Kaushik Dave

Drama Inspirational


3  

Kaushik Dave

Drama Inspirational


આપણું ઘર

આપણું ઘર

3 mins 19 3 mins 19

" આજે રવિવારે પણ મને રજા નહીં. બીજા ના ઘરે જાવ, રવિવારે બહાર જ જમવા જતા હોય છે. વેકેશન ગયું પણ ક્યાં ય બહાર લઈ ગયા નથી. તમારા ઘર ના ઢસરડા કરી ને હું થાકી ગઈ. આજે દસ દસ વરસ થયાં પણ તમે મને બહારગામ ફરવા પણ લઈ ગયા નથી." નયના બોલી.   

" એટલે તું શું કહેવા માગે છે? આ ઘર મારા એકલા નું છે ? ઘર ચલાવવા હું કેટલી મહેનત કરું છું. ભાડાનાં મકાનમાં તકલીફ તો થવાની છે. માંડ માંડ મહિને ઘર ચાલે છે. આ તો સારું થયું કે પ્રધાનમંત્રી આવાસ યોજના ના ડ્રો માં આપણ ને ૧ બી એચ કે મળ્યું છે. આપણું પોતાનું તો ઘર કહેવાશે." નમન બોલ્યો. .                

 " સારું પણ આના હપ્તા આપણે ભરી શકીશું? શરુઆતમાં ભરવાના રૂપિયા ક્યાંથી લાવશો અને લોન કોણ આપશે? " નયના હવે નરમ અવાજે બોલી.    

" મારી બબડવાની ટેવ જ ખરાબ પડી. અઠવાડિયા માં એક રજા તમને મળે છે અને મેં તમને આટલું બધું સંભાળી દીધું." નયના બોલી.        

" હવે આપણું પોતાનું મકાન થશે. લોન તો થઈ જશે. શરુઆતમાં ભરવાના રૂપિયાની થોડી સગવડ થઈ ગઈ પણ હજુ પચાસ હજાર રૂપિયા ખૂટે છે. જોઈએ..........હવે શું થાય છે. અને આપણા ટેણીયા રાજુ ને પણ બાલમંદિરમાં દાખલ કરવાનો છે. ઈશ્વર કૃપાથી બધું સારુ થશે." નમન બોલ્યો.        

 " રાજુ બહાર રમે છે. જમવાનું થઈ જાય એટલે તમને બે ને જમાડી લઉં." નયના બોલી.                          

એટલા માં દરવાજે ટકોરા નો અવાજ આવ્યો. અને રાજુ દોડતો દોડતો ઘર માં આવ્યો. આવી ને બોલ્યો," મમ્મી, આપણાં ઘરે કોઈ આવ્યું છે." નમન દરવાજે ગયો આવનાર વ્યક્તિ ને જોઈ ને બોલ્યો," આવ આવ બહેન કૃપા બહુ દિવસે ભાઈ ને ઘરે આવી."            

 આ સાંભળીને નયના બોલી," આવો કૃપા બેન,બહુ દિવસે. તમારા લગ્ન ને છ વરસ થયાં. ને હવે ભાઈ યાદ આવ્યાં. હશે..... હું તમારા માટે પાણી લઈ ને આવું."    નમન ની બહેન કૃપા એ છ વરસ પહેલાં લવ મેરેજ કર્યા હતા.અને લગ્ન પછી પહેલી વાર પોતાના ભાઈ ના ઘરે આવી હતી.        

થોડીવાર માં નયના કૃપા માટે પાણી અને ગોળ લઈને આવી.બોલી, " ખાલી પાણી ના પીવાય. થોડો ગોળ ખાઈ ને મોં મીઠું કરો. તમારા ભાઈ ને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફ્લેટ ફાળવ્યો છે.".              

" સરસ, ભાભી, હવે તો તમારું પોતાનું મકાન તો થશે. ને ભાઈ એક જરુરી વાત કરવાની છે." કૃપા બોલી.  

આમ તો હું તમને રાખી બાંધવા જ આવી છું...કેટલાય દિવસથી તને મળી નથી."         

નમન ને આ વાત સાંભળીને થોડો ખચકાટ થયો અને પુછ્યુ," બેન , શું વાત છે વિગતે જણાવ. તકલીફ હોય તો કહે તારો ભાઈ બેઠો છે.". ભાઈ ની વાત સાંભળી ને કૃપા હસી. અને બોલી ," ના રે ના મને કોઈ તકલીફ નથી.પણ મારો ભાઈ તકલીફમાં છે એ જાણતાં હું દોડી આવી. અને તારા બનેવી એ કહ્યું છે કે ભાઈ ને રાખડી બાંધી ને આવ અને આ રૂપિયા પચાસ હજાર તમારા મકાન માટે આપ્યા છે."               

" ના,ના બહેન, મારાથી બેન બનેવીના રૂપિયા ના લેવાય. હું સગવડ કરી લઈશ." નમન બોલ્યો.                            

 " જુઓ ભાઈ તમારી તકલીફ માં મદદ કરવા બહેન બનેવી ના આવે તો કોણ આવે?. ના પાડતા નહીં તમને મારાં સોગંદ છે." કૃપા ના આંખમાંથી આંસુ આવી ગયાં.                           

નમન બોલ્યો," બહેન તારો ઉપકાર જીવન ભર ના ભૂલાય. તારી રાખીનું મુલ્ય હું ચૂકવી શકતો નથી.." નયના આ સાંભળીને રડી પડીને બોલી," કૃપા બહેન તમે અમારા ઘર માટે કરેલી મદદ જીવનભર યાદ રહેશે. હું ય ખરી છું ને કે આજે સવારથી જ તમારા ભાઈને ગમે તેમ બોલી ગઈ. રાજુ ના પપ્પા, મને માફ કરજો. અને હા, કૃપા બહેન જમીને જ જવાનું છે... હું આજે લાપસી રાંધીશ. બહુ વખતે નણંદ બા આવ્યા છે. તમારા ભાઈ બહેનનો પ્રેમ અમર છે."  


Rate this content
Log in

More gujarati story from Kaushik Dave

Similar gujarati story from Drama