બાળપણ
બાળપણ
બાળપણમાં જોયેલા અનેક સપનાંઓને ભાગ્યે જ કોઈ પૂરું કરવાનું સાહસ કરી શકે છે. એવું જ મારી એક નજીકની સખીના કુટુંબના બઘાજ ભાઈઓએ જોયેલ સપનાની વાત કરી. એ સાંભળીને હું એકદમ ખુશ થઈ.
મારી સખી સોનલ ધારૈયા અમારી મિત્રતાને પાંચ વર્ષ થયાં. સોનલનો સ્વભાવ એકદમ મસ્ત. કોઈ પણ કામ આપો ખૂબજ સહેલાઈથી પૂરું કરનારી. એક દિવસ વાત વાતમાં એના બઘા ભાઈઓએ જોયેલ બાળપણના સપનાંની વાત મને કહી.
સોનલ કહે, "અમે બઘાંજ ભાઈ બહેનો દર દિવાળીએ મોટાં ઘરે ભેગાં થતાં અને ખૂબજ ફટાકડા અને અનેક પ્રકારની મિઠાઈઓ ખાતાં. બાળપણમાં ખૂબજ મસ્તી કરતા." બાળપણની વાત કહેતા કહેતા થોડીક શાંત થઈ અને કહે, "અમારા ઘરની સામે ઝૂંપડપટ્ટીમાં અનેક બાળકો રહેતાં. માંડ ખાવાનું નસીબે મળતું, એ તહેવારો કેવી રીતે ઉજવે? અમે ફટાકડા ફોડીએ તો એ તાળી વગાડતાં. બઘાજ ભાઈઓ આ જોઈને વિચાર કરતા કે કંઈક તો કરવું જ છે. ઘીમેઘીમે સમય વીતતો ગયો. દર દિવાળીએ આજ દ્રશ્ય જોવા મળતું. એ બાળપણ હવે ક્યાંક ખોવાઈ ગયું. બઘા સારી નોકરીએ લાગ્યા. બહેનોનાં લગ્ન થયાં પણ દર દિવાળીયએ ભેગાં જરૂર થતાં."
સોનલના કહેવાથી રાકેશ ભાઈનો સંપર્ક કર્યો અને રાકેશ ભાઈએ બઘીજ વાત મને કહી. "બાળપણથી દરેક દિવાળીમાં અમે ખૂબ ફટાકડા ફોડતાં અને તહેવારનો પૂરેપૂરો આનંદ માણતાં પણ અચાનક પેલા ઝૂંપડપટ્ટીનાં બાળકો આંખો સામે આવ્યાં અને અમે બઘાંએ મળીને એક નાની શરુઆત કરી. ફટાકડા ફોડવા કરતાં એજ પૈસાથી કોઈના ચહેરા પર સ્મિત લાવી શકીએ તો સાચા અર્થમાં તહેવારની ઉજવણી થશે.
બઘા ભાઈયોએ મળીને એક ગૃપની શરૂઆત કરવાનો વિચાર કર્યો અને નામ આપ્યું, ‘મિશન હેપ્પીનેશ’ આ ગૃપની સ્થાપના ૨૦૧૪ મા કરવામા આવી. આ ગૃપ અનાથાલય, વૃઘ્ઘાશ્રમ, અસ્થીર મગજના લોકોને મદદ પહોંચાડે છે પુસ્તકો, કપડા, સાબુ, તેલ જેવી નાનામાં નાની વસ્તુઓ પૂરી પાડે છે."
ગ્રૃપની શરુઆત સોનલ સાથે ગૃપને શરુ કરનારા ભાઈઓ હિતેશ બકરાણીયા, રાકેશ બકરાણીયા, વિજય બકરાણીયા, ભાવિન બકરાણીયા, સંજય બકરાણીયા, કલ્પેશ બકરાણીયા, પાર્થ બકરાણીયા અને હષિૅત મિસ્ત્રી કુટુંબના આઠ ભાઈઓએ કરેલી, આજે એમાં તેમના મિત્રો, સબંઘીઓ, સોશીયલ મિડીયાથી ઓળખાણ થયેલા વ્યક્તિયો બઘાંનો જ સાથ "મિશન હેપ્પીનેશ"ને મળે છે. જેમ જેમની પરિસ્થિતિ એમ લોકો સાથ આપે છે. અને ખાસ કુટુંબનાં બાળકો પણ બઘાંને વસ્તુઓ આપે છે જેમ કરવાથી આગળની પેઢી પણ આ ગૃપને આગળ વઘારી શકે.
