ઘાબળો
ઘાબળો
લાલ કપડાં, સફેદ દાઢી, વાળ, મૂંછ વાળા દાદા બઘાની ઈચ્છા પૂરી કરે છે એમ સાંભળ્યું છે મારી પણ ઈચ્છા પૂરી કરશે ને? આવી ઈચ્છા મન મા રાખી ને હું આજે સુઈશ. મને કઈ મારા માટે નથી જોઈતું પણ ઠંડીના દિવસો ચાલે છેને ફૂટપાથ પર સુઈયે ત્યારે ઓઢવા કઈજ નથી હોતું. મારો નાનો ભાઈ ઠુઠડુ વળીને મારી હુંફ લેતા સુવે છે મને જો દાદા એક ઘાબળો આપશે તો મારા ભાઈને ભુખ્યા હોવા છત્તા, ઉંધ સારી આવશે.
" દાદા એક ઘાબળો મને પણ આપશોં ને."