STORYMIRROR

Parth Toroneel

Inspirational Others

4  

Parth Toroneel

Inspirational Others

ત્રણ કાળની ચર્ચામાં

ત્રણ કાળની ચર્ચામાં

1 min
767

'ખબર નઈ કેમ લોકો મારાથી ડરે છે ?'

આવતીકાલે નિસાસો નાંખ્યો,


'એના કારણ માટે તો હું જવાબદાર છું,'

ગઇકાલે નિરાશ સ્વરે કહ્યું.


'પણ હું તો એમની રિયાલીટી છું,

લોકો મને કેમ પૂરેપુરું જીવતા નથી ?'

વર્તમાને દુ:ખદ ભાવે પૂછ્યું,


'કારણ કે લોકોને રિઆલીટી કરતાં

મારામાં રાચવું વધુ પસંદ હોય છે,


હું એમને જોઈએ એ બધા જ રંગો પૂરા પાડું છું.

અમારે ત્યાં હવાઈ કિલ્લાઓ બાંધવાની પણ ફૂલ છૂટ છે !'

સપનાનગરીએ કહ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational