STORYMIRROR

Dilip Ghaswala

Drama

3  

Dilip Ghaswala

Drama

આંસુની કિંમત

આંસુની કિંમત

2 mins
514


દીપિકાબેન નું મૃત્યુ થયા બાદ ઘર ની બધી જવાબદારી ધોરણ દસમાં ભણતી દીકરી સ્નેહા પર આવી પડી હતી..દીપકભાઈ એક શાળામાં પટાવાળાની નોકરી કરતાં હતાં. સામાન્ય આર્થિક સ્થિતિ હતી એમની..સ્નેહા એમના પિતાની ખૂબ જ કાળજી રાખતી હતી. ભણવામાં ખૂબ જ તેજસ્વી હતી. વગર ટ્યૂશને જ સિત્તેર ટકા લાવતી હતી અને સરકારી શાળામાં જ અભ્યાસ કરતી હતી. દીપકભાઈ શહેર ની પ્રખ્યાત ખાનગી શાળામાં પટાવાળા તરીકે કામ કરતા હતા..ખાનગી શાળા હોવાને લીધે એમના પર કામનું વિશેષ ભારણ હતું. આચાર્ય શિક્ષકોના અંગત કામ પણ કરવા પડતા હતાં. શાળાએથી છૂટીને ઘરે થાક્યા પાક્યા આવે એટલે દીકરી સ્નેહા તરત જ બધાં કામ પડતાં મૂકી એમને હાથમાં પાણીનો ગ્લાસ ધરી દેતી હતી..જે કામ પહેલા એમની પત્ની કરતી હતી. એમને દીકરી ના ચહેરામાં પત્નીનો ચહેરો દેખાતો હતો. પાણી નો ગ્લાસ હાથમાં આવતાં જ એમની આંખમાંથી આંસુ ટપકી પડતું હતું..દીકરી સ્નેહા કહેતી.."પપ્પા આમ આંસુ ના વેડફી નાખો..એની બહુ જ કિંમત છે.." એમ કહી એમનું આંસુ લૂછી આપતી હતી.


આમ ને આમ સમય સરતો રહ્યો. ને માર્ચ મહિનો આવી ગયો. દિકરી નું બોર્ડનું વર્ષ. એટલે એ મહેનત પણ ખૂબ ક

રતી હતી..અને પરીક્ષા નો પહેલો દિવસ જોતજોતામાં આવી ગયો..સંજોગોવશાત સ્નેહા નો નંબર દીપકભાઈ ની શાળામાં જ આવ્યો હતો..અને એ વર્ગમાં પરીક્ષા આપવા બેઠી..બેલ પડ્યો એટલે નિરીક્ષકે પ્રશ્ન પત્રો વહેંચવા માંડયા... અને પેપર લખવાની શરૂઆત થઈ...સ્નેહા ને તો બધું આવડતું જ હતું એટલે લખવા માંડ્યું.


અને એક કલાક પૂરો થયાનો બેલ પડયો. એટલે પટાવાળા દરેક વર્ગમાં જઈ ને વિધાર્થીઓને પોતાના હાથે થી પાણી પીવડાવવા નીકળતા.

સ્નેહાનું ગળું પણ સુકાવા જ લાગ્યું હતું. ને એક અવાજ આવ્યો ," પાણી..?"

સામે સ્નેહના પપ્પા દીપકભાઈ જ એના વર્ગમાં આવ્યાં હતાં..અને પપ્પાને પાણી ભરેલા ગ્લાસની ટ્રે જોઈ સ્નેહા ધ્રુજી ઉઠી..વિચારવા લાગી "અરે જેને હું પાણી આપું છું તે મને પાણી આપવા આવ્યાં? તે પણ ફરજના ભાગ રૂપે??!!! "

એની આંખમાંથી આંસુ ટપકી પડ્યાં... દીપકભાઈ એ દીકરી ના આંસુ પોતે લઈ લીધા ને કહ્યું;" પાણી પી લે દીકરી.. આંસુને આમ વેડફાય નહિ..આંસુ ની કિંમત હું સમજુ છું." એમ કહી દીકરીના આંસુ લૂછી નાખ્યા.

અને સજળ નેત્રે આંખમાં આંસુ ભરીને બીજા વિદ્યાર્થીઓને પાણી પીવડાવવા લાગ્યા!


Rate this content
Log in