બેસ્ટ હસબન્ડ
બેસ્ટ હસબન્ડ


મધરાતે નાનું બેબી ઘોડિયામાં રડવા લાગ્યું. મોમ અને ડેડ બંનેની આંખો ખૂલી ગઈ. આખો દિવસ કામ કરીને થાકેલી પત્ની બેઠી થઈ. તેના ખભા પર પતિએ હાથ મૂકીને કહ્યું, “જાનું... તું ઊંઘી જા. કામ કરીને તું થાકી ગઈ હશે. હું એને શાંત કરાવું છું...”
આટલું સાંભળી પત્નીના હોઠ પર સ્મિત આવી ગયું.
તેણે આડા પડતાં વિચાર્યું : ‘હું કેટલી નસીબદાર છું કે મને આવા સરસ હસબન્ડ મળ્યા. એ ખરેખર મને સમજે છે.’