STORYMIRROR

Parth Toroneel

Children Stories Tragedy

4  

Parth Toroneel

Children Stories Tragedy

અગત્યના પેપર્સ

અગત્યના પેપર્સ

2 mins
481

ભોંયતળિયે અગત્યના પેપર્સ અહીં-તહીં વિખરાયેલા હતા. પિતા એમના કામમાં વ્યસ્ત હતા. એમની નાની દીકરી ખુશખુશાલ ચહેરે હસતાં-કૂદતાં એમના રૂમમાં પ્રવેશી.

“ડેડી, હું તમારા રૂમમાં રમુ?“ હાથમાં બાર્બી ડોલને તેડી તેણે પૂછ્યું.

“ના, ડેડી બીઝી છે. જાવ... બહાર જઈને રમો...” એની સામું જોયા વિના કામમાં ધ્યાન પરોવેલુ રાખ્યું.

“પણ ડેડી, હું તમને જરાયે ડિસ્ટર્બ નહીં કરું... આઈ પ્રોમિસ…!” પ્યારું મોઢું ફુલાવીને કહ્યું.

“ઓકે...! પણ કશું અડતી નહીં, શું કહ્યું...?”

“ઓકે ડેડી...”


કહીને તે એક ખૂણામાં બાર્બી ડોલને ખોળામાં લઈ, એને રમાડવા બેસી ગઈ. રમતા રમતા તે બાજુમાં પડેલા કાગળ પર કશુંક દોરવા-લખવા તે એના સ્ટડીરૂમમાંથી કલર પેન્સિલ ચૂપચાપ લઈ આવી. ડેડીએ કહેલાં શબ્દો તેનું બાળમન વિસરી ગયું હતું. એટ્લે એતો પેન લઈને કાગળના કોરા ભાગમાં મનમાં રચાયેલ દ્રશ્ય કે ભાવ પેન્સિલ થકી ઉતારવા લાગી...

કામ કરી રહેલા પિતાએ પંદરેક મિનિટ બાદ ગરદન રિલેક્સ કરવા ડોક ગુમાવી...અને દીકરીને કાગળ પર પેન્સિલ્સથી કશુંક ઘૂંટતા જોઈને ભડકી ઉઠ્યા!

“જીયા...!!” બૂમ પાડી તરત ઊભા થઈ ગયા.


દીકરીને એમનો ભારે અવાજ અને કડક મુખભાવ જોઈને તરત આંખમાં આંસુ આવી ગયા.

તેના પાસેથી કાગળ ખેંચી લઈ એક થપ્પડ તેને ચોડી દીધી, “તને કીધું હતું ને કોઈ વસ્તુને હાથ નહીં લગાડવાનો...! ખબર નથી પડતી તને...!”

તે મોં પહોળું કરી જોરથી રડવા લાગી. મમ્મી તરત જ દોડતી અંદર ધસી આવી. દીકરી તરત જ મમ્મીની સોડમાં ભરાઈ બંને હાથ તેની ફરતે વીંટી દીધા.

“જો અગત્યના પેપર્સ પર આને આ...” હાથમાં પકડેલા પેપરને જોઈ તે આગળ બોલતા અટકી ગયા. દીકરીએ એ કાગળમાં પપ્પાનો કાર્ટૂન જેવો ફોટો દોરી, બાજુમાં લખ્યું હતું :

“I LOVE MY DADDY VERY MUCH”

આ દેખીને તેમના ક્રોધિત મુખભાવ ક્ષણભરમાં બદલાઈ ગયા. મમ્મીની સોડમાં લપાઈને રડતી દીકરીને દેખી એમનું હૈયું ભાવુક થઈ ગયું. થપ્પડ મારી એ વાતનો પસ્તાવો મનમાં ડંખ દેવા લાગ્યો...!


***



Rate this content
Log in