આત્મવિશ્વાસ
આત્મવિશ્વાસ


આજે અચાનક નિયતી પોતાના પર ખુબજ ગવૅ અનુભવતી હતી. વિવેકને છોડીને જતા એને કોઈજ ગમ નહોતું. બસ નિતીનને ઉચક્યોં અને ચાલી નિકળી. ઉંબરા પર જ્યા ગૃહ પ્રવેશ કરીને આવેલ પત્નિ પોતાના કાળજાના કટકાને માટે આ કઠોર નિણૅય કરીને નિકળી.
નિયતીમાં અચાનક આવેલા બદલાવને વિવેક સમજી ન શક્યોં પણ ક્યાંકને ક્યાંક નિયતી પર કરેલ અત્યાચાર યાદ આવતા હતાં. નિયતી એક મોટા ઘરની એક ની એક દીકરી. નિયતીના માવતરે એને જીવનમાં ક્યાંય અટકે નહી એ માટે પગભર કરેલ. એક ખાનગી કંપનિમા બહુંજ મોટી જગ્યા પર નિયુક્ત થયેલી. ભણવામા ખૂંબજ હોંશિયાર હતી એટલે કંપનિના દાવપેચ વ્યવસ્થીત સમજી શકતી.
નિયતીના હાથ નીચે વિવેક કામ કરતો. વિવેક પણ દેખાવડો હતો. જોત જોતામા નિયતી અને વિવેક ખુબજ નજીક આવી ગયા. અને લગ્નબંઘનમાં બંઘાઈ ગયા. થોડાક વષૅ બહુજ સારું ચાલ્યું. પણ કહેવાય છેને કે સુ:ખ પછી દુ:ખ દરવાજો ખખડાવેજ છે. નિયતીએ નિતીનને જન્મ આપ્યોં.
નિતીનને મગજમાં ગાંઠ હતી. એ શસ્તક્રિયા કરતા કરતા કોઈ નસમા ઈજા થઈ અને નિતીન સમજવાની શકિત ખોઈ બેઠો. નિતીનના કારણે નિયતી અને વિવેકમા ખુબજ ઝગડા થતા. નિયતી નિતીનનું ઘ્યાન ખુબજ સારી રીતે રાખતી. પણ આજ વિવેકને ગમતું ન હતું. વિવેક કાયમ બોલતો એને આશ્રમમા મુકી દઈયે. પણ માનું મન કેમ માને !
રોજ ઝગડા થતા. પણ આજે તો હદ પાર થઈ. વિવેકે નિયતીને બહાર બોલાવી અને નિતીનના રુમને આગ લગાડી. નિયતીને કઈ ખબર પડે એ પહેલાજ આગે જોર પકડ્યું. પણ મા ક્યારેય હાર ના માને અને જ્યારે પોતાના બાળક પરની ઘાત કેમ સહન કરે.
આગ જેમ તેમ હોલવાહી અને હાથમાં જે આવ્યું એ લઈ બેગ ભરીને નિતીનને ઉચકીને ચાલી નિકળી. આજે નિયતી પોતાના નિતીનની સાથે અલગ રહીને કામ સંભાળે છે. અને નિતીન જેવા બાળકોને માટે સ્કૂલ પણ ખોલી છે. સાચું કહેવાય છે જ્યારે આપણો આપણા પર આત્મવિશ્વાસ બેસે ત્યારે આ જગતની કોઈપણ તાકત એ વ્યક્તિને હરાવી શકશેજ નહીં.