Rahul Makwana

Drama

3  

Rahul Makwana

Drama

અભિલાષા

અભિલાષા

13 mins
301


સમય : સાંજના 7 કલાક

સ્થળ : મુંબઈ શહેરનો ફૂટપાથ

   મુંબઈ કે જેને સપનાઓના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે, દરરોજ હજારો યુવક અને યુવતીઓ પોતાના સપનાઓ લઈને આ શહેરમાં આવે છે, જેમાંથી માત્ર અમુક વ્યક્તિઓના જ સપનાઓ હકીકતમાં પરિણમે છે, જ્યારે અમુક વ્યક્તિઓના સપનાઓ ધૂળમાં ભળી જાય છે, જ્યારે અમુક વ્યક્તિઓ પોતાના સપનાઓ સાથે સમાધાન કરી લે છે.

   મુંબઈ શહેર કે જેની સુંદરતાની વાત કરીએ એટલી ઓછી છે, વિશાળ શહેર, જેની ફરતે વિશાળ દરિયો, સુવ્યવસ્થિત મકાનો, રસ્તાઓ, બગીચા, ઓફિસો, હોસ્પિટલો, હોટલો, ઊંચી- ઊંચી ઇમારતો વગેરે જાણે સ્વર્ગનો આભાસ કરાવતા હોય તેવું લાગે, પરંતુ જેમ સિક્કાની બે બાજુ હોય તેમ મુંબઈ શહેરની બીજી બાજુ, ઝૂંપડપટ્ટીઓ, વસ્તીગીચતા, ગટ્ટરો, અંધકારમય શેરીઓ, પ્રદુપણ, ગંદકી વગેરેને પણ નજરઅંદાજ કરાય તેમ નથી.

  આવા જે એક ફૂટપાથ પર, ફૂટપાથની નજીક આવેલા એક બાંકડા પર એક 30 વર્ષની યુવતી બેસલ હતી, જેના શરીર પર મેલા કપડાં હતાં, વાળ પણ ખુલા હતાં, જે ઘીમાં- ઘીમાં પવનને કારણે ઉડી રહ્યાં હતાં, તેની આંખો જોતાં એવું લાગતું હતું કે જાણે તેના પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો હોય, ઠંડીને લીધે તેનું શરીર થોડું - થોડું ધ્રુજી રહ્યું હતું, તેને મદદ કરવાની વાત તો દૂર રહી પરંતુ આપણાં આ શિક્ષિત કે આધુનિક સમાજમાંથી તેને મદદ કરવા માટે પણ કોઈ આગળ આવી રહ્યું ના હતું, મરવા પડેલ કોઈ વ્યક્તિ જેવી રીતે ડચકા લઈ રહ્યો હોય, તેવી જ રીતે ઇન્સાનિયત પણ જીવવા માટે ડચકા ભરી રહી હોય તેવું લાગતું હતું, ઇન્સાનિયતને જરૂર હતી એવાં કોઈ એક સજ્જન વ્યક્તિને કે જે ઇન્સાનિયતને જીવડાડવા માટે ઓક્સિજન કે પ્રાણવાયુ બનીને આવે, અને સાબિત કરી આપે કે હજુ પણ ઇન્સાનિયત મરી નથી, એ જીવી જ રહી છે.


 છ મહિના અગાવ

    તો મિત્રો થોડી જ ક્ષણોમાં આપણી વચ્ચે આપણાં ચીફ ગેસ્ટ એટલે કે મિસ. અભિલાષા આવી રહ્યાં છે, તો તમામ લોકોને મારી નમ્ર વિનંતી કે તેને તાળીઓના ગળગળાટ સાથે આવકારે.

    એટલીવારમાં મિ. અભિલાષા પધારે છે, અને ત્યારબાદ વક્તા મિસ.અભિલાષાને બોલવા માટે માઇક સોંપે છે.

“ગુડ ! ઇવનિંગ ! લેડીઝ એન્ડ જેન્ટલમેન.”

“આપ ! સૌ જાણો જ છો કે આ પાર્ટીનું આયોજન શા માટે કરવામાં આવ્યું છે કારણ કે તમારા જેવા મિત્રો, સ્નેહીજનો અને ચાહકોને લીધે આજે મેં મિસ.ગુજરાતનો ખિતાબ જીત્યો હતો, હું આશા રાખું છું કે ભવિષ્યમાં પણ મને તમારા તરફથી આવોને આવો જ પ્રેમ, આવકાર અને સહકાર મળતો રહે, અને હું એક પછી એક એમ સફળતાનાં શિખરો સર કરતી જાવ.”

    આટલું બોલતાની સાથે જ આખે-આખું સ્ટેડિયમ તાળીઓના ગળગળાટથી ગુંજી ઉઠ્યો.

     સૌ કોઈને અભિલાષા સાથે ફોટો પાડવાની અભિલાષા થાય તેવું તેનું સુંદર અને મોહક રૂપ હતું, તેનું એકદમ ભરાવદાર શરીર, કોઈ અપ્સરાની માફક દીપી રહ્યું હતું, ઉપસેલો અને ઘાટીલો છાતીનો ભાગ સારા -સારા લોકોને મદહોશ કરી દે તેવો હતો, લાંબા અને ઘટ્ટ વાળ, ભૂરી એવી આંખો, ગુલાબની પાખડી જેવા તેના હોઠ, અને એકદમ ભરાવદાર ગાલ, આ જોઈ તેના શરીર પરથી નજર હટાવવાની ઈચ્છા ના થાય એવું હતું, ભગવાને પણ તેને બનાવવામાં ખુબજ વધારે સમય ફાળવેલો હોય તેવું લાગી રહ્યું હતું.

     ત્યારબાદ અભિલાષાએ બધાનો આભાર વ્યક્ત કરીને, આ કાર્યક્રમમાંથી વિદાય લીધી, તેમના ચાહકો સાથે ફોટા પડાવ્યા, અને અમુક -અમુક ચાહકોને તેમની ડાયરીમાં ઓટોગ્રાફ આપી રહી હતી.

    પરંતુ અભિલાષાએ બાબતથી તદ્દન અજાણ હતી કે ભવિષ્યમાં તેનું આ જ સૌંદર્ય તેને ભાવિ અંધકાર તરફ ધકેલી આપશે, જેની કલ્પના અભિલાષાએ સપનામાં પણ વિચારેલ નહીં હોય.


 એક વર્ષ અગાવ

   અભિલાષા નાનપણથી જ અભિનેત્રી બનાવ માંગતી હતી, શાળામાં પણ તે અલગ - અલગ નાટકોમાં તે સારો એવો રોલ ભજવતી હતી, સારી એક્ટિંગની સાથે - સાથે અભિલાષાનો અવાજ પણ સારો હતો, જે અભિલાષાના વ્યક્તિત્વમાં એક અલગ જ રોનક લાવી રહ્યો હતો.

   અભિલાષા નાનપણથી જ ખુબજ સ્વરૂપવાન હતી, જે જોઈ એવું લાગી રહ્યું હતું કે જાણે સ્વર્ગલોકની કોઈ અપ્સરા જાતે જ આ પૃથ્વી પર અવતાર લીધો હોય, જાણે પોતે જિંદગી જીતવા નહીં પરંતુ જિંદગી જીવવા આવી હોય તેવું સૌ કોઈને લાગી રહ્યું હતું.

  જેમ - જેમ અભિલાષાનો એક્ટિંગ પ્રત્યે લગાવ વધતો હતો, તેમ - તેમ પોતાનાં પરિવારજનો વચ્ચે ઘર્ષણ પણ વધતું હતું, પરંતુ અભિલાષા કોઈપણ કિંમતે પોતાનું અભિનેત્રી બનવાના સપના સાથે સમાધાન કરવા તૈયાર ન હતી.

  અભિલાષાના પરિવારના વડીલોએ, અભિલાષાને ઘણું બધું સમજાવ્યું પરંતુ પોતાના માથે અત્યારે અભિનેત્રી બનવાનું ગાંડપણ સવાર થયેલ હોવાથી તેણે કોઈની વાત કાને ન ધરી, અને અલગ- અલગ ફિલ્મ કંપનીમાં ઓડિશન માટેના ફોર્મ ભરવા લાગી, હવે અભિલાષાનાં પરિવારમાંથી અભિલાષાની મદદ કરવા કોઈ તૈયાર હતું નહીં.

    અભિલાષા એક દિવસ સવારે ન્યુઝ પેપર વાંચી રહી હતી, તેમાં તેણે એક જાહેરાત જોઈ, જેમાં લખેલ હતું કે, “શું તમારામાં ટેલેન્ટ છે…? શું તમે સુંદર સ્વરૂપ ધરાવો છો, તો આજે જ તમારું નામ મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત મિસ. ગુજરાત સ્પર્ધા માટે રજીસ્ટર કરવો….!” - આ વાંચી જાણે અભિલાષાને પોતાના જોયેલા સપના પુરા કરવા માટે પાંખો મળી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું, આથી અભિલાષાએ આ સ્પર્ધા માટે પોતાનું નામ રજીસ્ટર કર્યુ, જેની ઘરે કોઈને જાણ કરી નહીં, ત્યારબાદ અભિલાષાએ પોતાનું અભિનેત્રી બનવાનું સપનું પૂરું કરવા માટે દિવસ-રાત મહેનત કરવાનું શરૂ કરી દીધું, પરંતુ આ બાબતની તેના પરિવારને જાણ થતાં તેને ખુબજ ઠપકો સાંભળવાનો વારો આવ્યો, આથી અભિલાષાએ વિચાર્યુ કે મારા પરિવારજનો મારૂ સપનું પૂરું કરવામાં અડચણ રૂપ થાય છે,આથી અભિલાષા એક દિવસ કોઈને કંઈપણ કહ્યાં વગર ઘર છોડીને જતી રહી.

  મિત્રો કહેવાય છે કે જો આપણે જોયેલ કોઈપણ સપનું પૂરું થાય જ છે, પરતું તેને પૂરું કરવા માટે ગાંડપણ કે ધગશની જરૂર હોય છે, જે બેશક અભિલાષામાં અખૂટ હતી, અંતે એ દિવસ પણ આવી ગયો કે જે દિવસની અભિલાષા ખુબજ આતુરતાપૂર્વક રાહ જોઈ રહી હતી.

“હેલો ! મિસ. અભિલાષા !”

“યસ !”

“મેડમ ! હું રણજીત બોલું છું, મિસ. ગુજરાત સ્પર્ધમાંથી….”

“હા ! બોલો….સર.”

“મેડમ ! તમે મિસ. ગુજરાત સ્પર્ધા માટે તમારું નામ રજીસ્ટર કરાવેલ હતું…?”

“હા !” 

“કોંગ્રેચ્યુંલેશન ! મેડમ…તમારી પ્રોફાઈલ અને અરજી જોઈને અમારી સિલેક્શન કમિટીએ તમારી પસંદગી કરેલ છે.”

“થેન્ક યુ ! વેરી મચ…” - આટલું બોલતા જ અભિલાષાની આંખોમાં ખુશીઓના આંસુ આવી ગયાં.

“મેડમ ! હું તમને તમારા મેઈલ-આઈ ડી પર આ પ્રોગ્રામની સંપૂર્ણ ડિટેઇલ મોકલું છું….તમે એકવાર વાંચી લેજો તમારે આવતીકાલે મુંબઈ આવવાનું થશે,!”

“હા...ચોક્કસ…!” - આટલું બોલી અભિલાષા રડવા લાગી.

“મેડમ ! કંઈ તકલીફ…?” - રણજીતે આશ્વાસન આપતાં પૂછ્યું.

 ત્યારબાદ અભિલાષાએ પોતાની આપવીતી રણજીતને સંભળાવી, જે સાંભળીને રણજીતને પણ અભિલાષા પર દયા આવી, અને માણસાઈનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા કહ્યું કે…

“મેડમ ! આ સ્પર્ધામાં તમારા સિવાય બીજા 9 કેન્ડીડેટ છે, જે ગુજરાતના અલગ-અલગ શહેરોમાંથી પસંદ કરવામાં આવ્યા છે, જેના રહેવા અને જમવાની સંપુર્ણ જવાબદારી, અમારા આયોજકોએ સંભાળી છે, અને તેના માટે મુંબઈમાં હોટલ પણ બુક કરાવેલ છે, જો તમને વાંધો ન હોય તો હું આયોજકો સાથે વાત કરી, તમારી આજે જ તાત્કાલિક રહેવા માટે હોટલમાં વ્યવસ્થા કરાવી આપું.” - આ સંભાળી અભિલાષા ધ્રુસકે - ધ્રુસકે રડવા લાગી, એક તરફ તેનો પરિવાર હતો કે તેને કોઈ મદદ કરવા તૈયાર ન હતું, અને બીજી તરફ એકદમ અજાણી વ્યક્તિ રણજીત તેને આટલી બધી મદદ કરી રહ્યો હતો.

   ત્યારબાદ રણજીત અભિલાષા માટે હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવી આપે છે, અને અભિલાષા પણ પોતાનું બધું જ દુઃખ ભૂલીને મિસ. ગુજરાત બનવાના સપનાને સાકાર કરવામાં લાગી જાય છે, જેવી રીતે અર્જુનને પક્ષીની માત્રને માત્ર એક આંખ જ દેખાતી હતી, તેવી જ રીતે અભિલાષાને માત્રને માત્ર મિસ.ગુજરાતનો તાજ જ દેખાય રહ્યો હતો.

  મિત્રો, કહેવાય છે કે સપના એ નથી કે જે આપણે જાગતા હોઈએ અને જોઈએ, પરંતુ સપનાઓ એ હોય છે કે જે રાત્રે ઊંઘવા ના દે, અભિલાષાએ મિસ. ગુજરાત બનાવ માટે તનતોડ મહેનત કરી, અંતે અભિલાષાની મહેનત રંગ લાવી અને તે મિસ. ગુજરાતનો તાજ પોતાના નામે કરવામાં સફળ રહી, સાથે - સાથે એક લાખ રૂપિયાની કેશ પ્રાઈઝ પણ મળી, અભિલાષા જાણે રાતોરાત સ્ટાર બની ગઈ હોય, તેવું લાગી રહ્યું હતું, બધા જ અખબારોમાં અભિલાષા મિસ. ગુજરાત બની એવાં સમાચાર ફોટા સાથે હેડ લાઇન બની ગયાં હતાં.

  આ ખુશ ખબર આપવા માટે અભિલાષાએ પોતાના ઘરે ફોન કર્યો, પરંતુ પોતે જે ધારેલ હતું કે આ સમાચાર સાંભળતા જ પરિવારવાળા ખુબ જ ખુશ થશે, તેના કરતાં એકદમ ઉલટું જ થયું, સૌ કોઈ અભિલાષાને ખિજાવા લાગ્યાં, ઠપકો આપવા લાગ્યાં, અને પોતાના ઘરના દરવાજા તેના માટે કાયમિક બંધ થઈ ગયાં છે, એવું જાણાવ્યું, આમ એક તરફ મિસ.ગુજરાતનો જીતવાનો આનંદ અને બીજી તરફ પોતાના પરિવારથી વિખૂટા પડવાનું દુઃખ બનેવ અભિલાષાને એકસાથે જ સહન કરવાનો વારો આવ્યો.


એક મહિના બાદ

   અભિલાષા મિસ.ગુજરાત બનાયના એક મહિના બાદ, તેને એક ફિલ્મ ડાયરેક્ટરનો ફોન આવ્યો.

“હેલો ! મિસ. અભિલાષા..”

“યસ !”

“હું ! ડાયરેક્ટર કેશવ હર્ષચન્દ્ર વાત કરી રહ્યો છું.”

“હા ! સર”

“હું ! એક નવી ફિલ્મ સાઈન કરી રહ્યો છું, જેમાં હું તમને મારા ફિલ્મમાં હિરોઈન તરીકે લેવા માંગુ છું..! તો શું તમે મારી આ ઓફર સ્વીકારશો….!”

“હા ! ચોક્કસ….કેમ નહિ…? હું રાજી-ખુશીથી તમારી આ ઓફર સ્વીકારીશ.”

“તો ! તમને હું મારી ઓફિસનો નંબર અને એડ્રેસ મોકલું છું, કાલે સવારે 10 વાગ્યે આવી જજો”

“હા ! સર….ચોક્કસ”

“થેન્ક યુ !” - આટલું બોલી અભિલાષાએ ફોન ડિસ્કનેક્ટ કર્યો

  અભિલાષાને આજે આનંદનો કોઈ પાર ન હતો, અને આનંદ થાય તે સ્વાભાવિક પણ હતું, કારણ કે પોતે નાનપણથી અભિનેત્રી બનવાનું સપનું સાકાર થવા જઇ રહ્યું હતું, અભિલાષા એકદમ સંસ્કારી છોકરી હતી, જેણે આ દુનિયાની બીજી બાજુ એટલે કે સ્વાર્થી, અત્યારી, ક્રૂર, હવશભરેલી હોય છે, તે વિચારેલ પણ ન હતું.


બીજે દિવસે

  અભિલાષા વ્યવસ્થિત તૈયાર થઈને, ડાયરેક્ટર કેશવ હર્ષચન્દ્રની ઓફિસે ગઈ, ત્યાં અભિલાષાએ કેશવ હર્ષચન્દ્રને પોતાનો મોડેલિંગ આલ્બમ બતાડયો, કેશવ હર્ષચન્દ્રએ બધાં જ ફોટા નિરખી-નીરખીને જોયા, જેની આંખોમાંથી હવશ ટપકતી હતી, આલબમ જોયા બાદ કેશવે અભિલાષાને કહ્યું કે 

“હું ! મારી ફિલ્મમાં અભિનેત્રી તરીકે તારી જ પસંદગી કરું છું….પણ…..?”

“પણ ! પણ શું, સર….?”

“તારી ફિલ્મમાં અભિનેત્રી તરીકે પસંદગી થતા, તારું તો અભિનેત્રી બનવાનું સપનું પૂરું થઈ જશે, તું પૈસા પણ કમાવવા લાગીશ, પરંતુ આમાં મને શું ફાયદો થશે….?”

“સાહેબ ! હું કંઈ સમજી નહીં ! મને થોડુંક સવિસ્તારપુર્વક સમજાવશો…!” - અભિલાષાએ નવાઈ સાથે કહ્યું.

“જો ! અભિલાષા હું સીધો જ પોઇન્ટ પર આવું છું, તારા સપના પુરા કરવા માટે, તારે પણ થોડોક ભોગ આપવો પડે…!”

“કેવો….ભો…?” 

“વન નાઈટ સ્ટેન્ડ - હવશભરેલા અવાજમાં કેશવ હર્ષચન્દ્ર બોલ્યો.

    આ ! સાંભળી...અભિલાશનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો, હવે તેને કેશવ હર્ષચન્દ્રની નિયતનો ખ્યાલ આવી રહ્યો હતો, અભિલાષા ગુસ્સાને લીધે લાલઘૂમ થઈ ગઈ હતી, હૃદયના ધબકારા વધી ગયા હતા, પરસેવો થવા લાગ્યો હતો.

“જોવો ….સાહેબ….”

“કંઈ નહીં સાંભળવું મારે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ કોમન છે, જેમાંથી હાલની કેટલીય અભિનેત્રીઓ પસાર થઈ ચૂકી છે, જે અભિનેત્રીઓ સહમત થઈ તેઓ હાલ ખૂબ જ ફેમસ છે, અને તારી જેમ ના કહેનારી કેટલીય અભિનેત્રીઓ આજે ફેંકાઈ ગઈ છે…” - કેશવે અભિલાષાને અટકાવતા કહ્યું.

  આ સાંભળી અભિલાષાએ ટેબલ પર રહેલ ગ્લાસ માંથી બે ઘૂંટડા પાણી પીધું, કારણ કે કેશવની વાત આમપણ પોતાના ગળે ઉતરતી ન હતી.


   અભિલાષા જાણે એક જ પળમાં પોતાના જોયેલાં સપનાનો ચકચૂર થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું, પોતે અભિનેત્રી ચોક્કસ બનવા માંગતી હતી, પરંતુ આ ભોગે તો નહીં જ, આથી અભિલાષાએ હિંમત કરીને કેશવ હર્ષચન્દ્રને એક તમાચો ચોડી દીધો, આ ઓફરને ઘસીને ઠુકરાવી દીધી.

   પોતાનું આ અપમાન કેશવથી સહન થયું નહીં, આથી તેણે અભિલાષાને કહ્યું કે 

“સાંભળ ! તે મારી ‘વન નાઈટ સ્ટેન્ડની’ ઓફર નહિ ઠુકરાવી પરંતુ તારું અભિનેત્રી બનવાનું સપનું ઠુકરાવેલ છે, એ વાત તું હંમેશને માટે યાદ રાખજે, હું તો ઠીક પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તને આજ પછી કોઈપણ ડાયરેકટર અભિનેત્રી તરીકે નહીં સ્વીકારે, હું તારું અભિનેત્રી બનવાનું સપનું ક્યારેય, કોઈપણ સંજોગોમાં પૂરું નહીં થવા દઈશ, ત્યારબાદ અભિલાષા આંખમાં આંસુ સાથે કેશવની ઓફિસેથી રવાના થઈ.

   ધીમે-ધીમે દિવસો, અઠવાડિયા, અને મહિનાઓ વીતવા લાગ્યાં, પોતાની પાસે રહેલ બધી જ મૂડી પુરી થવા આવી હતી, અને કેશવને લીધે પોતાને ફિલ્મોમાં કોઈ ડાયરેક્ટર અભિનેત્રી તરીકે લેવા માટે તૈયાર થતું ન હતું, બીજી બાજુ અભિલાષાનાં પરિવારવાળા પણ અભિલાષાને સ્વીકારવા તો ઠીક વાત કરવા પણ તૈયાર ન હતાં, અભિલાષા આવડી મોટી દુનિયામાં એક જ ઝાટકે એકલી પડી ગઈ હોય, તેવું પોતે અનુભવી રહી હતી, પોતાનું કોઈ ન હોવાના દુઃખને લીધે પોતાને રડવું આવી રહ્યું હતું...આ સમયે અભિલાષાએ અનુભવ્યું કે આપણી લાઈફમાં કોઈક તો એવું એક વ્યક્તિ હોવી જોઈએ કે જેની સાથે આપણે આપણાં સુખ અને દુઃખ વહેંચી શકીએ, પરંતુ કમનસીબે અભિલાષાના જીવનમાં કદાચ તે સુખ પણ નહીં હોય.


 ચાર મહિના બાદ

  અભિલાષાનાં ફોનમાં કોઈ અજાણ્યા નંબરમાંથી ફોન આવે છે

“હેલો ! મેડમ !”

“હા”

“મેડમ ! હું તેજપાલ બોલું છું, હું એક ડાયરેક્ટર છું, મારો પોતાનો એક સ્ટુડિયો છે, જો તમે રાજી હોવ તો હું તમારી સાથે કામ કરવા માગું છું, તમને જોઈતા હોય એટલા રૂપિયા હું તમને આપવા તૈયાર છું, પણ….પ….ણ….?”

“પણ ! શું…..?...તેજપાલ સર..”

“હું માત્ર એડલ્ટ એટલે કે ‘બી’ ગ્રેડ મુવી જ બનાવું છું, જેનું મારી પાસે લાઇસન્સ પણ છે, અને મેં તમારો ફોટો જોયો તમે ખુબજ હોટ લુક ધરાવો છો, તમે ધારો તો આ ઇન્ડસ્ટ્રરી ધૂમ મચાવી શકો છો….”

   તેજપાલની આ વાત સાંભળીને અભિલાષાને ખૂબ જ ગુસ્સો આવ્યો, પરંતુ પોતાના ગુસ્સા પર કાબુ કરતા અભિલાષાએ વિચાર્યું કે હાલમાં તેને અન્ય કોઈ ડાયરેક્ટર ફિલ્મો માટે લે તે શક્ય નથી, પરિવારવાળા કોઈ વાત કરવા તૈયાર નથી, પોતાનું કોઈ એવું નથી કે તેને મદદ કરી શકે, આ ઉપરાંત હાલમાં પોતાની પાસે જે કાંઈ રૂપિયા કે મૂડી હતી તે બધુ જ ખર્ચાય ગયું હતું, પરિસ્થિતિ એવી હતી કે પોતાની અનિચ્છા હોવા છતાંપણ તે આ કામ માટે ના પાડી શકે તેમ નહોતી.

   મિત્રો વિચાર કરો કે જે યુવતી પોતાનું સર્વસ્વ છોડીને પોતાનું અભિનેત્રી બનવાનું સપનું લઈને મુંબઈ શહેરમાં આવી હતી તે જ યુવતી, સંજોગોવશાત એડલ્ટ ફિલ્મની અભિનેત્રી બનીને રહી ગઈ,

ત્યારબાદ અભિલાષાએ તેજપાલને ફિલ્મમાં કામ કરવા માટે રાજી થઈ ગઈ, અને એક શોર્ટ એડલ્ટ ફિલ્મ પણ બનાવી, આ ફિલ્મમાં અમુક -અમુક એવાં હોટ સીન આપ્યા, કે જેને લીધે અભિલાષા યુવાનોમાં ખુબજ લોકપ્રિયતા મેળવી લીધી.

   થોડાક જ દિવસોમાં આ વીડિયો અભિલાષાનાં પરિવાર સુધી પણ પહોંચી ગયો, અને આ વીડિયો જોયા બાદ, અભિલાષાના પિતાએ અભિલાષાને ફોન કરીને કહ્યું કે

“ તારે ! અમને શાંતિથી જીવવા પણ નહીં દેવા….? તે આ શું માંડ્યું છે અમારી આબરૂ કે ઈજ્જતના ધજાગરા કરવાનું, અત્યાર સુધી તો તારા માટે અમારા ઘરનાં દરવાજા જ બંધ હતાં, પરંતુ આજ પછી તું કાયમિક માટે અમારા માટે મરી જ ગઈ છો એવું અમે સ્વીકારી લીધું છે, આજ પછી ક્યારે પણ અમને ફોન કરતી નહીં, અમે તારા માટે જીવતે જીવતા જ કાયમિક માટે મરી ગયા છીએ એવું સમજી લેજે…..” - આટલું બોલી અભિલાષાનાં પિતાએ કોલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો.

  અભિલાષા કંઈ ખુલાશો કે કઈ સમજાવી શકે તેવી હાલતમાં હતી નહીં, તે માત્રને માત્ર મોબાઈલ ફોન હાથમાં રાખીને રડતી જ રહી, હવે તેને પોતાની જિંદગી પણ હવે બોજ સમાન લાગતી હતી. અભિલાષા વિચારી રહી હતી કે પોતે કોના માટે જિંદગી જીવે…..એકપણ વ્યક્તિ પોતાનું કહી શકાય તેવી હતી જ નહીં…


હાલમાં

  આમ અભિલાષા પોતાનું કોઈ ન હોવાથી, ઉપરાંત જિંદગી બોઝ સમાન લાગવાથી, તેણે ઈશ્વરને માત્ર એક જ પ્રાર્થના કરી કે

“હે ! ઈશ્વર ! મને એવું લાગે છે કે તું મારા નસીબમાં સુખ લખવાનું જ ભૂલી ગયો હોઈશ, મારો વાંક શું હતો કે માત્ર મેં એક અભિનેત્રી બનવાનું સપનું જોયું એ જ ….? એમાં પણ આટઆટલી મુશકેલીઓ, બસ ભગવાન હવે મને મારું જીવવું પણ વ્યર્થ લાગે છે, કારણ કે મારા એક સપનાંને લીધે હું સારી અભિનેત્રી , દિકરી ,પત્ની, મિત્ર, કે બહેન ના બની શકી પરંતુ મારી તને એક જ પ્રાર્થના છે કે આવતાં જન્મમાં મને સપના જોવા માટે આંખો આપે તો એ સપના પૂરા કરવાં માટેની હિંમત અને મોકો પણ આપજે….બાકી આ જન્મમાં તો નહીં….પણ હવે બસ થયું હું હવે તારી કસોટી આપી શકુ એટલી સક્ષમ નથી, એટલે હવે હું મારું જીવન ટૂંકાવું છું, મને મનુષ્ય અવતાર આપવા બદલ તારો હૃદયપૂર્વક ખુબ ખુબ આભાર….!” - આટલું બોલી અભિલાષાએ ફૂટપાટના બાંકડા પર બેઠા - બેઠા એક સાથે જ ઊંઘની 15 ગોળીઓ ગળી ગઈ.

   એવામાં એકાએક અભિલાષાનો ફોન રણક્યો, અભિલાષાએ મોબાઇલની ડિસ્પ્લે પર જોયું તો લખેલ હતું કે - રણજીત, ત્યારબાદ અભિલાષાએ રણજીતને બધી જ વિગતો જણાવી, આથી રણજીતને પણ થોડોક આઘાત લાગ્યો, કારણ કે રણજીત અભિલાષાને પહેલી વખત જ્યારે જોઈ, ત્યારથી જ તેને પસંદ કરવા લાગ્યો હતો, પરંતુ અભિલાષાનાં સ્ટેટ્સને લીધે કાયરેય પણ પોતાના દિલની વાત અભિલાષાને જણાવી શક્યો ન હતો, આજે રણજીતે પોતાના દિલની વાત કરવા માટે પણ એવા સમયે ફોન કર્યો કે જ્યારે અભિલાષા પાસે સમય ખુબ જ ઓછો હતો, એ મૃત્યુના દરવાજે જ ઉભી હતી, આથી રણજીતે પોતાના દિલની વાત ન કહી, અને તાત્કાલિક અભિલાષા જે જગ્યાએ હતી, તે જગ્યાએ એમ્બ્યુલન્સ બોલાવી લીધી, અને થોડીક જ વારમાં રણજીત પણ પહોંચી ગયો.

   રણજીતે જ્યારે અભિલાષાને જોઈ ત્યારે તે બેભાન અવસ્થામાં હતી, આથી તાત્કાલિક રણજીત એમ્બ્યુલન્સ દ્વારા અભિલાષાને હોસ્પિટલમાં લઇ ગયો, 24 કલાક બાદ અભિલાષા ભાનમાં આવી, તો તેને આશ્ચર્યનો કોઈ પાર ના રહ્યો, કારણ કે પોતે હજુ પણ જીવી રહી હતી, પોતાનું હ્ર્દય હજુ પણ ધડકતું હતું, જે માત્રને માત્ર રણજીતને લીધે જ શક્ય બન્યું.

   ભાનમાં આવતાની સાથે જ અભિલાષાએ રણજીતને એક જ પ્રશ્ન પૂછ્યો.

“શાં માટે મારો જીવ બચાવ્યો...મારે કોનાં માટે જીવવું…”

“ફક્તને ફક્ત મારા જ માટે” - રણજીતે માત્ર થોડા જ શબ્દોમાં જ અભિલાષાને ઘણું બધું કહી દીધું.

“તું મારા વિશે બધું જાણે છો… છતાંય તું મને પ્રેમ કરે છો…?”

“જાણું છું...એટલે જ પ્રેમ કરું છું…” - જાણે આ વાક્ય અભિલાષાના હૃદયની આરપાર સોસરવું નીકળી ગયું હોય એટલું મીઠું હતું.

  આ સાંભળી અભિલાષાને જાણે જીવન જીવવાનો આધાર મળી ગયો હોય તેવું લાગી રહ્યું હતું, ભગવાને એક જ પળમાં જાણે એકસાથે જ બધી ખુશીઓ આપી દિધી હોય તેવુ લાગ્યું, ત્યારબાદ અભિલાષા અને રણજીત એકબીજાને ગળે વળગી ઘણાં સમય સુધી રડતાં રહ્યાં.

  અભિલાષાએ પોતાના આંસુઓ લૂછતાં- લૂછતાં ભગવાનને એટલું જ કહ્યું કે, “ભગવાન ! બધાં લોકો કહે છે કે ઉપરવાલે કે ઘરમે દેર હે લેકિન અંધેર નહીં, જે આજે તે સાચું પાડ્યું, હું એ વસ્તુ ભૂલી જ ગઈ હતી કે જેવી રીતે રાત પછી દિવસ આવે, તેવી જ રીતે દુઃખ પછી સુખ આવે જ છે, અને તું આપે જ છે, બસ મનુષ્ય, ખુબ જ થોડાજ સમયમાં પોતાની ધીરજ ગુમાવી બેસે છે...મારી જેમ...મને માફ કરજે…..હૃદયથી મારા તને સો સો સલામ અને ખુબ ખુબ આભાર.”

   મિત્રો, આપણે આપણી સોસાયટીમાં પણ અમુક લોકો ખરાબ હોય તો તેને ખરાબ નજરે જોતા હોઈએ, પરંતુ તેની પાછળનું કારણ જાણવા ક્યારેય પ્રયત્ન કરતાં નથી હોતાં, અહીં અભિલાષાની શું ભુલ હતી કે તેણે એક અભિનેત્રી બનવાનું સપનું જોયું એ જ ને….? તો અભિલાષાની આવી પરિસ્થિતિ માટે જવાબદાર કોણ….?? આપણા સમાજમાં રહેતા પેલા કેશવ હર્ષચન્દ્ર જેવા ડાયરેક્ટર કે પછી ખુદ અભિલાષાના પરિવારજનો કે જે અભિલાષાને આવી જિંદગી જીવવા માટે મજબુર કરી દિધી હતી…..? પરંતુ મિત્રો આપણાં જ સમાજમાં રણજીત જેવા કેટલાય સજ્જન લોકો પણ રહેલા છે કે જેને લીધે આજે પણ માનવતા કે માણસાઈ આ જગતમાં ટકી રહી છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama