Meenaz Vasaya

Romance

3  

Meenaz Vasaya

Romance

અભિસારિકા

અભિસારિકા

3 mins
204


સારીકા આજે ખૂબ ખુશ હતી કારણ કે આજે તેના મન નો માણીગર

છ માસ પછી લંડન થી ભારત આવવાનો હતો

તેને એક એક પળ હજાર વર્ષ જેવડી લાગતી હતી કોઈ રીતે સમય પસાર થતો નહોતો

રીમોટ નું બટન દબાવી ટીવી શરૂ કરે છે

પણ આ શું?

બ્રેકિંગ ન્યૂઝ માં બતાવે છે

લંડન થી ભારત આવતું પ્લેન ક્રેશ થઈ જાય છે

સરિતા ના હાથ માં થી રીમોટ પડી જાઈ છે

તે હોશો હવાસ ખોઈ બેસે છે

જાણે તેના શમણાં ઓ નો આયનો તૂટી ને તેની એક એક કરચ તેના હદય ને લોહી લુહાણ કરતી હોય એવો અહેસાસ થાય

જાણે એક પળ માં કોઈ એનું સર્વસ્વ લૂંટી ગયું હોય એવું લાગ્યું

ક્યાંય ચેન પડતું નહોતું

આ મુંઝવણ માં તેને મોબાઈલ ની રીંગ પણ ના સંભળાઈ

જુવે તો અભિમન્યુ ના મિસ કોલ્ડ હોય છે

ડરતા હૈયે ફરી ફોન લગાડે છે

ત્યાં તો અભિમન્યુ નો મધુર અવાજ સંભળાઈ છે પણ સારીકા ને પોતાના કાન પર વિશ્વાસ નહોતો બેસતો

વાત કરતા કરતા રડવા લાગે છે અને પૂછે છે

અભી તું?

અભિમન્યુ કહે છે રડવાનું કારણ તો જણાવ

સારીકા ટીવી ન્યૂઝ ની વાત કરે છે

ત્યારે અભિમન્યુ કહે છે

હું એ જ પ્લેન માં આવવાનો હતો

પણ ઘરે થી નીકળવા માં મોડું થયું અને ભાગદોડ માં મારો પગ બાઈક મા આવી ગયો સારી એવી ઇજા થઈ એટલે હું એ પ્લેન માં નહિ આવી શક્યો

મારી ફ્લાઇટ આવતી કાલ ની છે

એક મિનિટ પહેલા પોતાનું બધું લૂંટી ગયું એવી ઉદાસીનતા માં ગરકાવ થયેલી સારીકા

નાચવા લાગે છે જેમ કોઈ રણ મા તરસ્યા ને ઝરણાં ના સગડ મળી જાઈ એમ ખુશી ખુશી નાચવા લાગી

અભિમન્યુ અને સારીકા અંધેરી ની એક મલ્ટી નેશનલ કંપની માં સાથે જ જોબ કરતા હતા

રોજ સાથે જતા આવતા

એકબીજા ને દલડું દઈ બેઠા અને એકબીજા ને ભવોભવ સાથે રહેવાના કોલ આપી દીધા

બંને ના ઘરમાંથી લગ્ન માટે મંજૂરી પણ મળી ગઈ હતી પણ અચાનક

અભિમન્યુ ને કંપની ના પ્રોજેક્ટ માટે લંડન જવાનું થયું અને આવી ને બંને લગ્ન કરશે એવું નક્કી થયું

સરિતા ને ફરવાનો બહુ શોખ એટલે શનિ રવી ની રજા ઓ માં બંને ખૂબ ફરતા

ક્યારેક મરીન લાઇન્સ તો ક્યારેક જુહુ બીચ

તો ક્યારેક ઉત્તન બીચ

તો ક્યારેક ગોરાઈ બીચ

ફરતા રહેતા

સરિતા ને સાગર કિનારો ખૂબ ગમતો બને ગાતા

વાતો કરતા ખૂબ મોજમજા કરતા સાંજે પાછા આવી જતા

છેલ્લે જ્યારે મળ્યા ત્યારે નક્કી કર્યું કે હવે બંને દૂધની જશે જ્યાં કઈ બોમ્બે જેવો કોલાહલ નથી જે કાશ્મીર ઓફ ધ વેસ્ટ તરીકે ઓળખાય છે

કાશ્મીર ના દાલ સરોવર ની જેમ અંહી પણ નૌકાવિહાર કરી શકાય

અહી પ્રકૃતિ ચારેકોર ખીલી ખીલી જાણે કોઈ કોડીલી કન્યા નો હસતો ચહેરો!

જાણે કોઈ

ધરતી પર સ્વર્ગ નો નજારો,!

અને એ દિવસ પણ આવી ગયો અભિમન્યુ લંડનથી પરત આવી ગયો

અને દૂધની જવા નો સમય પણ આવી ગયો

આજે સારીકા ખૂબ ખુશ હતી એના પિયુ માટે વિહવળ હતી

આજે એ કલાક થી અરીસા સામે ઉભી ઉભી તૈયાર થતી હતી

બ્લુ કલર નું ગાઉન પહેર્યું ઉપર ગોલ્ડન દુપ્પટો અને મેચિંગ એરિંગ પહેર્યા ભાલે બ્લુ બિંદી હાથે બ્લુ કાચ ની બંગડી નાકે હીરા જડિત નથણી અને પગે પાયલ

હોઠે લાલ કંગન નો રણકાર અને ઝાંઝર નો ઝણકાર તો

જાણે કોઈ સ્વર્ગ ની અપ્સરા જોઈ લો જાણે મેનકા બની કોઈ ઋષિ નો તપોભંગ કરવા નીકળી એવું લાગતું હતું

આજે કોઈ આકાશી પરી જેવી લાગતી હતી. કાચ ની બંગડી નો રણકાર તેની હદય ની ધડકન તેજ બનાવી રહી હતી

એ અદભુત સાંજ હતી આખા દિવસ ની રખડપટ્ટી થી થાકેલો સૂરજ સંધ્યા ના બાહોપાશ માં એવી રીતે સમાયો જેમ કોઈ માં ની ગોદ માં બાળક

સૂરજ નો સિંદુરી રંગ જાણે કોઈ સુહાગણ ના સેથા ના સિંદૂર જેવો ઓપી રહ્યો હતો

આજે કોઈ સાગર મા ભરતી આવે એમ હદય માં ખુશીઓનો છોળ ઉડતી હતી

આજે ખળ ખળ વહેતી સરિતા સાગર ને મળવા ઉતાવળી હોય એમ

સારીકા પણ 'અભિસારિકા'

બની ગઈ

પોતાના પ્રિયતમ ને મળવા ઉતાવળી બની ચાલી નીકળી

પ્રિયતમ ના આલિંગનમાં એવી રીતે સમાઈ

જેમ કોઈ સરિતા સાગરમાં સમાઈ !


Rate this content
Log in

Similar gujarati story from Romance