STORYMIRROR

Rajeshri Thumar

Inspirational

3  

Rajeshri Thumar

Inspirational

યંત્રવત માનવી

યંત્રવત માનવી

1 min
124

યંત્રવત માનવી બન્યો કામથી સભાન,

પણ ખુદની કાળજીમાં બન્યો અભાન,


યંત્રવત માનવીનો છે મશીન જ દોસ્ત,

ફરતો ફેક્ટરીમાં લઈ પીપીઈ દોસ્તને,

કરતો કામ વાપરી સમયસૂચકતા,

રહેતો સાવચેત ભયજનક વિસ્તારથી,


ઘટી અચાનક કોઈ દુર્ઘટના ફેક્ટરીમાં,

થયો કેમિકલ પાઈપ લીકેજ ફેક્ટરીમાં,

દોડ્યો પાઈપ તરફ ભૂલી ખુદની કાળજી,

ઊડ્યું કેમિકલ આંખમાં ને થયો બેભાન,


મળ્યું વળતર તો લાખો રૂપિયામાં,

પણ ના મળી ગુમાવેલી આંખો રૂપિયામાં,

ભોગવ્યું ખુદની જ ભૂલનું પરિણામ,

દ્રષ્ટિવિહીન થઈ પસ્તાયો બિછાને,


કરીએ સુરક્ષાના નિયમોનો સંગ,

ના ભૂલીએ કામમાં પણ ખુદનો સંગ,

છે આ પીપીઈ કીટ તણો આધાર,

જે નહીં બનાવે ક્યારેય નિરાધાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational