STORYMIRROR

Parth Toroneel

Inspirational

3  

Parth Toroneel

Inspirational

પેન્ટી લાઇનર

પેન્ટી લાઇનર

1 min
689

“અંકલ, સોફી પેન્ટી લાઇનર?!” મેડિકલ સ્ટોરના વર્કરને વીસ વર્ષની છોકરીએ પૂછ્યું.

તેની બાજુમાં ઉભેલા ત્રણ છોકરાઓ તેને જોઈને ખીં ખીં... કરી હસવા લાગ્યા.

એમની સંકુચિત વિચારસરણી પર અકળાઈને એણે પૂછ્યું, “કેમ ભાઈ...! એમાં હસવા જેવુ શું છે? હં...?”

એક જણાએ હસતાં કહ્યું, “આવી રીતે ખુલ્લે આમ આવું ખરીદતા જોઈને હસીએ નહીં તો શું નાચીએ!” ત્રણેય ખડખડાટ હસીને એકબીજાને હાઇ–ફાઇવ આપી.

“તમારી મમ્મીઓ જો મારા જેમ નોર્મલ ન હોત તો આજે તમારામાંથી એક પણ અહીં ઊભો ન હોત, સમજ્યા! દાંત કાઢી ખીં ખીં... કરવા કરતાં લેડીઝ સાથે કેમ બિહેવ કરવું એ શીખો પહેલા!” કહીને તેણે ત્રણેયને શાબ્દિક તમાચો ઝીંક્યો.

એનો જવાબ સાંભળી ત્રણેયની બિલકુલ બોલતી બંધ થઈ ગઈ!

* * *


Rate this content
Log in

Similar gujarati story from Inspirational