આનંદ
આનંદ
ઈજ્જતે, ઉલ્ફતે, ચાહતે સબ કુછ ઈસ દુનિયામેં રહેતા નહીં,
આજ મેં હું જહાં વહાં કલ કોઈ ઔર થા
યે ભી એક દૌર હૈ... વો ભી એક દૌર થા....!
ફૂલાતા શ્વાસ, હૃદય પર વેધક વેદના, પરશેવે લથપથ ચહેરે અંત નજીક જણાતા આનંદ બાબુમુસાય..બાબુમુસાય નામની રાડ પાડે છે. સામે પડેલા રેકોર્ડર પર બાબુમુસાયના અવાજમાં એક કવિતા સંભળાય છે જાણે કે મરણાધીન દેહની અંતિમ ઈચ્છા.
એક સમય આવે છે જ્યારે પાર્શ્વ દેહ લાઈલાજ બને છે. એક એવી ક્ષણ જ્યાં વ્યક્તિ બિલકુલ નિ:સહાય બને, ઈશ્વર અને માણસ વચ્ચેની પાતળી રેખા દેખાય છે. આ સમય એક ડોક્ટરનાં જીવન કાળનો સૌથી કપરો સમય હોય છે. દર્દી જીવન ઝંખે છે અને એ આપી શકે છે તો બસ સાંત્વના, ઈશ્વરમાં શ્રધ્ધા અને જીવાત્માનું મૃત્યુનું અંતર. લાખ પ્રાર્થના, સેવા, ચાકરી, વેદના વચ્ચે રાહ હોય છે તો બસ મોતની.
"આનંદ વૈધ બસ થોડી દેર મેં હી..", બોલતા બોલતા હાંફતા શ્વાસ અને પરશેવે લથપથ ચહેરે બાબુ મુશાય સામેનું દ્રશ્ય જોઈ અટકી પડે છે. એક નજર આપ્તજનો પર ફેરવી, મોડું થઈ ગયું છે જાણી અશ્રુસભર આંખો અને ખેદ હ્રદયે પગ પથારીમાં ચિર નિંદ્રામાં પોઢેલા હસમુખ ચહેરા તરફ આગળ વધે છે. "આનંદ તુમ મુજે યું છોડ કે નહીં જા સકતે... મેં તુમ્હે જાને નહીં દુંગા... સારે દિન બકબક કરકે મુજે પરેશાન કરતે હો... આજ યું હી ચૂપ નહીં હોને દુંગા મેં તુમ્હે...બોલના હોગા તુમે આનંદ સુન રહે હો તુમ..તુમે બોલન હોગા..",શબ્દ સાથે ખીન્ન હ્રદય અને અશ્રુ સભર આંખે બાબુમુસાયનું માથુ આનંદની છાતી પર ઢળી પડે છે અને એ સાથે જ ટેપ રેકોર્ડરમાં કેસેટ આનંદના અવાજમાં આગળ સંભળાય છે... જાણે કે દુ:ખી મિત્રને સાંત્વના આપી રહી હોય.."બાબુ મુસાય યે જિંદગી એક રંગમંચ હૈ ઔર હમ ઈસ રંગમંચ કી કઠપુતલીયા સબ કી ડોર ઉસ ઉપરવાલે કે હાથ મેં...કબ કીસકી ડોર ખીચ જાયે કોઈ નહીં જાનતા..", શબ્દ સાથે જ રેકોર્ડરની ટેપ અંત તરફ આગળ વધે છે જાણે કે એક સદીના અંતનો નજારો નજર સમક્ષ...અને એ સાથે જ રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનનાં નિર્મળ હાસ્યની ગુંજ કેસેટના અવાજ માધ્યમે ચારે દિશામાં ગૂંજી ઊઠે છે.. આનંદના પાર્થિવદેહ પરથી કેમેરો ધીરે ધીરે દૂર થઈ અનંત અવકાશમાં પહોંચે છે અને શબ્દ સંભળાય છે.."આનંદ મરા નહીં...આનંદ કભી મરતે નહીં..."
ન આદિ ન અંત બસ અનંત જ અનંત, પળભરનો બળાપો પછી ઠંડક જ ઠંડક. ન આ ક્ષણ રહેશે ન માનવ મહેરામણ રહેશે, પછી શું ખુશી ? શુ દુ:ખી ? શું મારું ? શું તારું ? બસ ચાર દિનની જિંદગી પછી અનંત એકાંત.
