STORYMIRROR

Nirali Shah

Drama

4  

Nirali Shah

Drama

અચંબિત વિવાહ

અચંબિત વિવાહ

2 mins
457

સતીશભાઈની દીકરી રૂપાની અમિત સાથેની સગાઈનો પ્રસંગ રંગેચંગે પતી ગયો. બંનેના વિવાહ માગશર સુદ પાંચમનાં નક્કી થયા. બંને ઘરમાં લગ્નની ખરીદી અને ખુશીનો માહોલ હતો.

બરાબર લગ્નનાં પાંચ દિવસ પહેલા રૂપાએ અમિત આગળ ધડાકો કર્યો કે તે આ લગ્ન કરી શકે તેમ નથી, તે જેને કોલેજમાં પસંદ કરતી હતી તે તીર્થ ખાસ તેની સાથે જ લગ્ન કરવા અમેરિકાથી આવ્યો છે. અને બીજા દિવસે બંને આર્યસમાજ મંદિરમાં જઈને લગ્ન કરવાનાં છે, કોર્ટ મેરેજ માટે પણ તીર્થે પહેલેથી નોંધાયેલું છે એટલે દસ દિવસ રહીને એ પણ થઈ જશે, પછી વિઝાની કાર્યવાહી ચાલુ થશે.

આઘાતથી મૂઢ બની ગયેલા અમિત ઘરે જઈને ખાનગીમાં તેના મા - બાપ ને બધી વાત કરી અને પછી ત્રણેય જણા કંઈક નક્કી કરી ને રૂપાનાં ઘરે પહોંચ્યા. રૂપાના મમ્મી - પપ્પા તો જમાઈ અને વેવાઈને અણધાર્યા આવેલા જોઈને અચંબિત થઈ ગયા.

મનમાં કેટલાય અમંગળ વિચારો સાથે સતીશભાઈ અને મનોરમા બહેન ઉપરના માળે બેસાડેલા વેવાઈ અને જમાઈને મળવા ગયા. અમિતે ટૂંકમાં બધી વાત કરી અને સાથે ઉમેર્યું કે જો તેમને અને રૂપાની નાની બહેન નીપાને વાંધો નાં હોય તો તે નીપા સાથે લગ્ન કરવા માંગે છે. આમપણ જ્યારે અમિત પ્રથમવાર રૂપાની ઘરે તેને જોવા આવ્યો ત્યારે આંગણમાં ઊભેલી નીપાને જ રૂપા સમજી બેઠો હતો. હવે નો નિર્ણય નીપા પર છોડવા માં આવ્યો, જો નીપાંની હા હશે તો નક્કી કરેલા દિવસે અને સમયે નીપા- અમિતનું પાણિગ્રહણ યોજાશે અને તેઓના લગ્ન સુધી આ વાત ફક્ત અમિત અને નીપાનાં મમ્મી - પપ્પા સુધી જ સીમિત રહેશે.

આજે માગશર સુદ પાંચમ નો એ મંગળ દિવસ છે અને ચોરી માં નીપા - અમિત ફેરા ફરી રહ્યા છે. આમંત્રિત મહેમાનો ને એ નથી સમજાતું કે જ્યારે સગપણ રૂપા - અમિતના થયા હતા, કંકોત્રીમાં પણ રૂપા - અમિતનાં નામ છપાયેલા છે તો પછી વિવાહ નીપા - અમિતનાં કેમ થઈ રહ્યા છે ?


Rate this content
Log in

Similar gujarati story from Drama