Heena Dave

Children

3  

Heena Dave

Children

આકાશમાં ઊડવું છે

આકાશમાં ઊડવું છે

2 mins
210


"બા,આ મીઠુંને પિંજરામાં કેમ પૂરી દીધો છે ? તેને મમ્ આપ્યું ?"

"હં"

"મીઠું નાનો હતો તે કેવો હતો ? તેની વાર્તા કહે ને !"

"માધવ. મીઠું નાનો હતો ત્યારે તારાં જેવો જ હતો.તારાં જેવો ભલો,ભોળો, માસુમ.."

"એટલે ?"

"સાંભળ. મીઠું નાનો હતો ત્યારે જંગલમાં રહેતો હતો. જંગલમાં ખૂબ બધાં ઝાડ હોય. અહીં આપણાં ઘર કેટલા બધાં છે ને !એટલાં બધાં ઝાડ ત્યાં હતાં. એ ઝાડ પર ચકી રહે, કાબર રહે, કબુતર રહે, મોર પણ રહે. બધી જાતના પક્ષીઓ ચાં...ચી..ચાં..ચી.. કરતાં રહે.ટુહુંક..ટુહુંક.. કરતાં રહે. આકાશમાં ઊડતાં-ઊડતાં મજા કરે. આનંદથી ગીત ગાતાં રહે. એક ઝાડ પરથી બીજા ઝાડ પર બેસે. જામફળ ખાય. કેરી ખાય. બોર ખાય. પપૈયા પણ! પોતે પણ ખાય અને તેમનાં નાના બચ્ચાને પણ ખવડાવે. આપણો મીઠું,મમ્મી-પપ્પા સાથે ત્યાં જ રહેતો હતો. આંબાના ઝાડ ઉપર માળો બનાવી પોપટ-પોપટી અને મીઠું રહેતાં હતાં.

એક વખત એકમાણસે ત્યાં જઈ બધાં ઝાડ કાપી કાઢ્યાં. ત્યાં ઉંચા ઉંચા બિલ્ડીંગ બનાવી દીધાં. ઘણાં બધાં પક્ષી બેઘર થઈ ગયા. ઘણા પક્ષીઓ મરી ગયાં. મીઠું નાનો હતો. સુનમુન થઈ ગયો."મા..મા.."કરવા લાગ્યો. માને શોધવા લાગ્યો. એકદિવસ એક માણસે તેને જોયો. તેને પકડીને પિંજરામાં પૂરી દીધો અને તારા પપ્પાને વેચી દીધો. હવે તે પિંજરામાં જ ઉડે છે. પિંજરામાં જ ગીત ગાય છે પણ આનંદના નહીં, દુઃખના."

"બા, તેને પણ આકાશમાં ઉડવું છ?"

"હા બેટા."

"બા, તેને પિંજરૂ ખોલીને ઉડાડી દેને ! મારે તેને આનંદથી ગીત ગાતો, આકાશમાં ઉડતો જોવો છે. બા, હું બીજું શું કરું કે પક્ષીઓને તેના ઘર મળી જાય ?

"ખૂબ બધાં ઝાડ વાવવા પડે."

"બા હું મોટો થઈશ ને એટલે એક ઝાડ વાવીશ.. મોટુંબધું... બધા પક્ષીઓ સુખેથી રહે તેવું. મોટો થઈશ ને એટલે પ્રાણીબાગના પાંજરામાં પુરેલા પક્ષીઓને અને પશુઓને પિંજરામાંથી ખુલ્લા કરી દઈશ. બા પછી તો તેઓ આનંદથી ગીત ગાશે ને? આકાશમાં ઊડતાં-ઊડતાં મજા કરશે ને?

"વાહ! માલો માધવ તો ખૂબ ડાયો દીકો બની ગયો ને!"


Rate this content
Log in

Similar gujarati story from Children