આક્રંદ
આક્રંદ
રમણલાલે નિવૃત્ત થયા બાદ પત્ની શોભનાબેન સાથે ચારધામ યાત્રા કરવાનો વિચાર કરેલો.
નિવૃત્તિને બીજે દિવસે સવારે શોભનાબેન ચા લઈને આવ્યા, રમણલાલ ચારધામની વાત કરવા જ જતા હતા ને શોભનાબેન રમણલાલના ખોળામાં ઢળી પડ્યા, અનંતની વાટ પકડી.
આક્રંદ કરી ઉઠ્યા રમણલાલ," શોભના આ શું કર્યું ! હું કેમ જીવીશ તારા વિના ? લગ્ન વેદી પર ગોરમહારાજ ડગલે ને પગલે સાથ આપવાના સોગંધ લેવડાવે તે પહેલા જ આપણે તિથલના દરિયા કિનારે એકમેકનો હાથ પકડી સાથે જીવવા મરવાના સોગંદ લીધેલા. આજ સુધી તેં વચનપાલન કરી મારો સાથ નિભાવ્યો, અને આજે તું મને એક્લો છોડીને ચાલી નીકળી. તારા વિના હું અધૂરો છું, કેમ જીવીશ?" બોલતા બોલતા રમણલાલ શોભનાબેનની નનામી પર ઢળી પડ્યાને અનંતની વાટ પકડી.સાથે જીવવા મરવાનું વચન નિભાવ્યું.
