આકાશમાં ચીરો
આકાશમાં ચીરો
ચોખાચટ્ટ આકાશમાં લીટો શેનો !
કોરા કાગળમાં પડેલ ચીરો શેનો !
મારા એકને એક રાજમાં રાણી કોણ ?
તારા એકને એક માંગમાં સેંથો કોનો ?
કુદરતના આ ખજાનો ખોટ શેનો ?
આશામાં રહેલ એક મોર છે કોનો ?
વીણેલાં મોતીનો હાર છે કોનો ?
તારા હાથમાં રહેલ મીંઠોળ કોનો ?
મારા આવતા જન્મમાં થાય હું કોનો ?
તારો કે પછી જન્મ જન્મ હું કુંવારો !

