Bhavna Bhatt

Drama

2  

Bhavna Bhatt

Drama

આવી લગ્ન ની જાન

આવી લગ્ન ની જાન

3 mins
638


આજે આશાના લગ્ન હતા. જાન અમદાવાદથી ચરોતરના એક ગામડામાં આવતી હતી તો જાનના સ્વાગત માટે પૂરજોશથી તૈયારી થઈ રહી હતી.. આશાના પરિવારના આ લગ્ન હેમેખેમ પતે એ માટે દોડધામ કરી રહ્યા હતા.. આશા ને તૈયાર કરી દીધી હતી કે જેથી ફોટા પાડી શકાય. લગ્નનો માહોલ હતો એટલે શરણાઈ વાગી રહી હતી અને અમુક સગાં વ્હાલા, કુટુંબના બધાં વારાફરતી આશા જોડે ફોટા પડાવી રહ્યાં હતાં. અને કુટુંબની બહેનો લગ્ન ગીતો ગાઈ રહી હતી. લગ્નનાં મંડપ નીચે નાના છોકરાઓ દોડાદોડી કરી રમી રહ્યા હતા.

આશાનું ઘર ગામની વચ્ચે હતું અને ઘરની સામે ખાલી ખુલ્લી જમીન હતી. ગામ ની શાળામાં જાનનો ઉતારો આપવામાં આવ્યો હતો.. આશાની બહેનપણીઓ પણ સવારથી આવી ગઈ હતી. આશાના લગ્નનું મુહૂર્ત ગોધુલી સમય નું હતું. વલસાડ થી કેરી મંગાવી હતી અને જમણવારની પણ તૈયારી ચાલુ હતી.


બહારથી આશા ના નાનાં ભાઈ એ બૂમ પાડી કે એ જાન આવી ગઈ. જાન આવી. આ સાંભળી ને આશા અને એની બહેનપણીઓ અને એના મોટા ભાભી ધાબેથી જાન જોવા ઉપર ગયા... બધાં ધાબાની પાળી પાસેથી જોતા હતા અને આશા ને હેરાન કરતા હતા. વરરાજા પિયુષ લાલ ગાડીમાં આવ્યા હતા.. આખું ગામ આ જાનને જોવા ઉમટી પડ્યા હતા. જાનૈયાઓ દારૂખાનું ફોડી રહ્યા હતા.. આશા અને પિયુષ ના નામ વાળા ફેન્સી ફટાકડા ફોડતા હતાં બધાં અમદાવાદ થી આવેલ જાન અને આશાના નસીબના વખાણ કરતા હતા. આજુ બાજુના લોકો પણ વાતો કરતાં હતાં કે નશીબદાર છે આશા કે જેના લગ્ન આવા મોટા ઘરમાં થયાં... અને જુવો વરરાજા પણ હિરો જેવા લાગે છે.. દેખાવે કેવા સુંદર લાગે છે અને ચકોર છે.અને આશા ની સાસુ નો ઠસ્સો જોરદાર છે. બસ આમ જ આશા એના લગ્ન જીવનમાં ખૂબ ખુશ રહે અને કોઈ ની બુરી નજર ના લાગે એના સંસાર ને.. આમ લોકો અલગ અલગ વાતો કરતા હતા પણ આખું ગામ અંચબિત થઈ ગયું હતું કારણ કે હજુ સુધી આખા ગામમાં આવી જાન આવી ન હતી.


એક ટ્રક ભરીને તો ફટાકડા ફોડયા અને બેન્ડ વાજા લઈ આવ્યા હતા તો એ વગાડી ને જાનૈયા એ ખુબ ડાન્સ કર્યો.

એથી જ લોકો વખાણ કરતા હતા શું જોરદાર જાન છે. રંગ છે અમદાવાદ ના વેવાઈને કે રૂપિયા વાપરી જાણ્યા.

અને એ જ વખતે ઉપરથી જાન જોઈ રહેલા આશાનાં ભાભી નો પગ લાઈટીગ કરેલા વાયરો ના છેડા પર પડતાં એક છેડો છૂટી ગયો અને ભાભી ને જોરદાર કંરટ લાગ્યો.


અને ભાભી એ ચીસ પાડી એ સાથે જ આશા અને એની બહેનપણી ઓ ચીસો પાડી. બધાં દોડી આવ્યા ડોક્ટર ને બોલાવ્યા.. જોરદાર કંરટ લાગવી થી ભાભી બેભાન થઈ ગયા હતા. ડોક્ટરે એક ઇંજેક્શન આપ્યું અને દવા આપી.. લગ્ન મંડપમાં તો સોપો જ પડી ગયો.. પિયુષ અને એના ઘરવાળા બધાં જ કંઈ ને કંઈ રીતે મદદરૂપ બનવા કોશિશ કરતા હતા..

કલાક પછી ભાભી ને સારું થયું અને પછી જાનની આગતાસ્વાગતા કરી . જાનૈયાઓ એ ડાન્સ કરવામાં અને અ એક નાના વિધ્ન થી લગ્ન નું ગોધુલી નું મુહૂર્ત જતું રહ્યું..વરરાજા ને પોંખવામાં આવ્યા અને આશા ને લગ્ન મંડપમાં લાવવામાં આવી. આશા હાથમાં હાર લઈ આવી.. અને એકબીજા ને હાર પહેરાવ્યા. જાનૈયાઓ ને સગાંવહાલાં ને એક બાજુ જમવા બેસાડયા અને એકબીજુ ગોરમહારાજે લગ્ન વિધિ ચાલું કરી. અને કન્યા પધરાવો સાવધાન બૂમ પાડી.. આશા ને લાવવામાં આવી. રાત્રે ૨-૩૦ હસ્તમેળાપ થયો અને લગ્ન સતાપદી ના સાત ફેરા ફર્યા.. આમ સુખરૂપ લગ્ન વિધિ સંપન્ન થઈ.. પરોઢિયે પાંચ વાગ્યે જાનને વળાવી.


Rate this content
Log in

Similar gujarati story from Drama