આભ ફાટયું
આભ ફાટયું
કૅનાલમાં ઝંપલાવનાર ખેડૂતની અંતિમ ચિઠ્ઠી !
"હે ઈશ્વર, આ આભ ફાટ્યું એને થીંગડું તું જ મારી શકીશ." આ શબ્દો હળવદ તાલુકાના ગામના રમેશના છે, જે તેમણે જીવનના અંતિમ સમયે લખેલી ચિઠ્ઠીમાં લખ્યા હતા.
40 વર્ષના રમેશ લોરિયાને ખેતીમાં ત્રણેક વર્ષ નુકસાનીનાં રહ્યા. જરૂરિયાતની નાનીનાની વસ્તુઓ પણ ખરીદવી મોંઘી પડવા માંડી હતી. દેવું વધી રહ્યું હતું અને મગજ પર બોજ વધારી રહ્યું હતું.
અધૂરામાં પૂરું તેમનાં બાને કોરોના થયો ત્યારે સારવાર પાછળ હજારો ખર્ચવા પડ્યા. ખેતીમાં બરકત નહોતી અને બિયારણથી માંડીને ડીઝલના ભાવ વધી રહ્યા હતા. અંતે રમેશ લોરિયાએ નજીકની કૅનાલમાં ઝંપલાવીને મોતને વહાલું કરી લીધું હોવાનું પરિવાર પાસેથી જાણવા મળ્યું હતું.
રમેશ લોરિયાએ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, "ખેતીમાં નુકસાનીનો સામનો હવે મારાથી થાય તેમ નહોતો. હવે મારી પાસે ખેતીના રૂપિયા પણ નહોતા. ખાવાના ફાંફાં હતા. દવાખાને જાવાના પૈસા નહોતા એટલે મેં આ પગલું ભર્યું છે."
રમેશે ત્યાંના કીડીના નાળા પાસેથી પસાર થતી કૅનાલમાં પડતું મૂક્યું હતું. જ્યાં પડતું મૂક્યું હતું ત્યાંથી તેમનાં પગરખાં સહિતની કેટલીક વસ્તુ મળી આવી હતી. જેમાં આત્મહત્યા પહેલાં લખેલી ચિઠ્ઠી પણ હતી, આ વાત તેમણે એમ પણ લખ્યું હતું કે, "હે ઈશ્વર, જીવતાંય મારી પ્રાર્થના તે નથી સાંભળી પણ હવે હું મરતાંમરતાં પ્રાર્થના કરું છું કે મારા દીકરાની લાજ રાખજે. હું આર્થિક મુસીબતથી આત્મહત્યા કરું છું.
જિંદગી આખી મહેનત અને ઈમાનથી જીવવાનું આ પરિણામ છે. જીવન એક જુગાર જેવું છે ..જેની બાજીમાં હંમેશ 2.., 3 . અને..5 નાંજ પત્તાં આવે તે સુસાઇડ કરે છે.
