Kalpesh Patel

Drama Tragedy

5.0  

Kalpesh Patel

Drama Tragedy

આસ્થા

આસ્થા

5 mins
3.5K


મળતી માહિતી મુજબ ‘પ્રદીપસિંહ’ના પિતા ‘હુકમસિંહ’, એક ઐયાશ અને નશામાં રત રહેતા જમીનદાર હતા. ‘પ્રદીપસિંહ’ના માતાના અવસાન પછી, ‘હુકમસિંહ’ બેકાબૂ બની ગયા હતા અને ઘણું ખરું તેઓ ખેતરે આવેલી લાલ હવેલીએ રહેતા અને ‘પ્રદીપસિંહ’ અને તેની બહેન ગામના મકાનમાં રઘુ ને આશરે રહી મોટા થયેલા. ‘પ્રદીપસિંહ’ ભલો અને લાગણીશીલ છોકરો હતો. ગઈ પૂનમની રાતે ‘હુકમસિંહે’ ‘શ્યામલી’ પર બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ તેના ડ્રાઈવર રતને પણ વહેતા નીરમાં હાથ ધોતા તેણે પણ ‘શ્યામલી’ને છોડી નહતી.

 ‘શ્યામલી’’ નામ પ્રમાણે કાળી પણ ‘હુકમસિંહ’ના ખેતરમાં કરેલી મજૂરીએ સુડોળ કાયાની આસામી હતી. તે અને તેની માં ‘ગવલી’ અને નાનો અપંગ ભાઈ ‘ગગો’, ‘હુકમસિંહ’ના ખેતરે કામ કરતાં અને લાલ હવેલીની પડાળીએ પડી રહેતા. ‘હુકમસિંહ’ની રહેમ નજર આ લોકો ઉપર હતી એટલે કોઈ તકલીફ વગર વિધવા ‘ગવલી’નું ગાડું ચાલતું રહેતુ. પરંતુ પૂનમની ગોઝારી રાત્રે ‘ગવલી’ના બાપને કાળોતરો ડસ્યો હતો અને તેનું ઝેર આખાય શરીરમાં ફેલયેલું હોવાથી, ‘ગવલી’નો બાપ રામ શરણ થયેલો હતો. ગવલી તેના બાપની ‘કાણે’ પિયર ગઈ હતી ‘ગવલી’ માટે એ અજવાળી રાત અંધારી બની ત્રાટકી હતી, એક બાજુ બાપનું છત્તર છીનવાઈ ગયું, તો બીજીબાજુ તે જ રાત્રે ‘શ્યામલી’ નંદવાઈ ચૂકી હતી. ઉપર આભ અને નીચે ધરતી જાય તો જાય ક્યાં ? સમય સાથે સમાધાન કરી, ‘ગવલી’એ ‘શ્યામલી’ને સાચવી, નવ મહિને ‘શ્યામલી’થી વિરુધ્ધ પૂનમના અજવાળા સમો દૂધે ધોયેલો છોકરો ‘શ્યામલી’ને કુંખે અવતરયો ત્યારે ‘ગવલી’તો ગાંડી થઈ, હારક ઘેલી થઈ આખો દિ ‘શ્યામલી’ના છોકરાને રમાડતી હતી.

સમય પસાર થતો રહ્યો. એક દિવસ અડધી રાતના પડાળીએ ‘ગવલી’એ કોઈના પગરવનો અવાજ સાંભળ્યો, જોયું તો કોઈ નરાધમ સૂતેલી ‘શ્યામલી’ને છેડતો હોય તેમ લાગ્યું. પળના વિલંબ વગર, ‘ગવલી’એ ઊભા થઈ સાડીને કછોટો માર્યો, અને ઘાર્યું ઉગામી નરાધમને ખદેડવા દોડી... ગવલી હજુ તેની તરફ જતી હતી. તેણે જોયું તો નરાધમને મોંઢે બુકાની બાંધેલી હતી, તે બુકાની ખેંચવા ‘ગવલી’એ હાથ લંબાવ્યો, ત્યારે તે નરાધમે, ગવલીને લાત ફટકારી. પેટ ઉપટ લાત વાગી હોવાથી ગવલી બેવડ વળી ગઈ. તેટલામાં નરાધમ એક હાથે ગવલીના હાથનું ધાર્યું ખૂંચવવા જાય ત્યાં વચ્ચે શ્યામલી આવી પડતાં, તેનું માથું વધેરાઈ ગયું. ઘડીકમાં બનેલી બીના અને લીહી નીતરતું ‘શ્યામલી’નું ધડ જોતાં, નરાધમના મોતિયા મરી ગયા. તેણે ‘શ્યામલી’ની ખાટમાં સૂતેલા છોકરાને ઉપાડી લીધો અને વળતી પળે ખેતરની વાડ ઠેકી, ‘શ્યામલી’ના છોકરાને લઈ ભાગી ગયો.

સરકારી તંત્ર પણ નબળા ઉપર રોફ જમાવી, કાયદા પાલનની સંહિતાના પાઠ ભણાવતા હોય તેમ તાકીદના ધોરણે, પોલીસ તંત્રએ ગમતું પંચ નામું કરી, ગવલીને થાણે તેડી ગયા. જનમની દુખીયારી ગવલી ભાંગી પડી હતી, એને હૈયે તેના અપંગ છોકરાની ચિંતા. તે અંધારામાં નરાધમને બરાબર ઓળખી ગઈ હતી, તે ‘હુકમસિંહ’નો છોકરો ‘પ્રદીપસિંહ’ હતો. મનમાં એક વાવાઝોડું ઉમટી રહ્યું હતું, શું ‘શ્યામલી’ અને ‘પ્રદીપસિંહ’ વચ્ચે કઈ....., ના !... ના..!,’ગવલી’ને તેના લોહીમાં વિશ્વાસ હતો. ‘શ્યામલી’ કોઈ કાળે કાળું કામ કરીજ ના શકે. તો પછી મૂઈ..વચમા કેમ પડી ? અને ‘શ્યામલી’ના છોરાનું થશે ? તેવા અનેક વિચારોમાં તેના હોઠ સિવાઈ ગયેલા હતા. અને પોલીસ પટેલના કોઈ પણ સવાલનો સરખો જવાબ આપતી નહતી. પોલીસ ચોકીએ ચાર ચાર દિવસના ભૂખમરો અને વારે વારે પોલીસ દ્વારા પૂછ-તાતના બહાને સતામણી થી ‘ગવલી’ને કંઠે પ્રાણ આવી ગયા હતા.

પોલીસ પણ તર્ક દોડાવતી હતી કે જમીનદારનો છોરો ‘પ્રદીપસિં’હ ગાયબ હતો, અને પોલીસ પણ શ્યામલીના કતલનો ગુનેગાર ‘પ્રદીપસિંહ’ને દ્રઢ પણે માનતી હોવાથી, ગવલીને કેસ ફિક્સ કરવા ગવાહી આપવા દબાણ કરતાં રહેતા હોવાથી... તે એકાએક, પોલીસ પટેલ ઉપર વીફરી, એ..ય... પટેલ તારી ઝીભડી સરખી રાખ, “રાંડ” “રાંડ” ન કરો કહું છું ! મને બીજી સો ગાળ્યું કાઢી લ્યો - હું ના નહિ પાડું. જરા મારી ઉમ્મર જોઈ સમજો તો સારું. તો સાંભ્ળો.. મે..જ... એ કાળમૂઈ ‘શ્યામલી’ને વધેરી નાંખી છે.

સા’એબ. મારે ‘ગગો’ નથી જોઈતો, કે ‘શ્યામલીનો છોકરો’ પણ નથી જોઈતો. મારી “આસ્થા’ અટલ છે, સા’એબ, એ જ્યાં હશે ત્યાં એને પૃથ્વીનો ખોળો મળી રહશે. એને કોઈ મારી નાંખશે તોય ધરતીની સોડ્યમાં સુવાની જગ્યા થઈ જાશે. પણ એ જડે અને સમજણ આવે ત્યારે એને એટલું કે'જો કે એનો એક અપંગ મામો પણ છે, ઈ નો ખ્યાલ રાખે. અને કહેજો કે ગામના પાદરે આવેલી તળાવડીને પાળે ખીજડી હેઠળ બિરાજેલ હનમાનને ભૂલીશ મા. આ ગામની ધરા સૌને સંઘરનારી ધરતી છે. એ તને જનમ દેનારી માટી છે. આથી વધુ મારે એની હારે કોઈ લેણ- દેણ નથી. ને તમે મને હેરાન કરવાનું મૂકો, હું તે નરાધમ ને ઓળખું છું પણ હું નામ નૈ દઉં. વધારે જુલમ કરશો તો વળતે દિ સવારે મારું મડદું જ રહેશે. મને તો સા'બ, બીજાને વાઢિ દેતાંય આવડે છે તેમ ફાંસી લટકી પડતાંય આવડે છે. તમે નાહક ઊંડા પાણીમાં ઊતરવું રે'વા દ્યો."

આટલું બોલતા ચાર દિ ની ભૂખી ગવલી હાંફી ગઈ, તે હવે ઓરડીની કોરાણે બેઠી. એણે ધરાઈને રોઈ લીધું. પોતાના પિયરિયાને તેડાવ્યા હતા, તેઓ એને મળવા વાટ જોતાં હશે એ યાદ આવતા, ગવલીનો, રોવાનો સમય લાંબો ના રહ્યો. પોલીસ પહેરા હેઠળ જેલની બહાર આવી. ત્યાં એને પિયરથી મળવા આવેલા વાઘરીઓ બેઠા બેઠા ધૂળમાં લીંટા કરતા હતા. અભણની શું વાતું હોય ? નજરુંની ભાષાથી ‘ગવલી’ તેના અપંગ ‘ગગા’ની સંભાળ રાખવા ઈશારા કર્યા. ત્યાં ધૂળ ઉડાડતી ‘હુકમસિંહ’ની ગાડી આવી. અને જમીનદારના વકીલે ગવલીના જામીન ભરેલા હોઈ. પોલીસ પટેલે ગામ નહીં છોડવાની શરતે “ગવલી’ને જામીન ઉપર જેલમાંથી મુક્ત કરી. આમ ‘ગવલી’ પાંચમા દિવસે, જામીન પર છૂટી ખોરડે આવી અને પિયરિયા પાછા તેમના ગામ ગયા.ખાલી પડાળી તેને ખાવા ધાતી હતી. કઠણ કાળજે ખિચડી રાંધી, અને ગગાને જમાડયો. અને બે કોળિયા પોતે ભર્યા. અને ગગાને લઈ ગામના પાદરે તલાવડી ગઈ, અને હનુમાનની દેરીએ શીશ નમાવી, ખીજડીએ લટકતી ચકલાંની ઠીબને ધોઈ તેમાથી બાઝેલી લીલ સાફ કરી ચોખ્ખા પાણીથી ભરી.  

બીજે દિવસે બપોરે જમીનદાર ખેતરે આવ્યો ત્યારે ગવલીને ઘાટી નીંદરનાં નસકોરાં બોલાવતી ભાળી. એવું લાગતું હતું કે કેટલાય દિવસની નીંદરે એકઠી થઈને એના અંતર ઉપર કટક ચલાવ્યું હતું. પરંતુ હકીકતમાં એની સ્વપ્નાં વિહોણી નીંદરમાં પણ. ગવલીને આસ્થા હતી કે, તળાવડીને પાળે હનમાનની ડેરી વાળી ખીજડીએ લટકતી ચકલાંની ઠીબમાં મેં નિયમિત પાણી રેડ્યું છે: મારો છોકરો અને પોતરો જ્યાં હશે ત્યાં સુખી રહશેઃ ને હું ઊંઘથી ઉઠીશ ત્યારે હું હનમાનની ડેરીએ જઈને એક જ યાચના કરી લ ઈશ - મારા છોકરા’વને ઊનો વા વાશો મા ! તેમ છતાંય હે દાદા! એની આવરદાની દોરી જ તમારે ચોપડે ટૂંકી હોય, તો મારે કાંઈ તમારી જોડે અંકોડા ભીડાવી કોઈજ કજિયો કરવો નથી. એને ધરતીમાં એક-બે હાથની જગ્યા તો કાઢી આપશો ને ? એને માથે સમી માટી ઓઢાડજો. બીજું તો કાંઈ નહિ, પણ એના દેહને સમળીઓ ઠોલે નહિ ! ઈનો ખ્યાલ રાખવાની કૃપા કરશો તોય ઘણું.

ત્રીજે દિવસે જમીનદાર ગવલીને લાલ હવેલીની પડાળી ખાલી કરવા હુકમ કરવા ખેતરે આવ્યો ત્યારે પણ ગવલી ઘાટી નીંદરમાં હતી પણ આજે નસકોરાં નહતા બોલતા...ગવલી અનંત જાતરાએ હાલી નીકળી હતી. હુકમસિંહ પાસે હવે કોઈ હુકમ હાથ ઉપર હતો નહીં.


Rate this content
Log in

Similar gujarati story from Drama