STORYMIRROR

Hiral Pathak Mehta

Inspirational Others

3  

Hiral Pathak Mehta

Inspirational Others

વુમન્સ ડે

વુમન્સ ડે

1 min
784

શું ગુનો શું વાંક છે મારો ?

કોણ મારું ને મને કોનો સથવારો ?


કોઈ ગણે લક્ષ્મી તો કોઈને હું બોજ લાગું....

કોઈ મનાવે ખુશી તો કોઈને હું માતમ લાગું....


જન્મતાં જ મારું ભવિષ્ય નક્કી કરાય...

મારી લાગણીઓનો ઈજારો કોઈને અપાય,


હું ક્યારે હસીશ ને કોણ મને રડાવશે,

જીવન મારું આમ કોઈ ના પ્રમાણે જીવાશે....


પહેલા પિતા ને પછી પતિ....આ ક્રમ બદલાશે...

બાળકો આવશે ને પછી નિયમ બદલાશે...


શું ગુનો શું વાંક છે મારો ?

કોણ મારું ને મને કોનો સથવારો ?


એક પછી એક એક કિરદાર નિભાવતી જઈશ હું,

ને કેટલાયની નજરોને ખટકતી જઈશ હું,

બાળપણથી લઈ ઘડપણ સુધી બસ આમ જ વહેંચાતી જઈશ હું,

પ્રેમ આપી આપી ને આમ જ થાકતી જઈશ હું,


મળશે મને પણ નિઃસ્વાર્થ પ્રેમ, એમાં ને એમાં જીવતી રહીશ હું....

મથામણ મારી ખોટી રહેશે....લાકડે જઈશ તો પણ કમી વર્તાતી રહેશે....

સવાલ હંમેશા સતાવતો રહેશે....જવાબ બસ ખાલી એક જ રહેશે...

શું ગુનો શું વાંક છે મારો ?

કોણ મારું ને મને કોનો સથવારો ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational