મુસાફરી
મુસાફરી
એક છોડ ખૂણાનાં
ઓરડામાં રડતો રહ્યો,
વરસતો મુશળધાર,
વરસાદ જોઈને..!
( ચંદ્રેશ પ્રજાપતિ"રજ")
કેવું સરસ વાક્ય એ નાનકડી આંખોએ કેટલા સપનાંઓ જોયા હશે. એ નાનકડી આંગળીયોએ કેટલા સપનાંઓ સ્પર્શ્યા હશે એ વાત કેમ કોઈને જાણ ન થઈ. આજ વાત મને ખુબજ સ્પર્શી ગઈ.
વડોદરાથી નવસારી જતા ટ્રેનના ડબ્બામા મારી સાથે એક પરિવાર હતું. માતા પિતા અને એક દીકરી. એ દીકરીનો ચહેરો એટલો મોહક કોઈને પણ પોતાના વશમા કરી લે એવો. મેં એને નામ પુછ્યું તો જવાબ સાંભળીને જ હું ખુશ થઈ ગઈ દીકરીનું નામ હતું " નિર્મોહી ". નિર્મોહીની ઉંમર લગભગ પંદર વર્ષ હશે એની મમ્મી નિર્મોહીને એકદમ ચપોચપ પકડીને બેસી હતી. મને એમ લાગતુ હતુ કે એ બહેન કોઈનાથી ગભરાઈ રહ્યા હોય.
સફરમા સાથે હોવાથી વાતચીત શરુ થઈ પણ જ્યારે પેલા ભાઈ દીકરી કે બહેન તરફ જોતા તો એ બેવ ગભરાઈ જતી મેં આ બે ત્રણ વાર જોયું. સુરત સ્ટેશન પર અમારી ટ્રેન થોડીક વાર રોકાઈ. ભાઈ ચા લેવા નીચે ઉતર્યા તરતજ નિર્મોહી મને બોલી "આંટી મને અને મારી મમ્મીને પપ્પાથી બચાવશો ? " મેં તરતજ પુછ્યું શું થયું કેમ આમ બોલો છો તમે. તરતજ એ
બહેન બોલ્યા " બહેન મારા પતિ મારી મરજી વિરુઘ્ઘ મારી નિર્મોહીને વેચવા લઈ જાય છે."
અચાનક ભાઈ આવતાજ બેવ ચૂપ થઈ ગઈ. મેં વિચાર ન કર્યો તરતજ બાથરુમ જવાના બહાને મેં પોલીસને જાણ કરી નવસારી સ્ટેશને ટ્રેન પહોંચે એ પહેલા પોલીસ ત્યા હાજર હતી. ભાઈને લઈને પોલીસ સ્ટેશને લઈ ગઈ પુછપરછ શરુ થઈ એ બહેને બધુજ કહ્યુ પણ એ ભાઈનો જવાબ સાંભળીને મારા પગ નીચેની જમીન ખસી ગઈ એ બોલ્યા, "દીકરી શું કામની..ભણાઓ, બધું શીખવો અને પછી દહેજ પણ આપો." આના કરતા વેચીને એકજ વાર સારી મોટી રકમ લઈને છુટ્ટા. દીકરો હોત તો સારુ હોત. આ વાત જેવી પતી એવીજ એ ભાઈને ગાલ પર રમ રમાઈને મેં ચોડી આપી. મારી જેમ એ બહેને પણ પોતાની ભડાસ કાઢી. આવા પિતા કરતા પિતા ન હોય એ સારુ મેં મનોમન વિચાર્યું.
પોલીસે એ ભાઈના સામે કેસ ફાઈલ કર્યો. નિર્મોહી અને એ બહેન પોતાના પિયર ભાઈના ત્યા રહેવા જતા રહ્યાં. જતા જતા નિર્મોહી અને બહેને મારો આભાર વ્યક્ત કર્યો.
કેટલું સારુ લાગે છે જ્યારે આપણે કોઈની મદદ કરીયે ત્યારે. ક્યારેક તમે પણ કોઈ જરુરતમંદ વ્યક્તિની મદદ કરીને જોજો તમારા મનને કેવો આનંદ મળે છે ........!