End of Summer Sale for children. Apply code SUMM100 at checkout!
End of Summer Sale for children. Apply code SUMM100 at checkout!

અશ્ક રેશમિયા

Drama Romance


3  

અશ્ક રેશમિયા

Drama Romance


અધુરા અરમાનો-૧૭

અધુરા અરમાનો-૧૭

6 mins 367 6 mins 367

   

    સંસારમાં સાર પણ છે અને એ અસાર પણ છે. માણસની જીવવાની શૈલી પર સઘળો આધાર રહેલો છે. એક જ વસ્તુમાં જે એક વ્યક્તિને પરમ સુખશાંતિનો અહેસાસ થાય છે તો વળી એ જ વસ્તુમાં બીજી વ્યક્તિ દુ:ખથી દુભાય છે. પરંતું એક ઉપાય એ છે કે માણસ જો માણસ થઈ જાય તો સંસારમાંથી દુ:ખોને દેશવટો થઈ જાય. વ્યક્તિ અન્ય સામે આંગળી ચીંધવાને બદલે પોતાનામાં રમમાણ થઈ જાય તો પણ કેટલીક ઉપાધિઓથી બચી શકાય છે.

   રજનીનું સામ્રાજ્ય ધીમે ધીમે અવની પર વ્યાપતું જતું હતું. ધરતી આ કાળરાત્રિથી બચવા સારું રવિને પકડવા માટે પૂર્વ દિશા ભણી પૂરપાટે દોડી જતી હતી. એવી આછી અંધારી પળોમાં સેજલને લાગી રહ્યું હતું કે સૂરજને સમજાવવાના સર્વ પાસા અવળા પડી રહ્યાં છે, છતાંય એણે એ રમત ચાલું જ રાખી.

   "સૂરજ!" મધ જેવી મીઠાશથી એણે સ્મિત વેર્યું. કહ્યું,"સૂરજ! તું સાથે હોય ને તો જીંદગીના દરેક દુ:ખોને સહેવા હું તૈયાર છું. ભલે, તારી સાથે મોતને વહાલું કરવું પડેે તોય હું તારા ખોળામાં હસતા-હસતા પ્રાણ પાથરી દઈશ. સુખમાં કે દુ:ખમાં બસ, એક તારી સંગે જ મારે આ હસીન જીંદગી જીવવી છે. બસ, એક મારા સૂરજના સથવારે જ."

   "સેજલડી, મારી પણ એ જ ખ્વાહિશ હતી. એ એક  અરમાન હતું કે તારા સંગે જ ભવ પૂરો કરું, પરંતું......!"

   "તો પછી આવી પાછી પાની શાને કરે છે?"


   "સાંભળ, સેજલ! તારી સાથે જ- હા, મારી સેજલ સાથે જ (એણે સેજલને બાહોમાં બરાબરની જકડી લીધી!) લગ્ન કરીને ખુશિયોથી ઝગમગતો સોનેરી સંસાર માણવો'તો. તારા સથવારે જ આ ભવ, અરે ભવોભવ પાર ઊતરવું હતું. જીવનની અંતિમ ક્ષણોમાં તારા ફૂલોની ખાણ સમાં પાલવમાં માથું નાખીને આરામથી મીઠી નીંદ માણવી'તી. એવી નીંદ કે જેની કોઈ સવાર જ ન ઊઘડે. પરંતું કદાચ મારા આ સઘળા અરમાનો અધુરા રહેવા જ સર્જાયા હશે! એટલે જ તો તને આપેલું લગ્ન કરવાનું વચન પાળવામાં આટલા અંતરાયો આવીને ઊભા રહી ગયા છે."

   "તો શું તારે તારા અખંડ અરમાનોની હોળી કરવી છે? શું તું મને આપેલું વચન નહી જ પાળે?" ગળગળા સાદે સેજલથી કહેવાઈ ગયું.

    સૂરજ:"સપનાઓને, અરમાનોને ભવ્યાતિભવ્ય રીતે સાકાર કરવા છે. વચન પણ પાળવું છે. પરંતું...???"

     સેજલ:"પરંતું શું? લાવને આ પરંતું ને જ લીલે લાકડે દઈ દઉં!"


  સૂરજ:"પરંતું અધુરા રહેવા સર્જાયેલા મારા હૈયાના અરમાનો સામે હિમાલય જેવી મજબૂરી ઊભી છે, મજબૂરી!!!"

    સેજલ:"અરે, 'પરંતું' માંથી પાછી મજબૂરી લાવી!!! અરે, યાર તું તો ધગધગતો યૌવન છે, ને મજબૂરીને હવાલે થાય છે? કંઈક શરમ કર ને, યાર. એવી તો વળી શી મજબૂરી છે કે તે જ ચણેલા પ્રીતના ઉતુંગ મિનારાના મજબૂત કાંગરા આમ ખેરવી રહ્યો છે! પ્રેમ, પ્રેમલગ્ન અને વળી પાછી મજબૂરી? આ હરગિજ નહી ચાલે."

   સેજલને ઠંડી પાડતા સૂરજે આગળ કહેવા માંડ્યું:"સેજલ, અત્યારે લગ્નની ઘેલછામાં તારી અક્કલ છાપરે ચડી ગઈ હોય એમ લાગે છે. તારી આ અક્કલને હેઠે ઉતાર નહી તો એ ગબડશે તો તને ભોય ભેંગી કરી દેશે."

    "મારું જે થવાનું હોય એ ભલે થાય કિન્તું તારે લગ્ન નહોતા જ કરવા તો મને પ્રેમના કાચા તાંતણે શા માટે બાંધી હતી!" સૂરજના હાથની બાયો ચડાવતી બોલી ગઈ. જાણે એને ઠંડા પાણીએ ચડાવતી ન હોય! પરંતું હકીકતને જાણી ગયેલ સૂરજ આ સવાલના ઉત્તરમાં અનુત્તર જ રહ્યો.

   સૂર્ય ક્યારનોય ઘેર પહોંચી ગયો હતો. ભોળાનાથની આરતી પૂર્ણ થઈ ચૂકી હતી. સૂર્યને બાહુંમાં ભરીને અવનીએ એના પર પ્રભુત્વ જમાવવા માંડ્યું હતું. મંદિરની સામે જ આવેલ રીક્ષા સ્ટેન્ડ ખાલી થઈ ચૂક્યું હતું. પરબની સામે જ ઊભેલી પાણીપૂરીની લારી પર અવનવા રંગીન યૌવનની અલ્લડ ભીડ જામી હતી.


    ઘડીક પહેલા લોકોથી ઊભરાતા રસ્તાઓ હવે સૂમસામ પડ્યા હતાં. આખી દુનિયા ઘેર જવાની તાલાવેલીમાં હતી જ્યારે એ બંને હજુંય ત્યાં જ બેઠા હતાં, જાણે આ મંદિર જ એમનું ઘર ન હોય! 

    લગ્ન નામનો રાક્ષસ વિકરાળ મોં ફાડીને જાણે બે જીંદગીનો કોળિયો કરવા તત્પર હતો.

     સૂરજ અને સેજલ એકટસ બનીને દરવાજા ભણી મીટ માંડીને બેઠા હતાં. બંનેના મનમાં એક જ ખયાલ હતો કે માંડ એક માણસ નીકળી શકે એવા દરવાજામાંથી એ બંને એકસાથે કેવી રીતે નીકળશે? એવામાં જ જય અને વિજયે દેખા દીધી.

   "ઓહ! માય ડિયર સૂરજ! કેમ છે તું ? અરે, શું વાત છે સેજલ! તમે પણ સાથે જ છો! લાગે છે તમે ભવોભવ ભેગા રહેવા જ સર્જાયા છો." સૂરજથી હાથ મિલાવીને, "આજે કંઈક નવું લાગે છે યાર. ભગવાનના દર્શને આવ્યા હતાં કે શું?" એકસામટા અનેક સવાલો પૂછતા એમણે જગ્યા લીધી.

સૂરજ વિજયના સવાલના જવાબમાં ચૂપ રહ્યો.


    એણે વાત ફેરવતા કહેવા માંડ્યું:"વિજય, આપણે બહું દિવસે મળ્યા નહી?" એણે ચહેરા પર બનાવટી હાસ્ય ઓઢ્યું.

  વિજય:"હા, યાર સૂરજ! તું ક્યાં ખોવાઈ ગયો છે તે મળતો જ નથી?"

   જવાબમાં સૂરજે માત્ર આંખ ફરકાવી. એકાદ બે વાર પટપટાવી જાણી.

    "અરે, સેજલજી! તમે કેમ કશું બોલતા નથી? શરમ આવે છે કે શું? યા પછી સૂરજે મના ફરમાવી છે?" એકતરફ શાંત ઊભેલી સેજલ સામું જોઈને જયે સવાલ કર્યો.

     "બસ, ભાઈ અમસ્તા જ. હું તમારું મિલન જોઉં છું ને વાતો સાંભળું છું."

   આગળ કંઈ વાત ચાલે એ પહેલાં સેજલે ચર્ચાનો મુદો ઉપાડ્યો:"ચલો મિત્રો, આજે આપ અચાનક જ મળી ગયા છો તો વેવેઈટ હોટલે જમી આવીએ. મારા તરફથી આપને એક પાર્ટી થઈ જાય."

    "પાર્ટી કરવા જઈશું તો રસ્તામાં જ રાતવાસો કરવો પડશે!"

   સેજલ:"અરે યાર જય, વ્યર્થ ચિંતા શું કામ કરે છે? હું છુ ને! મારા ઘેર આવી જજો."

   "ના હો, આજે તો નહી જ. ફરી ક્યારેક." કહીને વિજયે પગ ઉપાડ્યા.

   "સૂરજ, તારે અહી જ રોકાવાનું છે કે ?" 

જયના સવાલનો સૂરજે મૂક ઉત્તર વાળ્યો.

જય-વિજય રવાના થયા.


    "ઘોર અંધારું થવા આવ્યું છે. ઘેર સૌ તારી રાહ જોતા હશે." સૂરજ બોલ્યો.

    "અરે, તારે મારી કોઈ જ ચિંતા કરવાની જરુર નથી. હું હવે તને નથી છોડવાની. તારા મોઢે હા સાંભળ્યા વિના જવાની જ નથી."

"તો પછી રાત પણ અહી જ ગુજારીશ કે!" સૂરજે માદક રમૂજ કરી.

"રાત તો શું પરંતું આખી જીંદગી ગમે ત્યા ગુજારવા તૈયાર છું. બસ તારો સંગીન સાથ હોવો જોઈએ! સમજ્યો!"

"સેજલ માય જાન........ તું...!"

"અરે, રહેવા દે જાન વાળા!" તારામાં લગ્ન કરવાની નૈતિક હિંમત નથી ને વળી જાન કહે છે! આવ્યો મોટો આશિક! હા, આશિકથી યાદ આવ્યું, 'તું આશિક નહી, ઓશિયાળો છે ઓશિયાળો! એ પણ તારા પરિવારનો!"

"હા, ભાઈ તું જે સમજે એ બસ! તેમ છતાંય સાંભળ:"તું સમજ. હું તારો જ છું. અને તારો જ રહીશ. જીંદગીભર તારા સાનિધ્યમાં જ રહીશ. તને જ્યારે પણ મારી જરૂર પડે ને ત્યારે સાદ દેજે. હું ખડેપગે તારી સેવામાં હાજરાહજુર રહીશ. જીંદગના દરેક દુ:ખોમાં તને પૂરતો સાથ આપીશ. કિન્તું મારી આશકા તરીકે તને એક જ અખંડ વિનંતિ છે કે તું મારી સાથે માંડવો રોપવાના વ્યર્થ વિચારો માંડી વાળ. હું કોઈપણ સંજોગોમાં તારી સંગ નહી પરણી શકું! તું તારા સમાજમાં કોઈ સારા યુવાન જોડે મંગળફેરા ફરી લે."

એ બોલતો હતો ને એની આંખો ઝરતી હતી. નમણા આંસું લૂછીને એણે વાત વધારી:"સેજલ, તું સારી જગ્યાએ ગોઠવાઈ જાય એ જ મારી ઉમ્મીદ-અરમાન છે. આપણો લવ એવો જ રહેશે. જીવનની હર તડકીછાંયડીમાં આપણે મળતા રહીશું, પ્રેમી-પ્રેમિકા તરીકે, પતિ પત્ની તરીકે હરગિજ નહી જ. અને આજે તને આખરી વચન આપું છું કે જયાં સુધી જીવીશ તારી, હાં મારી સેજલ કાજે જ જીવીશ. તને મારી માનીને જ જીવીશ. તારા વિના તારી મીઠી રંગીન યાદો સાથે લગ્ન કરીને હું હેપ્પી રહીશ. કિન્તું અન્ય સંગે લગ્ન નહી જ કરું. આ મારુ તને પાક્કું વચન છે. જીવનમાં એક વચન તો નિભાવી નથી શકતો પરંતું આ છેલ્લું વચન તો મરવાની હદ તક નિભાવીને જ રહીશ."


સૂરજ અસ્ખલિતપણે બોલ્યે જાય છે અને સેજલનો કળીએ કળીએ જીવ કપાતો જાય છે. એ ગભરુ બનીને સૂરજને તાકી જ રહી.

બેબાક બનેલી સેજલને સૂરજે ઊભી કરી. હેમખેમ એના ઘેર સુધી મૂકી દેવા તત્પર બન્યો.

સૂરજના ખભાના સહારે હળવે હળવ ડગ માંડતી સેજલે સંભળાવ્યું:"સૂરજ! જીંદગી તો તારા વિયોગે વિતાવી લઈશ, પાગલ થઈ જઈશ. પરંતું હુંય તારા સિવાય અન્ય સંગે તો નહી જ વરું!" 

દરમિયાન સેજલનું ઘર આવી પહોચ્યું. દરવાજા પર જ છોડીને સૂરજ ચાલી નીકળ્યો. સેજલ એકટસ એને તાકતી ઊભી રહી. પ્રેમ કરીને નોંધારી મેલીને જતાં આશિકને એ જોઈ રહી. જેવો સૂરજ ગલીના નાકે દેખાતો બંધ થયો એવી જ એ ગભરામણથી બૂમ પાડી ઊઠી: સૂરજ........!!!!' અને એ ઢગલો વળી ગઈ.

"મને નોંધારી મેલીને 

  મારા વાલમાં, તું મત જા;

ખોળિયું તડપશે મૃત્યું પછીયે વાલમાં તુ આવી જા."


સૂરજ પાછો વળે છે 

કે

આગળ વધી જાય છે ?

જાણવા વાંચો આવતો અંક...! 

                 ક્રમશ:Rate this content
Log in

More gujarati story from અશ્ક રેશમિયા

Similar gujarati story from Drama