યાદો
યાદો
આપણા જીવતરની આપણી યાદોમાં, આજે આપણે એવા ખોવાઈ ગયા રે..
જૂની પુરાણી સહેલીની વાતમાં ને યાદમાં, આજે આપણે એવા ખોવાઈ ગયા રે..
વડલાની છાયામાં કેવા રમતાં એની યાદમાં, આજે આપણે એવા ખોવાઈ ગયા રે..
મિત્રો સાથે પાર્ટી ને કેરીની ચટણીની યાદમાં, આજે આપણે એવા ખોવાઈ ગયા રે..
પ્રસંગે કેવા એકબીજા સાથે જોડાયેલા રહેતા, એ યાદમાં આજે આપણે એવા ખોવાઈ ગયા રે..
ફળિયાની એ જૂની પુરાણી રમત અને મસ્તીની યાદમાં, આજે આપણે એવા ખોવાઈ ગયા રે..
સમય બદલાયો પણ યાદો હજી રહી અકબંધ દિલમાં એ યાદમાં આજે આપણે એવા ખોવાઈ ગયા રે.
