યાદ રાખજો
યાદ રાખજો
મનમંદિરના ઝરૂખેથી તમે પ્રાર્થના કરી રાખજો,
રોજ સવારે જાગીને પ્રભુનો આભાર માની લેજો.
બનાવી દુનિયા સર્જનહારે એવી અચરજ ભરી,
થઈ શકે તો કોઈના આંસુ તમે લૂછી રાખજો.
થઈ જાય ભૂલ ક્યારેક તો માફી માંગી લેજો,
જીવનની આ સફરે દરેકને ક્ષમા કરી દેજો.
થાય નહિ પરિવારમાં કડવાશ તેનું ધ્યાન રાખજો,
વિઘ્નો ભલે હોય મોટા સાચો માર્ગ બતાવી દેજો.
આગળ વધવા તમે આળસનો ત્યાગ કરી રાખજો,
પ્રગતિના ફળ ચાખવા તમે પરિશ્રમ કરતા રહેજો.
નિભાવવા સૌ કર્તવ્ય ફરિયાદ કયારેય ન કરજો,
હોય પ્રભુ હંમેશા સાથે,તમે એ વાત યાદ રાખજો.
