STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Inspirational Others

4  

Rupal Sanghavi "ઋજુ"

Inspirational Others

યોગ સાધના

યોગ સાધના

1 min
384

યોગ સાધના તનમનની શુદ્ધિની આરાધના,

સદા રહે નિરોગી કાયા કરો યોગ સાધના,


કપાલભાતિ રક્તકણો વધારે કાંતિમય કરે,

પ્રાણાયામ પાચનતંત્ર સુધારે યોગ સાધના,


અનુલોમવિલોમ નાડીશોધક પૂરે પ્રાણવાયુ,

રક્ત ભ્રમણ, શ્વસનતંત્ર સુધારે યોગ સાધના,


ભસ્ત્રિકા બ્લોકેજ હટાવે કોલેસ્ટ્રોલ ઘટાડે,

નિયમિત કરવાથી તણાવ મુક્ત કરે યોગ સાધના,


શીતલી, શીતકારી, ભ્રામરી મન શાંત કરે,

ઠંડક આપે બ્લડપ્રેશર કન્ટ્રોલ કરે યોગ સાધના,


સમજીને સહજ રીતે કરો આ આરાધના,

ચોક્કસ ફાયદો કરે તનમનને યોગ સાધના,


વાત, પિત્ત ને કફનું અસંતુલન જ રોગી કરે,

નીરોગી કાયા રાખે નિયમિત યોગ સાધના.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational