આંધળો વિશ્વાસ
આંધળો વિશ્વાસ
"અરે યાર ! તને નહીં સમજાય કેટલો હૅન્ડસમ.. ! અને તેની બોડીમાં જાણે ચુંબકીય શક્તિ ના હોય હું તો તેના તરફ ખેંચાઈ જ ગઈ, હવે તો તેની સાથે જ જીવન જીવવાનું છે અને હા.. ! તેણે પણ મને પ્રોમિસ કર્યું છે સાથે જ જીવશું."
માનસીના મગજ પર દીપ્તિના આ શબ્દો વારંવાર અસ્વાર થતા હતા.
" બહુ હેન્ડસમ.. ! હેન્ડસમ.. ! કરતી હતી, બસ જોઈ લીધું ? શું મળ્યું તને ?" છાપામાં અને સોશ્યિલ મીડિયામાં "હત્યારો તેનો પ્રેમી જ નીકળ્યો" વાંચી અને જોઈ જોઈને રડતાં રડતાં માનસી બબડતી હતી.

