Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Harshada Kadam Gujar "હ g "

Thriller

4.3  

Harshada Kadam Gujar "હ g "

Thriller

આત્માનું આવરણ

આત્માનું આવરણ

3 mins
779


"આત્મા" શબ્દ આવે એટલે લોકોના મનમાં અનેક વિચારો ચાલવા માંડે અને છેલ્લે એકજ તારણ કાઢવામાં આવે કે "આત્મા"એ ખરાબ જ હોય. "આત્મા"નો અર્થ મારા મત પ્રમાણે જીવન અને મૃત્યુ વચ્ચેનો એક સુંદર પડાવ.

આખા જીવનમાં દરેક વ્યક્તિને એકાદવાર સારા અને ખરાબ અનુભવો થતાં જ હોય છે, બસ અમુક લોકો એ કોઈને કહી શકે છે અને અમુક બોલી નથી શકતાં. આજે હું જે વાત કહીશ એ કાલ્પનિક ઘટના નથી, અનુભવેલ સત્યઘટના છે.

વડોદરામાં એક સુખી કુટુંબ વિક્રમ ભાઈ, કુસુમ બેન, કંદર્પ અને આપણુ મુખ્ય પાત્ર નિમૅોહી. નિમૅોહીની ઉંમર પંદર વર્ષ. એકદમ મનમેળાઉ. ઘરમા નાની એટલે બઘાની જ લાડકી; પણ એ બધાથી અલગ હતી. એને એક શક્તિ સાથે જન્મ લીઘેલો એટલે ઘરના બધાં જ એને સાચવતા.

નિમૅોહીને જે ઘટના ઘડવાની હોય એ પહેલાં જ દેખાઈ જતું. સપનામાં સારું કે ખરાબ બધું જ. આ બધું એ જ્યારે પણ સુતી ત્યારે જ થતું. જેના કારણે નિમૅોહી ઉંઘતા ગભરાતી માત્ર પંદર વર્ષની દીકરી ડગલે પગલે ગભરાઈને જીવતી. કહેવાય ને કોઈ શક્તિ બીજા માટે વાપરો તો એ વરદાન સાબિત થાય, પણ પોતાના માટે શ્રાપ.

અને ન ઘટવાનું અચાનક નિમૅોહી સામે આવીને ઉભુ થયુ. એણે જે જોયું એ પચાવવું બહુ જ મુશ્કેલ હતું. નિમૅોહીનું સપનું ઘરની જ વ્યક્તિનું મોત હતું. અને બીજું કોઈ નહી પણ એને જીવથી વધારે પ્રેમ કરનાર. એના પિતા હતાં આ વાત નિમૅોહી કોઈને કહી ના શકી અને થોડાક દિવસમાં વિક્રમભાઈનો શ્વાસ છૂટ્યો. બધાં કરતાં નિમૅોહીને વઘારે આઘાત લાગ્યો કે એ કંઈ જ ન કરી શકી.

પણ કહેવાય છે ને કે ભગવાન કંઈક છીનવે તો કંઈક આપે. પણ........ નિમૅોહી ને રોજે કંઈક ભાસ થતાં મસ્ત ઠંડો પવન એના શરીરને સ્પશૅ કરતો અચાનક ફૂલો અને અત્તરની સુગંધ આવતી, આ બધું નિયમીત થતું. એક દિવસ ન રહેવાયું તો બઘી વાત કુસુમબેનને કરી. એમણે શાંતિથી કહ્યું. "બેટા તું ભગવાનનો પ્રસાદ છે તો તને ક્યારેય નુકસાન કોઈ કરી જ ન શકે." નિમૅોહીને ઉંઘ આવી ગઈ. અચાનક કોઈ નિમૅોહીને બોલાવતું હોય એવો ભાસ થયો. એ ઉઠી અને અવાજની દિશામાં જવા લાગી. મનમા અનેક પ્રશ્નો સાથે. એ જગ્યા પર પહોંચી. ત્યાં કોઈ નહોતું. ફરી ઠંડો પવન ફૂલો અને અત્તરની સુગંધ નિમૅોહીની આજુબાજુ ફરવા. લાગી બીકની મારે નિમૅોહી ટેબલને ભટકાઈ અને જોરથી બૂમ પાડી. " પપ્પા બહુ જ જોરથી વાગ્યુ " રડતા રડતા પપ્પાને યાદ કરતી હતી અને અચાનક............ નિમૅોહીના માથા પર કોઈનો હાથ ફરતો હોય એવો અનુભવ થયો. પણ નિમૅોહી આ વખતે ગભરાઈ નહીં. કારણ જે સ્પશૅનો અનુભવ નિમૅોહી કરતી હતી. એ સ્પશૅ બીજા કોઈનો નહીં એના પપ્પાનો જ હતો.

નિમૅોહીની આજુબાજુ એના પપ્પાએ પ્રેમનું આવરણ બનાવી દીધેલું આજે નિમૅોહીનાં લગ્ન થઈ ગયા છે પણ એના પપ્પાના આત્માનું આવરણ આજે પણ એનું રક્ષણ કરે જ છે.


Rate this content
Log in

More gujarati story from Harshada Kadam Gujar "હ g "

Similar gujarati story from Thriller