STORYMIRROR

Parulben Trivedi

Inspirational

4  

Parulben Trivedi

Inspirational

યશગાથા ગુજરાતની

યશગાથા ગુજરાતની

1 min
495

શાન મારી ગુજરાતની મહેંકે,

એનું માન સારા જગમાંયે મહેંકે,

મારું તન, મન, ધન કરું સઘળું અર્પણ,

કરું આત્મા ઢાળી હ્રદયથી વંદન,

હું યશગાથા ગાઉં આજ,

મા ભોમને પ્રેમે વધાવુ આજ,


એક એક અક્ષર પ્રેમે પ્રગટાવી,

ગુજરાત પ્રેમની જ્યોતિ  જગાવી,

ઈતિહાસ શૌયૅવાન ગાવું ગર્વથી,

હાંકે વાઘને ચારણ બહાદુર બેટી,

એવી યશગાથા ગાઉં આજ,

મા ભોમને પ્રેમે વધાવુ આજ,


ગિરનારને તોડી ફરી જોડીયો,

એ રાણકદેવીએ ઈતિહાસ ગજવીયો,

સહસ્ત્રાલિંગી તળાવ  બંધાવી,

એ મીનળદેવી ઈતિહાસમાં વખાણી,

એવી યશગાથા ગાઉં આજ

મા ભોમને પ્રેમે વધાવુ આજ,


પૂર્વે મહાકાળી દેવી,

પશ્ચિમે કૃષ્ણ, ઉત્તરે અંબાદેવી,

દક્ષિણે કુંતેશ્વર મહાદેવા,

એવા મહાતીર્થોએ આશિષો છલકાયા,

એવી યશગાથા ગાઉં આજ,

મા ભોમને પ્રેમે વધાવુ આજ,


ગાંધીજી,સરદારજીના સ્વર્ણિમ ઉદ્દેશોથી,

આપત્તિમાં ગુજરાત અડીખમ રહેતું એથી,

વિકટ સંજોગોમાં અમને સલામત રાખે,

મળ્યા એવા મોદીજી રત્ન ગુજરાતને,

એવી યશગાથા ગાઉં આજ,

મા ભોમને પ્રેમે વધાવુ આજ,


સંતો ભક્તોના ચરણરજથી,

ધન્ય બની આ ધરા ગુર્જરી,

કવિઓના તેજોમય મહાકાવ્ય ગાનથી,

અનેરું ચમકે તેજ અણમોલા કાવ્યગાનથી,

એવી યશગાથા ગાઉં આજ,

મા ભોમને પ્રેમે વધાવુ આજ,


દયાભરી મીઠી વાણીના ઝરણાંથી,

મને ગર્વ રહે ગુજરાતી હોવાથી,

એની આન-માન-શાન જગમાં વખણાયે,

એવા મિજાજી ગુણોના  ગુજરાતી વખણાયે,

એવી યશગાથા ગાઉં આજ,

મા ભોમને પ્રેમે વધાવુ આજ,


આઓ કરીએ પ્રતિજ્ઞા ગુજરાતીઓ,

સાથે રહીશું હરહાલમાં ગુજરાતીઓ,

વિધ્નો સામે ટક્કર ઝીલીશું,

ગુજરાતનો સ્વર્ણિમ વિકાસ કરીશું,

એવી યશગાથા ગાઉં આજ,

મા ભોમને પ્રેમે વધાવુ આજ ,


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational