યુવાની અસ્તાચળે
યુવાની અસ્તાચળે
વાર્ધકયનો પણ એક જુદો વૈભવ હોવો જોઈએ,
વાર્ધકયમાં પણ હુંફાળો પ્રેમભાવ હોવો જોઈએ !
યુવાની મધ્યાહ્નનન ને તો દુનિયા પૂજે ને સત્કારે,
યુવાની અસ્તાચળે'ય આદરભાવ હોવો જોઈએ
જિંદગીભર જાત ખર્ચી જેણે ઘરને ઘર બનાવ્યું,
એ ઘરમાં માબાપને કો અભાવ ન હોવો જોઈએ !
વૃદ્ધ માબાપ માંગી માંગી શું માંગે, પ્રેમનો એક જ
કોળીયો ! માબાપ પ્રત્યે સ્નેહભાવ હોવો જોઈએ!
નથી જરૂર કોઈ મંદિર,મસ્જિદ જવાની હે સંતાનો !
કાન્તાસુત માબાપ પર પ્રભુસમ ભાવ હોવો જોઈએ
