અશ્ક રેશમિયા

Romance Others

3  

અશ્ક રેશમિયા

Romance Others

અધુરા અરમાનો-૧૩

અધુરા અરમાનો-૧૩

6 mins
330


ક્યારેક એમ લાગે છે કે આ સમય કેમ કરીને જશે ? અને એ જ સમય સરરરર કરતો એવી રીતે સરી જાય છે કે જેનું વખત આવ્યે ભાન થાય છે. આમ કરતા કોલેજ પણ પૂરી થઈ ગઈ.


બે વર્ષના ક્ષણિક મિલન અને લાંબા વિરહમાં સૂરજ અને સેજલની સફર ઉબડખાબડ ચાલતી રહી. બે વર્ષના એક એક દિવસને એક એક યુગની માફક તન્હા તડપી-તડપીને પસાર કર્યા હતાં. ઘણીવાર અચાનક જ એ જાગી જતી. ને બારણું ઉઘાડીને જોઈ આવતી. બહાર કોઈ ન દેખાતા એ બબડતી: 'બારણું ખખડાવીને ક્યાં ભરાઈ ગયો સૂરજ ? કેટલીકવાર કોળિયો હાથમાં જ રહી જતો ને વિચારે સવાર થતી. પ્રથમ નજરનો પ્રેમ અને પ્રથમ મુલાકાત વાગોળતી ને મનોમન હરખાતી. પ્રચુર વહાલ ઊભરાઈ આવતું સૂરજ પ્રત્યે.


સૂરજ જાણે પાકિસ્તાન સામેનું આખરી જંગ જીત્યો હોય એમ પાટણને અલવિદા કરીને સેજલની આંખ સામે પ્રત્યક્ષ થયો. આજે ફરીવાર તેઓ મળી રહ્યાં હતાં. મંઝિલ લગી પહોંચવાની સફર હવે અહીંથી જ શરૂ થતી હતી. મહોબ્બતનો મોહક માર્ગ હવે રફ્તારે ચડતો હતો. તેમનું દરરોજનું મિલન મહાદેવના મંદિરમાં જ થતું હતું. કિંતુ આજે તેઓ દેરાસરની પાછળની ગલીમાં પહેલીવાર મળી રહ્યાં હતાં. સેજલ જ સૂરજને ત્યાં ખેંચી લઈ ગઈ હતી. ઘર તરફની ગલીની બાજુમાં જ આવેલા દેરાસરની પાછળ એ જુદાઈના- અતીતના આયનાને તોડીને વર્તમાનમાં મિલનની મહાખુશીને, પ્યારની રંગીન પરીઓ સમી પ્યારી ક્ષણોને મન ભરી ને માણી રહ્યાં હતાં. દિલમાંથી, હૈયામાંથી, હોઠમાંથી અને આંખોમાંથી આનંદના ઊર્મીભર્યા અમીઝરણા પ્રેમગંગા બનીને વહી રહ્યાં હતાં. બપોરની નીરવતામાં જવાન દિલ, સળગતા હૈયાઓ ફરીવાર મિલનની ખરી મોજ માણી રહ્યાં હતાં. આજનું એમનું મિલન અને દિવ્ય મુલાકાતમાં તેઓ ખુદને ભૂલી ગયા હતાં. મિલનના- આનંદના નિર્મળ નિર્દોષ સાગરમાં તેઓ ક્યાંય લગી તરતા રહ્યાં.

"સૂરજ, મને લાગે છે કે હવે આપણે જલદીથી લગ્ન કરી લેવા જોઈએ. હવે મારાથી જરાય રહેવાતું નથી. આમ, છૂપાઈ - છૂપાઈને ક્યાં સુધી મળતા રહીશું ? ક્યાં સુધી મારે તારો વિરહ ભોગવવો ! ક્યાં લગી ઝુરતા સીનાને ઝીણું ઝીણું બાળવું ? હવે હું તારા વગર નહિ રહી શકું ! મારે હવે પ્રેમિકા મટીને પ્યારી પત્ની બનવું છે. માશૂકાનો વૈભવ છોડીને હવે પત્નીના કિરદારમાં સંસારના ઝુલે ઝુલવા માગું છુ. આઈ લાવ યુ માય લવલી સૂરજ ! લગ્ન એજ તો આપણી પરમ ખુશી છે. આપણી મંઝિલ છે. છુપાઈને મળવા કરતા તો હવે લગ્ન કરી લઈએ જેથી કરીને અત્યારના મિલનમાં જે કમી રહી જાય છે એ ખુશીને મન ભરીને માણવા મળશે. એ રીતે મળતા આપણને દુનિયાની કોઈ તાકાત, કોઈ રિવાજ, કોઈ આવારા લુખ્ખા તત્વો રોકી નહીં શકે. પછી તો દરરોજ ઉભી બજારમાં હાથોમાં હાથ લઈને ભરી બજાર વચ્ચેથી હેમખેમ નીકળીશું. નહીં દુનિયાનો ભય કે નહીં દુનિયાદારીનો." સૂરજના વાળને વ્યવસ્થિત કરતા તે બોલી ગઈ.


 લવની હજી જાજવલ્યમાન મજા માણી નથી ને એ પહેલા જ લગ્નની વાત સાંભળીને સૂરજ છંછેડાયો. કિન્તું એ સંયમમાં રહ્યો. સેજલની છાતીને શોભાવતા ભવ્ય માદક ઉભારો પર આંખ ધરીને સુરજે નરમાઈશથી કહેવા માંડ્યું: 'પ્રેમમિલન અને જુદાઈનો વિરહ એજ તો પ્રેમસંબંધને ટકાવી રાખે છે. જેમ ભરતી-ઓટ પ્રકૃતિનો નિયમ છે એમ મિલન પછીની જુદાઈ એ જ સંબંધની મધુરતા અને મજબૂત તાંતણે બાંધી રાખવાનો અવસર છે. જુદાઈ એ જ પ્રેમને તરોતાજા અને નિત નાવીન્યમય રાખે છે. જુદાઈ એ જ આપણી ખુશી છે. મસ્ત બનીને એને માણવી જ રહી. હજી તો આપણે નાદાન છીએ. લગનની આપણી ઉંમર ક્યાં થઈ છે ? વળી, આટલા વહેલા લગ્ન કરી લેવાની શી ઉતાવળ છે ? ઉતાવળે આંબા પકવવાની કોઈ જ જરૂર નથી. હજુ તો આપણા પ્રેમનો છોડ પાંગરી રહ્યો છે, મ્હોરી રહ્યો છે. એને બરાબર ખીલી જવા દે. એના મૂળિયાં છેક પાતાળ સુધી પહોંચી જવા દે. જેથી કોઈ એને કડડભૂસ કરતા દબાવી ન દે. આપણાં લગ્ન તો સોનાના અણમોલ અવસરે થશે. દુનિયાની કોઈ વ્યક્તિના લગ્ન નહીં થયા હોય એવી મહેંકતી પળોમાં આ લગ્ન થશે. સોના સરીખા ઝગમગતા ફૂલોથી આપણો માંડવો રોપાશે. હીરામાણેક સમાં ઝગમગતા શ્વેત પુષ્પોથી આપણો માંડવો રોપાશે. ગુલાબના પુષ્પોના હાર વડે આપણે એકબીજાને સ્વીકારીશું. માનવીઓના વિશાળ કાફલા વચ્ચે આપણાં લગ્ન થશે, આપણે પ્યારી પ્રભુતામાં પગલા માંડીશું. શત શત પુષ્પોથી લોકો આપણને આશીર્વાદ આપશે. આપણા લગ્નનો માડવો એક અવિસ્મરણીય સંભારણું બની રહેશે. કંઈ કેટલાય પ્રેમીઓ આપણાં લગ્નથી પ્રેરણા લેશે. આપણું જીવન મઘમઘતા ગુલોના ઉપવન સમું બની રહેશે. આપણા 'વસંતવિલાસ' બંગલા પાસેથી પસાર થતા દરેક લોકો અમિનેષ નજરે આપણા પ્રેમલગ્નને બિરદાવશે. આપના બંગલાની એક એક દિવાલ પર આપણા પ્રિતમિલન અને પ્રેમલગ્નના પ્રસંગની યાદોના સુરસામ્રાજ્ય પંછીઓ મધુર નાદ કરતા રહેશે.


'સૂરજ ! સપનાઓ તો સુંદર સજાવ્યા છે હો ! મેં પણ માદક સપનાઓ મારી આંખોની કીકીમાં કેદ કરી રાખ્યા છે. એ જ સપનાઓ જેમ કોચલુ તોડીને ઈંડામાથી બચ્ચું બહાર ધસી આવે છે. એમ હવે પોપચા ફોડીને બહાર આવું આવું કરી રહ્યાં છે. તારી જુદાઈમાં રસ્તે રઝળતી જિંદગી હવે મારે નથી જીવવી. મારે તો લગ્ન કરીને તારા હૈયાના રાજસિંહાસન પર બેસીને પ્રેમનું સામ્રાજ્ય ચલાવવું છે. તું ગમે તે કહે, કરે પણ લગ્ન કરવા તૈયાર થઈ જા ! જ્યાં સુધી આપણા લગ્ન નહીં થાય ત્યાં સુધી હું તારી સાથે હોવા છતાંય મારા પ્રેમ પવિત્ર આત્માને જરાય શાંતિ મળશે નહીં. દુનિયા આપણા પ્રેમના રાહમાં આડખીલી બને એ પહેલા આપણે લગ્ન કરી લઇએ એમાં જ આપણું સદ્નસીબ છે. નહીં તો આપણી સામે સમાજનાં બંધનોરૂપી વરૂઓ મોટી ચિચિયારીઓ પાડતા ધસી આવશે. દુનિયા બહું જ બેદર્દ છે. એણે કોઈ આશિકોને એક થવા દીધા નથી. એ આપણને તબાહ કરશે જ. દુનિયાની બરબાદીનો કાળો કોળીઓ બનતા પહેલા આપણે આપણા અરમાનોની ઝગમગાતી દિવાળી મનાવી લઈએ. જેથી કદાચ મૃત્યુને વ્હાલું કરવું પડે તોય અધૂરા અરમાનોનો આપણને ખેદ ન રહે. સૂરજ, થઈ જા તૈયાર અને ચાલ આપણે પ્રેમ લગ્ન કરીને ઠરીઠામ થઈ જઈએ. ભલે પછી ગમે તેવી વિકટ મુશ્કેલીના બાકોરામાં સપડાઈ જઈએ. જિંદગીના દરેક દુઃખોના વિષને પીવા હું તૈયાર છું. જમાનાની દરેક રૂસ્વાઈઓને તથા સિતમોને હસતા મોઢે સ્વીકારવા હું તૈયાર છું. અરે, તું સાથે હોય ને તો આ જિંદગીની સાથે, આ બેરહેમ જમાના સાથે બાથ ભીડવા હું તૈયાર છું તું મને જૈન સમજીને !'


"સેજલ...!" વચ્ચે જ સૂરજ બોલ્યો: "જાણું છું કે જમાનાથી આપણે બાથ ભીડી લઈશું. કિન્તુ જીંદગી વેદનાઓથી ભરેલો મહાસાગર છે. વળી, પ્રેમનો માર્ગ એ તો મોતનો માર્ગ છે, અને પ્રેમલગ્ન અને એય વળી આંતર્લગ્ન ! આંતર્લગ્ન એ તો પ્રેમની ફાટફાટ થતી જવાનીનો કરુણમય અંત છે. પ્રેમપંથની આવી વિપદાઓ તો સહન કરી લઇશું પરંતુ પ્રેમલગ્નરૂપી ખાંડાની ધાર પર આપણા કોમળ તન ચિરાઈ જશે. ફરીવાર કહું છું કે આપણે હજું નાદાન છીએ. જિંદગીના જખ્મોને આપણાથી સહન નહીં થાય. હજુ તો આપણે પરિપક્વ બનવાની જરૂર છે. આપણા પ્રેમના પીપળાને ઘેઘૂર કબીરવડના સ્વરૂપમાં ફેરવવાનો છે. સમાજના રીતિરિવાજો - બંધનોથી આપણે અજાણ છીએ. તું જ વિચાર કર કે તારો સમાજ અને મારો સમાજ શું અત્યારે આવી પરિસ્થિતિમાં ભેગા થઈને જીવવા દેશે ? હજું તો આપણે પેટીયુ રળવાનેય સ્વતંત્ર નથી થયા. અને કદાચ જો અત્યારે લગ્ન કરી લઇશું તો અતીતમાં જેમ જુદાઈની ક્ષણિક આગમાં સળગતા હતાં એના કરતાયે ભયંકર ભીષ્ણ તાપમાં શેકાવું પડશે ! આપણા કોમળ કાળજાથી આ બધું સહન નહીં થાય. એના કરતા તો તું ધીરજ રાખ. સમયને આવવા દે !" સેજલની આંખોના આંસુને લૂંછતા આટલું બોલીને એ ચૂપ થઈ ગયો.


સુરજના આવા વાક્યો સાંભળીને સેજલ સહેજ ધીમી પડી. અવની પર સોનેરી સંધ્યાનું સામ્રાજ્ય વ્યાપી રહ્યું હતું. વાહનોના ધુમાડાના પ્રદૂષણથી દિશાઓ ધૂંધળી બની ગઈ હતી. સૂરજને પોતાના ગામ જવાનો સમય થઈ ગયો હતો. એ વખતે આકાશ ગમગીન બનીને એમને જાણે સાથ આપી રહ્યું હતું એવું લાગતું હતું. સમી સાંજે સૂરજ અને સેજલની આંખોના સિતારા હવે લબક જબક થવા લાગ્યા હતા. બીજા દિવસે ફરી મળવાનું નક્કી કરીને તેઓ ઊભા થયા, વાટે પડ્યા. જતાં જતાં સૂરજે કહ્યું: 'સેજલ, કાલે પાંચ વાગ્યા સુધીમાં હું આવી જઈશ. કદાચ આવવામાં જરાક જેટલી વાર લાગે તો બેબાકળી થઈશ નહીં. 

મીઠાસથી મધુરા નાદે 'આઈ લવ યુ.' કહીને એણે સેજલના ગાલ પર બચીઓ ભરી દીધી.

"અમારી યાદીમાં તડપીને તમે સનમ,

 વિરહની આગમાં દિલને ન દઝાડજો."

સમય સમયનું કામ કરે છે. કોઈએ એટલે જ સારું કહ્યું છે કે 'સમયથી પહેલા અને ભાગ્યથી વધારે ક્યારેય કોઈને કશું જ મળતું નથી.'


એકબીજામાં ઓતપ્રોત બનીને પ્રેમથી મસ્ત જિંદગી જીવાતી હતી ત્યાં અચાનક 'પ્રેમલગ્ન'નું ભવ્ય ભૂતાવળ આવીને ઊભું રહી ગયું. એમાંય પાછા આંતરજ્ઞાતિય પ્રેમલગ્નની આંધી ! આ આંધી પ્રેમ કરનારને તો શું પણ એના આખા પરિવારને ક્યાંય ફંગોળી દે છે.

હવે આગળ જોઈએ કે સૂરજ લગ્ન કરે છે કે...


ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Romance