આખરી ઈચ્છા
આખરી ઈચ્છા


‘બેટા કૃતિ, તારા માટે એક છોકરો મારા ધ્યાનમાં છે. સ્વભાવે સુશિલ અને ગમી જાય એવો છે. મને એના પર પૂરો વિશ્વાસ છે કે એ તને ખૂબ ખુશ રાખશે. મૃત્યુશૈયા પર પડેલા તારા પિતાની આ આખરી ઈચ્છા છે, બેટા. અમેરિકાથી અહીં તું આવીશ એ પહેલા ભગવાન મને ઉપર બોલાવી લેવા ઈચ્છે છે. દિપક નામ છે એનું. ખૂબ સારી પેઠે એને હું ઓળખું છું. તારું લગ્ન જીવન દિપક સાથે જોડાય અને તું સુખી સૌભાગ્યવતિ બને એવી મનોકામના મનમાં ઘૂંટાયે જાય છે. તારા માથે હાથ મૂકી ઉજળાં ભવિષ્યના આશીર્વાદ આપું છું.’
તેણીના પિતાની આખરી મૃત્યુ ઈચ્છા કાગળમાં લખી હતી તે વાચીને તેની આંખો ભીની થઈ ગઈ.
તેણીની હવે બે કપરા નિર્ણય કરવાના હતા :
એક ચાર વર્ષથી અમેરીકામાં તેના બોયફ્રેંડ સાથેનો ખુશહાલ પ્રેમસંબંધ તરછોડવો કે પછી, બીજું તેના મૃત પિતાની આખરી મૃત્યુ ઈચ્છા પૂરી કરવી ?
***