અડધી રાત્રે ચાની કીટલી એ
અડધી રાત્રે ચાની કીટલી એ


રાત ના બાર વાગવાની તૈયારી હતી.. મને ઘણી અકળામણ થતી હતી. ઊંઘ આવતી નહોતી. અચાનક મને હેડકી આવી. મને થયું ચોક્કસ અડધી રાત્રે કોઈ મને યાદ કરે છે. હેડકી આવતી હોવાથી ધીમે ધીમે પાણી પીધું..એમ કહેવાય છે કે કોઈ અંગત યાદ કરે તો હેડકી આવે! અને ધીમે ધીમે પાણી પીવાથી હેડકી મટી પણ જાય!!. એટલી વારમાં મારા મોબાઇલ માં રીંગ વાગી. કોઈ ફોન આવ્યો લાગે છે?. મેં મોબાઇલ જોયો..ઓહો.. તુષાર નો ફોન! એ પણ રાત્રે બાર વાગે. મને નવાઈ લાગી. કોઈ નવાજૂની છે કે શું?
મેં ફોન ઉપાડ્યો," હેલ્લો તુષાર.કેમ અડધી રાત્રે! કોઈ તકલીફ છે?" સામે થી તુષાર નો ધીમે થી હસવા નો અવાજ આવ્યો.અને બોલ્યો," ના ના. કોઈ તકલીફ નથી. પણ મને ઊંઘ આવતી નહોતી. અને તને ઓનલાઇન જોયો એટલે થયું. અત્યારે ફોન કરૂં અને ચા પીવાની
ઓફર કરૂં." " અરે પણ અત્યારે! અડધી રાત્રે! " હવે તુષાર બોલ્યો," ભાઈ તું મારો ખાસ મિત્ર છે એટલે તો ચા પીવા જવાની વાત કરૂં છું .એમ કર તું પંદર મિનિટ માં કર્ણાવતી ક્લબની સામે ની રાજુ ની ચા ની દુકાને મળ.આપણે ચા સાથે નાસ્તો કરીશું. મને તો થોડી ભૂખ લાગી છે. તો તું આવે છે ને?". હા,હા, બસ દસ મિનિટ માં પહોંચ્યો જ સમજ.પણ પેમેન્ટ તો હું જ કરીશ.". " તું આવ તો ખરો. પેમેન્ટ તો ત્યાં આવ્યા પછી ની વાત.." તુષાર અને રાહુલ પાંચ વર્ષ થી ખાસ મિત્રો હતા.. કોઈ જરૂરી કામ હોય કે ના હોય દિવસ માં એક વાર ફોન પર વાત ના કરે તો ચાલે નહીં. અને અઠવાડિયા માં એક વાર તો કર્ણાવતી ક્લબની સામે તો ચોક્કસ મળે.અડધી રાત્રે ચા પીવા જવાની ઓફર તો એક બહાનું.. તો ચાલો મિત્રો તુષાર અને રાહુલ ને તેમની મિત્રતા માટે શુભેચ્છા આપીશું.