યાદોની ડાયરી
યાદોની ડાયરી
ખોળતા ખોળતા
હાથમાં આવી,
એક જુની ડાયરી,
ડાયરીને હાથમાં લીધી
જોવા લાગ્યો ડાયરી,
આઘાપાછા થયા પાના
ગોઠવવા લાગ્યો ડાયરી,
ડાયરીમાંથી છૂટાં પડ્યા
કેટલાક છૂટાં પાના,
યાદોમાં સરી ગયો
જોતા છૂટાં પાના.
