંદગી આપની રાહ તાકી રહી છે. ઊભા થાઓ અને સેજલને વરો !"

સૂરજ બિચારો શું બોલે ? એ તો વહાલના વંટોળ અને પરિવારરૂપી ભયંકર આંધીઓ વચ્ચે સપડાઈ રહ્યો હતો. સૂરજ પાસે એકવાર એણે ચાહેલું એનું સઘળું હતું. છતાંય એ લાચાર હતો. એ કંઈ વિચારે એ પહેલા જ શિલ્પાબેન દ્વારા એના હાથમાં સેજલનો હાથ મૂકાયો. 


એક તરફ કુંટુંબ પરિવાર બીજી પા પ્રેમ, સેજલ. એક બાજું રળિયામણો પરિવાર પંથ જ્યારે બીજી બાજું પ્રેમની મંઝીલ તણો સુંવાળો છતાં કંટકોથી, સમાજના કલંકથી ખદબદાયેલ સેજલને પામવાનો પંથ. એક મારગે કંઈક ગુમાવ્યાના દર્દ સાથેની મેળવેલી ઉદાસ જહોજલાલી; બીજી બાજુ પ્રેમના પુષ્પોથી મઘમઘતો છતાંય બેઈજ્જતીનો કાળો માર્ગ ! ક્યો માર્ગ પસંદ કરવો ? ક્યાં મારગે જીવનપથની સફર ખેડવી ! એ ખયાલે સૂરજ ચકરાવે ચડ્યો. જેના વિના હૈયું ધબકારો ચૂકવા લાગતું હતું એ જ જણને પામવા જતાં હવે હૈયું ફરી ધબકાર ભૂલવા મથતું હતું. ચોફેરથી ઘેરાયેલું ઓશિયાળું દિલ કહેવા લાગ્યું; "સૂરજ ! હવે વિચાર શાનો કરે છે ? મંઝીલ તારા હાથમાં છે. સમય તારી બાથમાં છે. તારા ગ્રહો હવે તેજ છે. ઉદાસી છોડ અને અપનાવી લે મંઝીલ!" 


એવામાં સેજલે એનો હાથ ઝાલીને ઊભો કર્યો. એ આંખો ચોળવા લાગ્યો. 

"સૂરજ ! આજની આ ઘડીથી મારી અમાનત, મારા વરસોના વહાલનું વાવેતર, મારી જીગરજાન ફૂલ-સી દીકરીને તમારા હવાલે કરું છું. એનો હાથ, એની જીંદગી તમારી હતી ને તમને સોંપું છું. અને એ પણ આનંદમંગળભે ર! જાઓ, અને 'કોર્ટમેરેજ' કરી લો ! તમને બંનેને ભેગા થઈને જીવતા હવે દુનિયાની કોઈ તાકાત નહીં રોકી શકે. મારી દુઆઓ, મારા અરમાનો, મારી મમતા તમારી સાથે છે."


ને પછી બે જવાન દીલને દોડવું હતું ને ઢાળ મળ્યો. બંને હૈયા મ્હોરી ઉઠ્યા. પળવારમા જે હતી એ વિમાસણને પણ સૂરજ વિસરી ગયો. એ ખુશીના અશ્વોએ આરૂઢ થયો. ભલે લગ્ન કરવાની ના પાડતો હતો પણ અંતરના ઉંડાણમાં તો એ પણ એ જ ચાહતો હતો. સેજલને પામવામાં જ જીવનની સાર્થકતા માનતો હતો. બંને લાગણીવશ થઈ, પ્યારમાં ઓળઘોળ બની, એકમેકને ભીના-ભીના આલિંગન આપી બેઠા. અંજલી અને શિલ્પાબેન બંનેએ પ્રેમીપંખીડા, ભાવિ પતિ-પત્નિ પર પ્રેમમિલનની મંઝીલના ગુલાબી કુસુમો વેરવા માંડ્યા.


"મળ્યો છે અવસર તો જીંદગીને દીપાવજો સનમ;

બે-દર્દ જમાનાના ભયથી પ્રિતદોરને ન તોડજો સનમ !"


જેમ નદી પર્વતને છોડીને સાગરને ભેટવા આથડતી- પછડાતી ઉછળકૂદ કરતી દોડી જાય એમ સેજલ એના મનના મોહક માણીગરને પરણવા આભને આંબતી ઉછાળા ભરવા લાગી. હીવડાના હાર સમાં સાહ્યબાની ભુજાઓમાં સમાઈ જવા એ કોડીલી કન્યા સોળેશણગાર સજીને થઈ ગઈ તૈયાર. જેમ વરસાદના સ્પર્શથી અવની લીલીછમ્મ થઈ સ્પંદી ઊઠે છે એમ સેજલના અંતરના અણુંએ અણું મ્હોરી ઉઠ્યા. તરત જ તીતલીની પાંખે આભને આંબી ગઈ. અઠવાડિયાથી વિરહવેદનાની આગઝરતી આગમાં શેકાઈને દુબળી પડી ગયેલી એ હરણીની માફક ઉછળવા લાગી. ઢેલડીની જેમ નાચીને સૂરજના મીઠા ઓવારણા લેવા લાગી. 


કેવો અદભૂત પ્રેમ ! ને કેવી પ્યારની મંઝીલની મીઠી આહ્લાદકતા ! પ્રિય પાત્રને હંમેશને માટે પામવાની કેટલી તાલાવેલી ! કેવો અમૂલ્ય અને અમર પ્રેમ ! કેવો વિરહ ! કેવી જીંદગી ને કેવા અરમાનો ! કેવી સુંદર રસમો ને કસમો ! આ સઘળા વૃતાંતની વચ્ચે સૂરજની વિવશતા એને ક્યાં લઈ જાય છે એ તો વિધિને જ ખબર. વિવશતા! મજબૂરી ! વિવશતા અને મજબૂરી એ માણસની ખતરનાક દુશ્મન છે. ગમે તેવા વજ્રહ્યદયી માણસને પણ એ રાતાપાણીએ રડાવવા મજબૂર કરે છે. અને એ જ મજબૂરીને વિવશતા સૂરજની જીંદગીને ડાકણ બનીને ફોલી ખાતી હતી.


સેજલે સૂરજ તરફે હસ્ત ફેલાવ્યો. કિન્તું બદનામી અને બરબાદીની વ્યાધિઓથી સૂરજના બેય હાથ જાણે કે ભારેખમ થઈ ગયા હતાં. સેજલે બંને હાથે સૂરજનો હાથ ઝાલ્યો. એ ભાવવિભોર બની ઊઠ્યો. જન્નતની હુર સમી ભાસતી સેજલને પ્રણયાતુર બનીને તાકી રહ્યો. ઘડિયાળમાં નવના ટકોરા પડ્યા. એ બંને ચાલી નીકળ્યા. પળભર માટે સૂરજ સઘળું ભૂલી ગયો. ઘર, પરિવાર, આબરૂ બધું જ ! અતીત ને ભાવિ પણ. માત્ર વર્તમાનની વહાલી પળોની મઝા લૂંટવામાં મશગૂલ ! ને એ જ પળે એક જનનીના હૈયે અજંપો ઉમટ્યો. 


શિલ્પાબેનના સીનામાં હોળી હાંફવા માંડી. તેમ છતાં હોઠ પર દીવાળી લાવીને નવદંપતી બનવા જઈ રહેલા સૂરજ અને સેજલને ઝીણી નજરે દિવ્યાશિષ આપતા રહ્યાં. એ બંને ગલીના નાકા સુધી દેખાતા બંધ થયા કે એ ઢગલો થઈ ઢળી પડ્યા. જાણે કે હ્દયરોગનો હુમલો થયો ન હોય !

સૂરજ અને સેજલે સંસાર રથ પર સવાર થવાના શ્રીગણેશ કર્યા.


 ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Romance