Kaushik Dave

Drama Fantasy Others

3  

Kaushik Dave

Drama Fantasy Others

આઝાદ

આઝાદ

2 mins
164


મધ્ય પ્રદેશનું ભાબરા ગામ. આ વાત આઝાદી પહેલાની છે. પછાત ગ્રામ્ય વિસ્તારમાં આઝાદી વિશે ખ્યાલ ઘણો ઓછો હતો.

આદિવાસી બાળકો સાથે નાનકડો આઝાદ જંગલ જેવા વિસ્તારમાં રમતો હતો.

એક આદિવાસી બાળક બોલ્યો. . . આઝાદ આ નજીકના ઝાડ પરનું ફળ ખાવાની ઈચ્છા છે. પણ એક જમીનદારનો વિસ્તાર છે. જો ફળ તોડીએ તો આપણને સજા થશે.

નાનકડો આઝાદ બોલ્યો. . . આ જંગલ, વૃક્ષ,ફળ,ફૂલ કુદરતે બનાવેલ છે. જેનો ઉપયોગ કરવાનો પ્રથમ અધિકાર આદિવાસી પ્રજાનો છે. પણ મને તીરકામઠાં ચલાવતા આવડતું નથી. જો તમે મિત્રો મને તીરકામઠાં ચલાવતા શીખવાડો તો આપણે રોજ ફળ ખાઈશું. હમણાં તો મને ગિલોલ ચલાવતા આવડે છે.

આ પછી નાનકડા આઝાદે ગિલોલ દ્વારા ફળ પાડીને મિત્રો સાથે ઉજાણી કરી.

આદિવાસી બાળકો પાસેથી તીરકામઠાં શીખીને પારંગત થઈ ગયા.

યુવાન વયે આઝાદના મનમાં આઝાદીનું ઝનૂન હતું.

ટીકમગઢના જંગલમાં ગેરિલા પદ્ધતિ શીખીને અંગ્રેજોના નાકમાં દમ કરી દીધો. એ દરમિયાન ચંદ્ર શેખર પિસ્તોલ ચલાવતા શીખી ગયા.

બહારવટિયા અને ડાકુઓ પાસેથી બંદૂક ચલાવતા શીખી ને એમને દેશપ્રેમ પ્રત્યે લાગણી પેદા કરાવી.

જે ડાકુઓ પ્રજાને લૂંટવા જતા હતા એ ડાકુઓ આઝાદી માટે ગેરિલા પદ્ધતિથી અંગ્રેજ સૈનિકોની સામે લડવા લાગ્યા.

આમ આઝાદના મનમાં મૃત્યુ સુધી આઝાદીનો ખ્યાલ હતો એટલે તેઓ ક્યારેય અંગ્રેજોના હાથમાં આવ્યા નહોતા.

પોતે જાતે શહીદી વ્હોરી હતી.

આજે એમના ગામમાં એમનું બાવલું મૂકવામાં આવ્યું છે.

આ ભાબરા ગામ ગુજરાતની સરહદથી વીસેક કિલોમીટર દૂર છે. જે મધ્ય પ્રદેશના અંલીરાજપુર જિલ્લામાં આવેલું છે.

આવા આઝાદીના લડવૈયા વીર ચંદ્ર શેખર આઝાદને શત શત વંદન.


Rate this content
Log in

Similar gujarati story from Drama