અનિરૂધસિંહજી ઝાલા

Action Crime Inspirational

4.8  

અનિરૂધસિંહજી ઝાલા

Action Crime Inspirational

આફતમાં મીઠડી મુલાકાત

આફતમાં મીઠડી મુલાકાત

2 mins
269


ઝરમર વરસાદ અને ભીની માટીની સુંગંધ વેરાન રોડ પર ચાલતી ગાડીમાં સાંજ વેળાએ પ્રસરી રહી હતી. સુમધુર ગીત ગૂંજી રહ્યુ હતું,

"મૌસમ યે સુહાના હે, મેરા દિલ ભી દીવાના હે."

ઓફિસથી ઘેર જતી મનોહરીનું મન પ્રફુલ્લિત હતું. એટલામાં અચાનક કડડડસસ.. કરતોક અવાજ થયો અને કાર રોડ પર ઉભી રહી ગઈ. નીચે ઉતરીને જોયું તો ટાયરમાંથી હવા મોકે જ છુમંતર થઈ ગયેલી. વેરાન રોડ પર અંધારું થવાં લાગ્યું. એકાએક લાઈટ પડતાંજ મનોહરીએ હાથ લાંબો કરતાં બાઈક પર ત્રણ જુવાનિયા જતાં હતાં તે ઊભાં રહી એકલી જોઈ બોલ્યાં, "ચાલ આવવું છે.? કેટલા પૈસા લઈશ ?"

મનોહરીનો પીતો ગયો. ચંપલ કાઢી પાછળ વાળાને બે ચંપલ મારી દીધાં પણ ત્રણેય ખિજાઈને નીચે ઉતરી મનોહરીને પકડીને જબરજસ્તી કરવાં લાગ્યાં. એટલામાં નાનકડી લાઈટ સાથે એક સાઇકલ સવાર જુવાન આવીને બોલ્યો,

"એય ભાગો નહીંતર !"

બદમાશોમાંથી એક જોડે જઈને બોલ્યો, "નહીંતર શું કરીશ ? ચાલ તું ભાગ !" તે બોલે તે પહેલાં જ 'ધડામ' કરતાંક સાઇકલ પરથી લાત મારતાં પેલો રોડની નીચે પડ્યો. સાઇકલ પરથી ઉતરતાં બીજા બે મારવાં જાય તે પહેલાં જ એકને ઉંચકીને ધોબીપછાડ આપીને બોલ્યો,  "ભાગ નહીંતર તારો વારો." 

પેલો ડરીને ભાગ્યો. આ જોતાં જ નીચે પડેલાં પણ લંગડાતા નાઠા. મનોહરી રાહતનો શ્વાસ લઈ બોલી, "થેંક્યુ"

યુવકે મૌન રહી ગાડી જોતાં જ ડેકી ખોલી સાઈકલની લાઈટ વડે ટાયર બદલી આપ્યું. અને ગાડીને ચાલુ કરી જોઈ. પછી તે ચુપચાપ સાઇકલ પર બેઠો. જોઈને મનોહરી બોલી, 

"ફરી મળતાં રહીશું. સરનામું તો આપ."

"ના હો મદદ કરીને સરનામું આપું તો મારી કિંમત કોડીની થાય. આઈ ઍમ વીરુ. શોધી શકો તો શોધજો. જરૂર મળીશું." બોલીને મીઠી મુસ્કાન આપી દેવદૂતની જેમ ઓઝલ થયો.

ઘેર આવીને મનોહરી મીઠડી મુલાકાત યાદ કરીને પ્રાર્થના કરતી હતી, "હે પ્રભુ ફરી મુલાકાતની તક આપો."

અને ચાલુ ટીવીમાં સમાચાર દેખાયાં, "નવા નિમણુક થયેલ એસ પી વિરેન્દ્રસિંહ સાઇકલ પર પેટ્રોલિગ કરી રહ્યાં છે."

ન્યુઝમાં વિડિઓ જોતાં જ મનોહરી ફરી ગાડીનો સેલ મારી ઘરથી નીકળી પોલીસ સ્ટેશન તરફ.


Rate this content
Log in

Similar gujarati story from Action