અશ્ક રેશમિયા

Romance Others

3  

અશ્ક રેશમિયા

Romance Others

અધુરા અરમાનો-૧૬

અધુરા અરમાનો-૧૬

6 mins
434


"સૂરજ, મારા મીત ! મારા માનીતા સાહ્યબા ! ફરીવાર કહું છું કે આપણે લગ્ન કરી લેવાનો સમય પાકીને ગીલોગટ્ટ થઈ ગયો છે. એ સડી જાય એ પહેલા આપણે હવે માંડવે ચડવું જ રહ્યું. આપણને નવવરવધુના સ્વરૂપમાં જોવા માટે સમય દિલના દરવાજે દસ્તક દઈને નતમસ્તકે ઊભો છે. ક્યાં સુધી આપણે આ રીતે છુપાઈ-છુપાઈને મળતા રહીશું ? ને નાહક લોકોની બૂરી નજરે ચડતા રહીશું ! સૂરજ, તું મને સાંભળે છે ને ?" ઊઘાડી આંખે અકલ્પનીય ખ્વાબ સજાવતા સેજલ બોલી.

"બધું જ સાંભળું છું, હેયે ઊતારું છું ને સમજુંય છું. કંઈ નાનો કીકલો નથી."

"તો પછી વિચાર શાનો કરે છે ?"

"વિચારું છું કે આપણા લગ્ન ?"

"હા, હા! આગળ બોલને ! હૈયામાં જે ગડમથલ ઘુંટાતી હોય એને ઠાલવી નાખ. જેથી કંઈક નીચોડ આવે."

"સેજલ ! માત્ર એક જ વિચાર આપણા અડીખમ પ્રેમની બુલેટપ્રુફ દીવાલને ઊધઈની માફક ખાઈ રહ્યો છે. માત્ર ને માત્ર એક જ સવાલ, એક જ ખયાલ "

"અરે, તો પછી ઝટ એને મારી સમક્ષ રજું કર. સાલાને ઊભો ને ઊભો જ ચીરી નાખું !"

"તો સાંભળ સેજલ, તું ગર્ભશ્રીમંત ઘરની ગર્ભશ્રીમંત અને ગર્ભસ્વરૂપવાન છોકરી. ને હું ? હું ગરીબ પદદલિત પરિવારનો છોકરો ! હું કંઈ રીતે તારી તોલે આવી શકું ? કેવી રીતે આપણા લગ્ન સફળ થશે ? અને વળી, આપણો આ બેદર્દ જમાનો, સમાજ ? શું સમાજ આપણને સુખેથી જીવવા દેશે ? આ સમાજ શું આપણા આંતરજ્ઞાતિય લગ્નન સ્વિકારી શકશે ?"

"તને આ શુભ સમયે આવા અશુભ વિચારો કેમ આવે છે ?"


"ડિયર જાન સેજલ, હું સાચું જ કહું છું, બિલકુલ સાચું ! આ બેખોફ જમાનો હંમેશા પ્રેમીઓના જખ્મ પર મલમને બદલે નમક જ લગાવતો આવ્યો છે."

"સૂરજ ! તું દુનિયાથી અને સમાજથી શું કામ ડરે છે ? હવે તો સરકાર પણ આંતરજ્ઞાતિય લગ્નને સ્વિકારે છે. સરકાર આગળ સમાજનું કંઈ જ નહી ચાલે. સૂરજ ! તુ જગતની બદનામીથી ડરતો હોય તો એ બરબાદી અને બદનામીને મારા પર છોડી દે. હું બધું જ હેમખેમ પાર ઉતારીશ."

"બકા, સેજલ ! તું હજું નાદાન છે. જગતની તને ખબર નથી. અરે, આ સમાજ આગળ, આ લોકો આગળ તો સરકાર નામના વટવૃક્ષનું પાંદડુંયે નથી હાલતું. સરકાર તો ક્યાંય કોઈ ભોરીંગના દરમાં માથુ ઘાલીને ઊંઘતી હશે ને આ દુનિયા, આ દુનિયા, આ સમાજ, આ લોકો નિર્દયોના કત્લ કરીને હતા ન હતા કરી દેશે. અને સાંભળ આ જમાના વિશે: આજનો જમાનો કેટલો કાતિલ તથા બેરહેમ છે એ તો સવારે ઊઠતાં જ છાપું વાંચીએ ત્યારે ખબર પડે. પ્રેમ અને પ્રેમના બંધનો સ્વિકારીને પ્રેમલગ્ન કરનારની કેવી હાલત કરે છે આ જમાનો. પ્રેમ અને પ્રેમલગ્ન કરનારને આખરે તો મંઝીલના નામે બદનામી અને બરબાદી જ મળે છે. કેટલાંક જગતના જખ્મોથી સ્વહત્યા કરી બેસે છે તો વળી કેટલાંકને બિચારાને ભૂંડી રીતે રહેંસી નાખવામાં આવે છે. અરે સગો બાપ પોતાની પ્રેમલગ્ન કરનારી એકનીએક દીકરીનું કત્લ કરતા અચકાતો નથી. અને આવા ગોઝારા કુસમાચાર જ્યારે છાપાઓના પાને પાને વાંચુ છુ કે ટીવીના પડદે જોઉં-સાંભળું છું ત્યારે મારૂ હૈયું દ્રવી ઉઠે છે. રોમ - રોમ કકળી ઊઠે છે. અને એ વખતે મન બબડી ઊઠે છે કે અરરર, રામ બિચારા પ્રેમીઓની આવી દશા ?"

'માણસ કેટલો નિષ્ઠુર અને નિર્દયી બની ગયો છે એના જીવતા જાગતા ઉદાહરણ સવાર પડે ને છાપાઓના પાને પાને ચળકી ઊઠે છે. એટલે જ કહેવાઈ જાય છે કે માનવતાને બચાવવી હોય, પ્રેમને બદનામ થતો બચાવવો હોય તો પોતાના સમાજમાં પ્રેમ કરો. જો દુનિયાને બચાવવી હોય, કુદરતના અસ્તિત્વને બચાવવું હોય તો દુનિયા સાથે, દિવાનાઓ સાથે પ્રેમવ્યવહાર કરો. અને આ પ્રેમ વ્યવહાર એટલે દુનિયાદારીનો મધૂરો સબંધ.'


સૂરજની વાતનો વળતો જવાબ વાળતા સેજલ કહે છે: "અરે મારા સૂરજ ! તું સમાજથી અને દુનિયાથી ડરે છે ? પરંતું સાંભળ: પ્રેમ ક્યારેય કોઈથી ઝુકતો નથી. બે જવાન હૈયાઓ જ્યારે મંઝિલની નાવ પર બેસીને ઝઝુંમવા લાગે છે ત્યારે સમાજરૂપી મહેરામણ કશું જ ઉંધું વાળી શકતો નથી. વળી, સમાજને અને આપણે શું લેવા દેવા ? દુનિયા વિશાળ પડી છે. ગમે ત્યા આશરો કરી લઈશુ ! અરે, પ્રેમ માટે તો કંઈ કેટલાય આશિકો ફના થઈ બેઠા છે. કુરબાન થઈ ગયા છે. છતાંય પ્રેમને છોડ્યો નથી. સમાજ તો શું પરિવાર સામેય ટક્કર મારીને મંઝીલે પહોંચવા પાછી પાની ના કરવી જોઈએ. જ્યારે તું ? સૂરજ, તું ફક્ત સમાજનો વિચાર કરીને ડરી જઈશ તો આપણા પ્રેમની દિવાનાઓની દુનિયામાં હાંસી થશે, હાંસી, લોકો તો શું, પણ આપણા મિત્રોય આપણી મજાક ઉડાડશે મજાક !"

"સેજલ, તને હુ કેમ કરે મનાવું ? તું ગમે એ કહે પરંતું હું..." એ રડી પડ્યો. સેજલની આંખે પણ ઝળઝળિયા ભરાઈ આવ્યા. એ સૂરજના આંસું લુંછતા કહે છે:

"સૂરજ, તું રડીશ નહી, ભાંગી પડીશ નહી. આટલી અમથી વાતથી ડરી જઈશ તો પછી આપણી મંઝીલનુ શું થશે ? આપણા અણમોલ અરમાનોનું શું ? શું તારે આપણા અરમાનોને નોંધારા કરવા છે કે રસ્તે રઝડતા મૂકવા છે ?"

"મહોબ્બતની વેદના કોણ જાણે છે જગતમાં,

પ્રેમીઓને પનાહમાં કોણ રાખે છે જગતમાં."


બંનેની આંખોમાંથી સાવન નીતરવા લાગ્યો. હૈયામાં ઘુંટાતી વેદના વીજળી બનીને ચમકી રહી હતી. આંખો પટપટાવીને આંસુઓને સૂકવતી સેજલ હૈયામાં હામ રાખીને ધીમેથી બોલવા લાગી:

"સુરજ, તારી આંખોમાં આંસું શાને આવી જાય છે ? એવું તો વળી શું છે કે તું આમ છોકરીઓની માફક રડવા લાગે છે ?"

"સેજલ" કહેતા સૂરજની આંખ ભરાઈ આવી. એણે આંસુ લુછીને કહ્યું:


"સેજલ, હું તારી સાથે લગ્ન નહી જ કરી શકું, નહી જ ! અને તને છોડી પણ નહી શકું." એણે સેજલને બાથ ભરી લીધી. સૂરજનો રડવાનો અવાજ સાંભળીને પૂજારી દોડતો આવ્યો.

દરમિયાન સૂરજ સ્વસ્થ થયો. કિન્તું પ્રેમલગ્ન વિશેના ભાવિ અમંગળ વિચારો મગરની માફક મો ફાડીને ચોફેરથી ઘેરવા લાગ્યા. એની આંખ સામે પ્રેમલગ્ન કરવાથી મળવાની બરબાદી ઉગ્ર રૂપ ધારણ કરીને અડીખમ ઊભી રહી. સૂર્ય ક્ષિતિજની પેલે પાર પહોંચવાની તૈયારીમાં હતો. આથમણું આકાશ મેઘધનુષી રંગોથી રંગાઈ ચૂક્યું હતું. મંદિરમાં લોકોની અવરજવર ચાલું થઈ ગઈ હતી. આવતાંજતાં લોકો બંને પર તિરસ્કારભરી નજર નાખીને ચાલ્યા જતા હતાં. એ બંને વાતોમાં મશગૂલ હતાં.

"સેજલ, મારી જાનેમન, જાનેજીગ ર! જરાય માઠું લગાડીશ નહી. તું મને સમજવાની જરાક જેટલી કોશિશ કર. અરે, તું તારા ખુદનો તો વિચાર કર. ખુશિયોની ઝગમગાટ કરતી રોશનીમાં જ ઉછરેલી તું. જ્યારે હું હું એક ગરીબ ઘરનો ગરીબ દીપક, તારી જોડે લગન કરીને આ દીપક તને સુંદર જીવનની ચમકતી રોશની હરગિજ નહી આપી શકે, નહી જ. હું તને મારી સાથે દુખી કરવા નથી માગતો. બીજું કે હું તારી સાથે તારા પરિવારને બરબાદી કે બદનામીનું કાળું કલંક લગાવવા નથી ઈચ્છતો."

"મારા પરિવારની આટલી ચિંતા કરનાર તું કોણ, તારે મારી નહી ને મારા પરિવાર માટે શા સારૂ ચિંતા કરવી ઘટે ? તું ભલે મારા પરિવારની ચિંતા કરતો હોય પરંતું આજ સુધી તારાથી છુપાવેલું મારા કુંટુંબનું રાઝ તને કહું છુ. કાન ખોલીને સાંભળી લે:


"છેલ્લી ચાર પેઢીથી લઈને છેક અત્યાર સુધી મારા પરિવારમાં એવું કોઈ નથી ઉછર્યું, જેણે પ્રેમ કે પ્રેમલગ્ન કર્યા ન હોય. અને આ રહસ્ય સાથે છુપાયેલું, ન કહેવા જેવું બીજું સત્ય તને કહી દઉં છું કે ખુદ મારા પપ્પાએ જ હોંશે હોંશે પ્રેમલગ્ન કર્યા છે કિન્તું અમારી સામે સખત વિરોધ છે. લવ અને લવમેરેજની પૂજા કરનારા મારા પપ્પા જ આજે એને એક સામાજીક દૂષણ માની બેઠા છે. કિન્તું તારે એનાથી હિંમત હારવાની કે ડરવાની કોઈ જ જરૂર નથી. એમને જવાબ આપવાનારી અને સંભાળવાનારી હું હરપળ તારે પડખે જ છું. મહાભારતના યુધ્ધમાં જેમ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનના સારથી બનીને એના સઘળા સંતાપ દૂર કર્યા એમ હું તારા પ્રેમરથની સારથી છું. તને ઊની આંચ નહી આવવા દઉં ! તું બધી જ વ્યર્થ ચિંતાઓનો બોજ મારા પર ઢોળી દે. તું ફક્ત યકીન અને હિંમત નામના બે આયુધ લઈને આગળ વધ. અને તારું કર્તવ્ય પૂરું કર."

"અરે, ઓ મારી સેજલ ! હું કંઈ તારા પરિવારનો સદસ્ય નથી કે તારા કુટુંબની એ પરંપરાને નિભાવી શકું. બીજું કે હું નથી અર્જુન કે નથી પાંડવોનો વંશજ ! જો આ જગતની બદનામીના હળાહળ ઝેર સમી બદનામીને જીરવી શકું ? મને માફ."

"તો પછી હવે એક જ ઉપાય છે, મને વીસરી જવાનો..!' શું એ કરી શકીશ ?"


ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Romance