Kaushik Dave

Drama Others

4.3  

Kaushik Dave

Drama Others

આમંત્રણ

આમંત્રણ

2 mins
312


એ સાંભળ્યું તમે ?

પણ તું બોલે તો સાંભળું ને ! બોલ તું શું કહેવા માંગે છે ?

આ તમને કોઈએ હાર્દિક આમંત્રણ આપ્યું છે.

પણ કોણ છે ?

એ કોઈ કંકોત્રી છે.. લગ્નનું આમંત્રણ છે પણ મોકલનાર ને હું ઓળખતી નથી. કોણ હશે કહો તો ખરા.

બધાને તું ઓળખે એ જરૂરી નથી. કોઈ ઓફિસ સ્ટાફ કે મિત્ર વર્તુળનો હશે. લાવ મને વાંચવા દે.

લગ્ન બે દિવસ પછી છે. લોકો કંકોત્રી કેટલી મોડી મોકલે છે. લો તમે જ વાંચો.

કંકોત્રી હાથમાં લીધી. ને પતિદેવે વાંચી.

બોલ્યા:- હા.. લગ્નને આમંત્રણ છે પણ મોકલનારને હું ઓળખતો નથી. કદાચ ભૂલથી આપણા સરનામે મોકલી હશે. નામ મારું છે તો ભૂલ ના હોય.

હશે.. અજાણ્યા લાગતા મિત્રનું આમંત્રણ હશે. આપણે લગ્નમાં જઈએ એટલે ખબર પડે. વ્યવહાર તો કરવો પડે. કદાચ તમે એને બીજા નામે ઓળખાતા હશો. જો ના જઈએ તો પણ ખોટું. આમંત્રણ એટલે આમંત્રણ..એ બહાને લગ્નમાં જમવાનું પણ થશે ને ઓળખાણ પણ થશે.

ના..ના..જેને ઓળખતા નથી એના ઘરે જવાય નહીં. આજકાલ તો વોટ્સએપ પર ઈ કંકોત્રી આમંત્રણ હોય છે. મારા મિત્રો તો વોટ્સએપ પર જ મોકલે છે.

એટલામાં દરવાજાની સાંકળ ખખડી.

બૂમ પડી..

એ મહેશભાઈ..એ મહેશભાઈ.. ઘરમાં છો ?

એ આવો...આવો.. મહેશભાઈ..આમ અચાનક !

સોરી.. હોં..

પણ કેમ સોરી ?

મારી એક કંકોત્રી તમારા ઘરે ભૂલથી આવી હશે. મારા સગાની છે.. એમણે મને કોલ કરીને કહ્યું કે તમારા ઘરે કંકોત્રી મોકલી છે.

ઓહ્...હા..‌હા...મારા ઘરે એક અજાણી કંકોત્રી આવી છે.

હું તો ભૂલી જ ગયો કે તમારું નામ પણ મહેશભાઈ છે. મારો ૧૯ નંબર છે ને તમારો ૨૯. કદાચ ભૂલ જ થઈ છે‌‌.

મહેશભાઈએ મહેશભાઈને કંકોત્રી આપી.

હા...હા..આ મારી જ છે. હમણાં એમણે વોટ્સએપ પર પણ મોકલી છે. મને ટપાલીએ કહ્યું કે તમારી ટપાલ ભૂલથી ૧૯ નંબરમાં આપી દીધી છે. મારે હાઈસ્કૂલમાં પણ આવું થતું હતું. પરીક્ષા હું આપું ને એ પાસ થઈ જાય ને હું ફેઈલ. સરખા નામનો ગોટાળો. પછી સુધારો થતો હતો..સોરી.. મહેશભાઈ.. હોં..અને થેંક્યું.


Rate this content
Log in

Similar gujarati story from Drama